Home »National News »Latest News »National» Crpf Jawan Kills Self To Appease Goddess In Chhinnamasta Temple At Jharkhand

ઝારખંડઃ મંદિરમાં CRPF જવાને ખુદનું ગળું કાપ્યું, લોકોએ કહ્યું-બલિ ચઢાવી

Rajesh Goldi | Jan 31, 2017, 14:44 PM IST

  • મા છિન્નમસ્તિકા મંદિર રાંચીથી આશરે 79 કિલોમીટર દૂર છે.
રામગઢ (ઝારખંડ). અહીંયાના રઝરપ્પા વિસ્તારમાં મા છિન્નમસ્તિકા મંદિર પરિસરમાં એક વ્યક્તિએ મંગળવારે સવારે પૂજા બાદ ખુદનું ગળું કાપી મોતને વ્હાલું કર્યું હતું. પરંતુ લોકોનું કહેવું છે કે તેણે ખુદની બલિ ચઢાવી દીધી છે. આ ઘટના બાદથી મંદિરમાં તાળું લગાવી દેવામાં આવ્યું છે.
 
મૃતક છે સીઆરપીએફનો જવાન
 
- માર્યા ગયેલા વ્યક્તિનું નામ સંજય નટ (45) છે. સંજય બિહારના બક્સરના બલિહાર ગામનો રહેવાસી છે.
- પોલીસના જણાવ્યા મુજબ સંજય સીઆરપીએફ જવાન છે. તેનું પોસ્ટિંગ ઓડિશામાં હતું.
- મંદિરમાં હાજર લોકોના જણવાયા મુજબ, સંજય સોમવારથી જ મંદિરની આસપાસ આંટાફેરા મારતો હતો.
- તે પહેલાંથી જ બલિ આપવાનું મન બનાવી ચૂક્યો હતો. તેની પાસે મા છિન્નમસ્તિકાની મૂર્તિમાં લગાવવામાં આવેલી તલવાર જેવી જ નવી તલવાર હતી.
- લોકોના જણાવ્યા મુજબ, મંગળવારે સવારે તે ભૈરવી નદી ગયો અને ત્યાં સ્નાન કર્યું. બાદમાં માતાની પૂજા કરી. જે પછી તે મંદિરની પરિક્રમા કરવા લાગ્યો.
- પરિક્રમા દરમિયાન તે મંદિરના ગેટ પર પહોંચ્યો અને તલવારથી પોતાનું ગળું કાપી નાંખ્યું. સંજયનું ઘટના સ્થળે જ મોત થયું.
 
પરિવારજનોએ કહ્યું - તે બિલકુલ સામાન્ય હતો
 
- સંજયના ફેમિલી મુજબ સંજયની માનસિક સ્થિતિ સામાન્ય હતી. તે દરરોજ પૂજા-પાઠ કરતો હતો.
 
શક્તિપીઠ છે મંદિર
 
- મા છિન્નમસ્તિકા મંદિર રાંચીથી આશરે 79 કિલોમીટર દૂર છે.
- કામાખ્યા બાદ વિશ્વની બીજી સૌથી મોટી શક્તિપીઠ તરીકે આ મંદિરની ગણતરી થાય છે.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, ફોટા....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: crpf jawan kills self to appease goddess in chhinnamasta temple at jharkhand
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext