Home »National News »Desh» Young Man Was On The Way To Exam Center Of MBA Final Year

અકસ્માતમાં યુવકનું મોત, 19 દિવસ પહેલા જ થયા હતા લગ્ન

divyabhaskar.com | May 19, 2017, 11:57 AM IST

  • 30 એપ્રિલના ભોલાના લગ્ન થયા હતા, તેના મોતની જાણ થતા પત્ની આઘાતમાં સરી ગઈ.
લખનઉઃ એમબીએની પરીક્ષા આપવા જઈ રહેલા એક યુવકનું અકસ્માતમાં મોત થયું હતું. 18 દિવસ પહેલા જ મૃતક યુવકના લગ્ન થયા હતા. મૃતકની પત્નીએ કહ્યું કે,‘ પતિ કહેતા હતા કે એમબીએની પરીક્ષા પૂર્ણ થવાની છે, જે પછી નોકરીએ લાગતા જ શહેરમાં રહેવા જઈશું.’ આટલુ કહી તે બેભાન થઈ ગઈ હતી.
 
અંતિમ વર્ષની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો યુવક

- આ ઘટના લખનઉના ગુડંબા ગામની છે, બારાબંકી નિવાસી રામનરેશનો પુત્ર ભોલા સિંહ (24) એમબીએનો અભ્યાસ કરી રહ્યો હતો.
- ભોલાના ભાઈ પિન્ટૂએ જણાવ્યું કે, ભોલા એમબીએના લાસ્ટ યરની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. ગુડંબાના અસ્તી રોડ પાસે ચક ગાંવ ખાતે પહોંચ્યો ત્યારે એક મિની ટ્રકે બાઈકને ટક્કર મારતા તે એક ખીણમાં જઈ પડ્યો. 
- ભોલાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 
 
19 દિવસ પહેલા જ થયા હતા લગ્ન

- મૃતક પિતા રામ નરેશે જણાવ્યું કે,‘ભોલાની માતાનું વર્ષો પહેલા નિધન થયું હતું, તે ભણવામાં હોશિયાર હતો તેથી મજૂરી કરી તેને એમબીએ કરાવી રહ્યો હતો. 30 એપ્રિલના ભોલાના લગ્ન થયા હતા, તેના મોત બાદ પુત્રવધૂ આઘાતમાં છે.
- ડે.સીએમએ જણાવ્યું કે, ભોલા સિંહના પરિવારજનોને યોગ્ય વળતર અપાવવામાં આવશે.
- આ મામલે પોલીસે મૃતકના પિતાના નિવેદનના આધારે ફરિયાદ નોંધી મિની ટ્રકને કબજામાં લીધો હતો. આરોપી ડ્રાઈવરની તપાસ કરવામાં આવી રહી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો................................)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Young Man Was On The Way To Exam Center Of MBA Final Year
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended