Home »National News »Latest News »National» Many Politicians Convicted Due To Subramaniam Swami Petitions

સુબ્રમણ્યમ સ્વામીની વધુ એક વિકેટ: શશિકલાની જેમ અનેકને બતાવી જેલ

divyabhaskar.com | Feb 15, 2017, 10:36 AM IST

ચેન્નાઈ :મંગળવારનો દિવસ AIADMKના મહાસચિવ શશિકલા માટે 'અમંગળ' સાબિત થયો હતો. જોકે, આ માટે સુબ્રમણ્યમ સ્વામી 'વિલન' સાબિત થયા હતા. 21 વર્ષ અગાઉ સ્વામીએ દાખલ કરેલી આવક કરતા વધુ સંપત્તિની ફરિયાદના કેસમાં જ શશિકલાને સજા થઈ હતી. અગાઉ પણ અનેક રાજનેતાઓને સ્વામી જેલના સળિયા ગણાવી ચૂક્યા છે.  

શશિકલા આગામી દસ વર્ષ સુધી તેઓ લોકપ્રતિનિધિ નહીં બની શકે. જેનો મતલબ એ કે તેઓ દસ વર્ષ સુધી તામિલનાડુના મુખ્યપ્રધાન નહીં બની શકે. ચાર વર્ષના જેલવાસ બાદ છ વર્ષ સુધી શશિકલા ચૂંટણી નહીં લડી શકે. 

કાયદાને હથિયાર બનાવી ત્રાટકે છે સ્વામી 

મંગળવારના ચુકાદા બાદ ન તો પન્નીરસેલ્વમ વિજેતા હતા કે ન તો ડીએમકેના એમ.કે. સ્ટાલિન. જો ખરા અર્થમાં કોઈ કોઈ વિજેતા હોય તો તે છે સુબ્રમણ્યમ સ્વામી. કાયદાની ઊંડી જાણકારી રાખનાર સુબ્રમણ્યમ સ્વામી કાયદા દ્વારા તેમના વિરોધીનું જીવવું હરામ કરી નાખે છે. 1996થી આવક કરતાં વધુ સંપત્તિના કેસે જયલલિતાનો પીછો છોડ્યો ન હતો. 

સુબ્રમણ્યમ સ્વામીએ ટુ-જી સ્પેક્ટ્રમ કેસમાં ડીએમકે નેતાઓ એ. રાજા, કનિમોઝી ઉપરાંત ઉદ્યોગપતિ શાહીદ બલવા, વિનોદ ગોએન્કા સહિત અનેકને જેલના સળિયા ગણાવ્યા હતા. એરસેલ-મેક્સિસ ડીલમાં સુબ્રમણ્યમ સ્વામીએ તામિલનાડુમાં તેમના પરંપરાગત વિરોધી પી. ચિદમ્બરમ તથા તેમના પુત્ર કાર્તિને ઘેર્યાં છે. જ્યારે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી તથા ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને જેલમાં મોકલવાનો નિર્ધાર વ્યક્ત કરી ચૂક્યા છે. 

સુબ્રમણ્યમ સ્વામી હાલમાં રાજ્યસભામાં સાંસદ છે. તેઓ અગાઉ હાવર્ડ યુનિવર્સિટીમાં ભણાવી ચૂક્યા છે. જ્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી, નવી દિલ્હીમાં પ્રાધ્યાપક હતા.  
 
સ્વામીએ વ્યક્ત કરી ખુશી 

મંગળવારે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર પર લખ્યું , "વીસ વર્ષ પછી હું જીત્યો. હવે TDK,બુદ્ધુ, PC BC અને ટાટાનો વારો છે, તેની સાથે જેલમાં જવાનો." વેબસાઈટ ફર્સ્ટપોસ્ટના કહેવા પ્રમાણે, TDK એટલે સોનિયા ગાંધી, બુદ્ધુ એટલે રાહુલ ગાંધી, પીસી એટલે પી ચિદમ્બર, BC એટલે કાર્તિ ચિદમ્બરમ તથા ટાટા એટલે રતન ટાટા

સ્વામીએ કોને-કોને ગણાવ્યા જેલના સળિયા, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Many politicians convicted due to Subramaniam Swami petitions
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended