Home »National News »Photo Feature» Police Arrested Both Of Them From Temple In Itarsi

21 વર્ષના ભત્રીજા સાથે લગ્ન કરવા પહોંચી બે બાળકોની માતા, જાણો સંપૂર્ણ મામલો

Dharmendra Divan | Feb 05, 2017, 10:14 AM IST

ભોપાલઃઅહીં એક મહિલા પોતાના 2 બાળકો અને પતિને છોડી પ્રેમી સાથે લગ્ન કરવા બૂઢી માતા મંદિર પહોંચી હતી. મંદિરના પૂજારીને બંનેએ લગ્ન કરાવવાની વાત કરી હતી. ટીઆઈ ભૂપેન્દ્ર મૌર્યને કોઈએ આ મામલે જાણ કરતા તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
 
કાકી-ભત્રીજા હોવાનું સામે આવ્યું...
- આ કપલ કટની જીલ્લાનો રહેવાસી છે. બંનેની કટનીના પોલીસ સ્ટેશનમાં મિસિંગ રિપોર્ટ નોંધાવવામાં આવી હતી.
- પોલીસે જણાવ્યું કે, 27 વર્ષીય સાવિત્રી અને 21 વર્ષીય સોનૂ કેવટ વચ્ચે કાકી-ભત્રીજાનો સંબંધ છે.
- મહિલા પોતાના પતિ ગયાપ્રસાદ સાથે કટનીના કુટલા મહોલ્લામાં રહે છે. તેની એક 6 વર્ષીય બાળકી અને 5 વર્ષનો પુત્ર છે.
- કાકી-ભત્રીજા વચ્ચે છેલ્લા 2 મહિનાથી પ્રેમસંબંધ હતા. બંનેએ ઘરેથી ભાગી લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
- અંતે 30 જાન્યુઆરીએ બંને ઘરેથી ભાગી ગયા. ઈટારસીમાં લગ્ન કરવા પહોંચ્યા ત્યારે કોઈએ પોલીસને જાણ કરી હતી.
- મહિલા સાવિત્રીએ જણાવ્યું કે, પતિ ગાંજો અને દારુનો નશો કરે છે, આ ઉપરાંત તેની સાથે મારપીટ કરે છે.  આ જ કારણે તે સ્વેચ્છાથી સોનૂ સાથે લગ્ન કરવા ભાગી હતી.
- મહિલાએ જણાવ્યું કે, પતિ ડ્રાઈવર છે. તે 2 વર્ષ પહેલા કટની આવી રહેવા લાગી હતી. ત્યારે સોનૂ ત્યાં આવતો હતો.
- કાકી-ભત્રીજા એકબીજાને ઓળખતા થયા. નવેમ્બર 2016માં બંનેએ એકબીજાને પ્રપોઝ કર્યું અને પછી લગ્નની યોજના બનાવી હતી.
 
( આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.................................... )
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Police Arrested Both Of Them From temple In Itarsi
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext