Home »National News »Photo Feature» Extra Marital Affair Ends With Death Of Married Woman And Young Guy

રાતે પ્રેમીને મહિલાએ નાનીના ઘરે બોલાવ્યો, સવારે રૂમમાંથી મળી બંનેની લાશ

Ashish Gautam | Jan 29, 2017, 00:05 AM IST

  • પરણિતાએ પ્રેમી સાથે ફાંસો ખોઈ આત્મહત્યા કરી.
ચૂરૂઃ અહીં પોતાના નાનીના ઘરે આવેલી એક પરણિતાએ પ્રેમી સાથે ફાંસો ખોઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોએ સવારે જ્યારે અવાજ આપી તો અંદરથી કોઈ જવાબ ન મળ્યો, જેને કારણે તેમણે બારીમાંથી અંદર જોતા પરણિતા સાથે એક યુવક ફાંસે લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા.
 
પરિવારજનોને ખબર જ ન પડી કે ક્યારે પ્રેમી ઘરમાં ઘૂસ્યો....

- નાનો દેવી (24) પોતાના નાનીના ઘરે અમુક દિવસ પહેલા જ આવી હતી. 
- પરિવારજનોએ તેને એક યુવક સાથે ફાંસે લટકતા જોઈ બુમો પાડી હતી. જેને કારણે આસપાસનો લોકો આવી ગયા હતા.
- ઘટનાની જાણ થતા પોલીસ પણ આવી પહોંચી અને બંને લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી.
- પરિવારજનોએ જણાવ્યું કે, નાનો સરદારશહરના દાનોસરની રહેવાસી અને તેનું સાસરી જાસાસરમાં છે. તે તાજેતરમાં જ નાની પાસે આવી હતી.
- નાનોના લગ્ન 10 મહિના અગાઉ થયા હતા. તેનો પતિ ખેતીકામ કરે છે.
- પૂછપરછમાં સામે આવ્યું કે, નાનો સાથે ફાંસો ખાનાર યુવક સોહન લાલ (21) છે. જે છોટૂ અજીતસર ગામનો છે.
- પરિવારજનોએ જણાવ્યું કે, બંને વચ્ચે નજીકના સંબંધો હતા, પરંતુ પ્રેમસંબંધ હોવા અંગે તેમને ખબર નહોતી.
- પરિવારજનોને સોહન ઘરમાં ક્યારે આવ્યો તેની ખબર જ ન પડી.
- ઘટના સમયે નાનો દેવીની મામી અન્ય રાજ્યમાં કામથી ગઈ હોવાથી નાનોએ જ પ્રેમીને રાતે બોલાવ્યો હોવાની શંકા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
 
તસવીરોઃઆશી ગૌતમ
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..................................................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Extra Marital Affair Ends With Death Of Married Woman And Young Guy
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended