Home »National News »Desh» People Want More Harsh Punishment For Accused Of Minor Girl Rape

આજીવન કેદને કારણે રડ્યો પરિવાર, ગુનો જાણી લોકો બોલ્યા-ઓછી સજા થઈ

divyabhaskar.com | Mar 19, 2017, 00:08 AM IST

  • આરોપી બહાર આવ્યો કે તુરંત પરિવારજનો તેને વળગી રડવા લાગ્યા હતા.
હમીરપુરઃ ઉત્તરપ્રદેશના હમીરપુર જીલ્લામાં એક વ્યક્તિને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. સજા બાદ જેવો જ આ વ્યક્તિ બહાર આવ્યો કે પરિવારજનો તેને વળગી રડવા લાગ્યા હતા. જોકે આ વ્યક્તિના ગુનાને જાણી લોકોએ કહ્યું કે, તેને ઘણી ઓછી સજા મળી છે.
 
ગુનો જાણી લોકો બોલ્યા- ઓછી સજા થઈ

- ઘટના 2013ની છે. સોનુ સિંહ(કાલ્પનિક નામ) પોતાના પરિવાર સાથે હમીરપુરથી રાઠ પહોંચ્યા હતા.
- સોનુના સાળાના લગ્ન એક ધર્મશાળામાં હતા અને ત્યાં જ જાનૈયાઓના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
- રાત્રે વિધિ પુરી થવા પર સોનુ પરિવાર સાથે સુવા ગયો, આ સમયે તેની 7 વર્ષીય પુત્રી પણ તેની સાથે હતી.
- ત્યાં કામ કરતો વેટર સુખ સિંહ આવ્યો અને 7 વર્ષીય બાળકી સાથે રેપ કર્યો. બાળકીના અવાજ પર પરિવારજનો જાગી ગયા અને તેમણે આરોપીને પકડી પોલીસને હવાલે કર્યો હતો.
- કોર્ટે હવે આરોપીને આજીવન કેદની સજા ફટકારવાની સાથે 27 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. દંડની અડધી રકમ કોર્ટે પીડિત પક્ષને આપવા આદેશ કર્યો હતો.
- આરોપીનો પરિવાર ભલે તેને વળગીને રડતો હતો, તેના પાપને જાણીને લોકોએ કહ્યું કે, તેને ઘણી ઓછી સજા મળી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.............)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: People Want More Harsh Punishment For Accused Of Minor Girl Rape
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended