Home »National News »Latest News »National» Shamshul Huda Arrested By Nepalese Police After He Deported From Dubai

કાનપુર ટ્રેન દુર્ઘટનાઃ દુબઈના માસ્ટરમાઈન્ડ શમ્શુલની નેપાળથી ધરપકડ

divyabhaskar.com | Feb 07, 2017, 12:34 PM IST

  • કાનપુર ટ્રેન દુર્ઘટનાના માસ્ટરમાઈન્ડ શમ્શુલ હોદાને નેપાળની રાજધાની કાઠમાંડુથી ધરપકડ કરી લેવામાં આવી છે. (ફાઈલ)
લખનઉ. કાનપુર ટ્રેન દુર્ઘટનાના માસ્ટરમાઈન્ડ શમ્શુલ હોદાને નેપાળની રાજધાની કાઠમાંડુથી ધરપકડ કરી લેવામાં આવી છે. શમ્શુલ દુબઈનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઇન્ટેલિજન્સ એજન્સીઓ તેની સાથે પૂછપરછ કરી રહી છે. પૂછપરછ બાદ અનેક મહત્વના ખુલાસા થઈ શકે છે. મળતી માહિતી મુજબ શમશુલ ભારતમાં અનેક ટ્રેન દુર્ઘટના માટે જવાબદાર છે. મહત્વપૂર્ણ છે કે, 20 નવેમ્બર 2016ના રોજ થયેલી કાનપુર ટ્રેન દુર્ઘટનામાં પટના-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેક પરથી ઉતરી ગઈ હતી. જેમાં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
 
ઇન્ટેલિજન્સ એજન્સીઓ પહેલાથી જ હતી નેપાળમાં હાજર
 
- રિપોર્ટ્સ મુજબ, આરોપા હોદાને ડિપોર્ટ કરવા માટે નેપાળ અને ભારતીય તપાસ એજન્સીઓએ દબાણ કર્યું હતું, ત્યારબાદ તેને કાઠમંડુ લાવવામાં આવ્યો.
- તેને દુબઈથી નેપાળ ડિપોર્ટ કરવાની વાત કહેવામાં આવી રહી છે. મળતી જાણકારી મુજબ, ભારતીય ઇન્ટેલિજન્સી એજન્સીઓ આઈબી, રો અને એનઆઈએની ટીમો પહેલાથી જ નેપાળના કાઠમંડુમાં હાજર હતી.
- હોદા સાથે બે દિવસો સુધી પૂછપરછ કરવામાં આવી, ત્યારબાદ તેને નેપાળના કલૈયા લઈ જવામાં આવ્યો જ્યાં તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
- કાઠમંડુમાં એનઆઈએ અને નેપાળ પોલીસની સ્પેશિયલ બ્યૂરોએ હોદા સાથે પૂછપરી કરી છે.
 
ઓડિયો ક્લિપ જપ્ત કરવામાં આવી હતી
 
- મામલામાં નેપાળથી ધરપકડ કરાયેલા બ્રજ કિશોર ગિરીના ફોનમાંથી એક ઓડિયો ક્લિપને જપ્ત કરી લેવામાં આવી હતી.
- આ ક્લિપમાં કાનપુર રેલવે દુર્ઘટનાનું ષડયંત્રની વાત સામે આવી હતી.
- નેપાળ પોલીસે એનઆઈએ સહિતી તમામ તપાસ એજન્સીઓને આ ઓડિયો ક્લિપ સોંપી દીધી છે.
- મહત્વપૂર્ણ છે કે, એનઆઈએ દ્વારા હાલમાં જ આ મામલામાં 3 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
 
ટ્રેક ઉડાવવા માટે થયો હતો પ્રેશર કુકરનો ઉપયોગ
 
- કાનપુર ટ્રેન દુર્ઘટનાના મામલામાં યૂપી એટીએસ અને આઈજી રેલવેએ 18 અને 19 જાન્યુઆરીએ બિહારના મોતિહારીમાં આરોપીઓથી પૂછપરછ કરવામાં આવી હતી.
- પૂછપરછમાં આરોપી મોતીલાલ પાસવાને જણાવ્યું હતું કે તેણે 7 અન્ય લોકોની સાથે મળીને બે વાર કાનપુરની પાસે રેલવે ટ્રેકને નુકસાન પહોંચાડ્યું હતું.
- તેણે જણાવ્યું હતું કે તેના માટે 10 લીટરના પ્રેશર કુકરમાં વિસ્ફોટક ભરીને ઇમ્પ્રૂવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) તૈયાર કરવામાં આવ્યું હતું.
- આ ખલાસા બાદ એ વાતના સંકેત મળવા લાગ્યા હતા કે આ દુર્ઘટના પાછળ ISIનું ષડયંત્ર હોઈ શકે છે.   
 
બિહાર પોલીસે કર્યો હતો દાવો - રેલ દુર્ઘટના ISIનું ષડયંત્ર
 
- 17 જાન્યુઆરીના રોજ બિહાર પોલીસે દાવો કર્યો હતો કે 20 નવેમ્બરના રોજ કાનપુરના પુખરાયાંની પાસે થયેલી રેલ દુર્ઘટના ISIનું ષડયંત્રનું પરિણામ હતી.
- મોતિહારીના એસપી જિતેન્દ્ર રાણાએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓએ આ ખુલાસો કર્યો છે.
- મુખ્ય આરોપી શમ્શુલે તેના માટે ફંડિંગ કર્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે આ બિઝનેસમેન ISIને પણ ફંડિંગ કરે છે.  
 
આ લોકોની ધરપકડ કરવામાં આવી
 
- આ મામલામાં અત્યાર સુધીમાં શમ્શુલ ઉપરાંત મોતી પાસવાન, મુકેશ યાદવ, ઉમાશંકર પટેલની ઘોડાસહનથી તથા બ્રજકિશોર, માજાહિર અંસારી અને શંભુ ગિરીની નેપાળથી ધરપકડ કરવામાં આવી હતી. જુબૈર અને જિયાઉલને દિલ્હીથી પકડવામાં આવ્યા હતા.
 
આગળની સ્લાઈડમાં વાંચો, વારાણસી-સિયાલદહ એક્સ.ને ટાર્ગેટ કરી ટ્રેક ઉડાવાયો, સોમવારે સેંકડો મુસાફરનો બચાવ...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shamshul Huda arrested by Nepalese police after he deported from Dubai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended