Home »National News »Latest News »National» Manipur And Uttar Pradesh Election Special

મણિપુર અને ઉત્તરપ્રદેશમાં ધારાસભ્ય તરીકે રહેલી માતાઓએ પુત્રો માટે બેઠક ખાલી કરી

Bhaskar News Network, Lucknow | Jan 30, 2017, 00:09 AM IST

  • મણિપુર અને ઉત્તરપ્રદેશમાં ધારાસભ્ય તરીકે રહેલી માતાઓએ પુત્રો માટે બેઠક ખાલી કરી,  national news in gujarati
લખનઉ/ઈમ્ફાલ:દેશમાં રજવાડા ગયા હવે રાજકીય નેતાઓનો વારો આવ્યો છે. તેઓ પણ પોતાનો રાજકીય વારસો પોતાનાં પુત્ર-પુત્રીને સોંપતા જઈ રહ્યા છે. દેશના પાંચ રાજ્યોમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં માતાઓ પણ પુત્રનાં ભવિષ્યનો વિચાર કરીને પોતાની બેઠક ખાલી કરવા તૈયાર થઈ ગઈ છે.
 
મણિપુર અને ઉત્તર પ્રદેશમાં પણ કેટલીક બેઠક આવી જ છે. મણિપુરમાં સળંગ ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કોંગ્રેસના ઓકરામ ઈબોબી સિંહનાં પત્ની ઓકરામ લનધોનીએ પોતાનાં 29 વર્ષના એકમાત્ર પુત્ર ઓકરામ સૂરજ કુમાર માટે થાઉબલ જિલ્લાની ખાંગાબોક બેઠક ખાલી કરી આપી છે. તેઓ આ બેઠક પરથી બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ચૂક્યાં છે. સૂરજ કુમાર મણિપુરની ચૂંટણીમાં સૌથી યુવાન ઉમેદવાર પણ છે. અહીં 4 માર્ચના રોજ ચૂંટણી યોજાવાની છે. ઉત્તર પ્રદેશમાં ગોરખપુરની પિપરાઈચ બેઠક પર બસપા સરકારમાં મંત્રી રહેલા જમુના પ્રસાદ નિષાદના મૃત્યુ બાદ તેમનાં પત્ની રાજમતિ નિષાદ આ બેઠક પરથી જીત્યા હતા.
 
આ વખતે તેમના સ્થાને પુત્ર અમરેન્દ્ર નિષાદ સપાની ટિકિટ પર નસીબ અજમાવી રહ્યો છે. વારાણસી કેન્ટ સીટ પર ભાજપના ધારાસભ્ય જ્યોત્સના શ્રીવાસ્તવે પોતાના પુત્ર સૌરભ શ્રીવાસ્તવ માટે બેઠક ખાલી કરી છે. જંગીપુરમાં બેઠક પરથી સપા સરકારમાં મંત્રી કૈલાશ યાદવના નિધન બાદ યોજાયેલી ચૂંટણીમાં કિસમતિયા દેવી પેટાચૂંટણીમાં જીત્યાં હતાં. આ વખતે સપાની ટિકિટ પર તેમના પુત્ર વીરેન્દ્ર યાદવને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. શોહરતગઢના ધારાસભ્ય દિનેશ સિંહ રાજ્ય સરકારમાં મંત્રી હતા. તેમના નિધન બાદ પત્ની લાલમુની દેવીએ સપાએ ધારાસભ્ય બનાવ્યા હતા. હવે તેમનો પુત્ર ઉગ્રસેન સિંહ આ જ બેઠક પરથી ચૂંટણી લડવાનો છે ગોંડાની મેહનોન બેઠક પરથી સપાના ધારાસભ્ય નંદિતા શુક્લાએ પોતાના પુત્ર રાહુલ શુક્લા માટે બેઠક ખાલી કરી છે.
 
પંચર બનાવનારો અને પહેલવાન પણ

ગાજીપુરમાં કાસિમાબાદ રોડ પર સાઈકલ પંચર બનાવતા રામવચન ચૌહાણના પુત્ર મહેન્દ્ર ચૌહાણને સપાએ ટિકિટ આપી છે. મહેન્દ્ર અભ્યાસની સાથે-સાથે દુકાનમાં પિતાને મદદ પણ કરે છે. તેને પૂર્વ મંત્રી શાદાબ ફાતિમાની ટિકિટ કાપીને મેદાનમાં ઉતારાયો છે. બાગપત જિલ્લામાં મલકપુર ગામના અર્જુન એવોર્ડ વિજેતા શૌકેન્દ્ર પહેલવાનને બડોત વિધાનસભા બેઠક પર સપાએ ઉમેદવાર બનાવ્યા છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Manipur and Uttar Pradesh Election Special
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext