Home »National News »Photo Feature» Man Got Hanuman Chalisa And Other Religious Things In Place Of Phone

ઓનલાઈન મંગાવ્યો સેમસંગનો મોબાઈલ, પેકેટ ખોલતા મળી હનુમાન ચાલીસા

divyabhaskar.com | Feb 11, 2017, 11:42 AM IST

  • કલામ અંસારીએ જણાવ્યું કે, કેવીસ ટેલી શોપિંગ કંપની સેમસંગ ગેલેક્સી 4જી મોબાઈલ માત્ર 3500 રૂપિયામાં વેચી રહી હતી.
ગિરિડીહઃઅહીંના ગાંડેયમાં એક વ્યક્તિએ ઓનલાઈન સેમસંગ ગેલેક્સી મોબાઈલ ફોન મંગાવ્યો હતો. જે પછી કંપનીએ તેને પાર્સલ મોકલ્યું હતું. જોકે આ પાર્સલમાં મોબાઈલ ફોનના સ્થાને હનુમાન ચાલીસા મળી હતી.
 
8500નો મોબાઈલ માત્ર 3500 રૂપિયામાં.....

- કલામ અંસારીએ જણાવ્યું કે, કેવીસ ટેલી શોપિંગ કંપની સેમસંગ ગેલેક્સી 4જી મોબાઈલ માત્ર 3500 રૂપિયામાં વેચી રહી હતી.
- આ જોઈ તેણે જે2 મોબાઈલનો ઓર્ડર આપ્યો હતો. પોસ્ટ થકી તેને પાર્સલ મળ્યું. આ સમયે કલામે પૈસા આપી પાર્સલ મેળવી લીઘું.
- પાર્સલ ખોલતા જ કલામનો હોશ ઊડી ગયા, કારણ કે મોબાઈલના સ્થાને પાર્સલમાં હનુમાન ચાલીસા અને પૂજા અન્ય સામાન હતો.
- કંપનીએ મોબાઈલ ફોનના પાર્સલમાં હનુમાન ચાલીસા અને પૂજાની સામગ્રી વ્યવસ્થિત પેક કરી હોવાથી કલામને પાર્સલ લેતા સમયે શંકા નહોતી થઈ.
- કલામે સેમસંગ જે2 ફોન મંગાવ્યો હતો જેની કિંમત 8500 જેટલી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો....................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Man Got Hanuman Chalisa And Other Religious Things in Place Of Phone
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended