Home »National News »Photo Feature» Man Raped The Dead Body Of Physiotherapist After Killing Her

એકતરફી પ્રેમમાં હેવાનિયત, યુવતીની હત્યા કર્યા બાદ લાશ સાથે દુષ્કર્મ આચર્યુ

divyabhaskar.com | Feb 05, 2017, 00:07 AM IST

  • મૃતક ફિઝિયોથેરેપિસ્ટ.
મુંબઈઃવિલે પાર્લે ઈસ્ટમાં રહેતી 25 વર્ષીય મહિલા ફિઝિયોથેરેપિસ્ટની હત્યા અને રેપ મામલે પોલીસે નવો ખુલાસો કર્યો છે. હત્યાના આરોપીએ જણાવ્યું કે, તે મહિલા સાથે પ્રેમ કરવા લાગ્યો હતો અને તેણે તેને પ્રપોઝ પણ કરી હતી. જોકે યુવતીએ પ્રપોઝલ ઠુકરાવી દીધું હતું. આ વાતથી ઉશ્કેરાયેલા આરોપીએ પહેલા યુવતીની હત્યા કરી અને પછી તેની લાશ સાથે દુષ્કર્મ કર્યું હતું. પુરાવાનો નાશ કરવા આરોપીએ લાશને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
 
આમ કરી લેડી ફિઝિયોથેરાપિસ્ટની હત્યા...

- વિલે પાર્લેમાં પોલીસે મૃતક યુવતીના પાજોશી દેબાશીષ ધારા નામના વ્યક્તિની કોલકાતાથી ધરપકડ કરી હતી.
- દેબાશીષે પોલીસને જણાવ્યું કે, તે મહિલા ડૉક્ટરના એકતરફા પ્રેમમાં હતો અને તેને પ્રપોઝ પણ કર્યું હતું. જોકે યુવતીએ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો.
- આ કારણે દેબાશીષ ફિઝિયોથેરાપિસ્ટના ડેલી રૂટિન પર નજર રાખવા લાગ્યો. તેણે ઘણીવાર યુવતીને મિત્રો સાથે ડ્રિંક કરી ઘરે આવતા જોઈ હતી.
- હત્યાના દિવસે પણ તે પોતાની મિત્રો સાથે ડ્રિંક કરી ઘરે આવી હતી અને તેના મિત્રો ત્યાંથી નીકળી ગયા હતા.
- ઉતાવળમાં યુવતી ઘરનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી. જે આરોપીએ ઘરની બહારથી જોઈ લીધું હતું.
- મોડીરાતે આરોપી યુવતીના ઘરમાં પ્રવેશ્યો. પહેલા તેણે યુવતીની જીન્સ વડે તેનું ગળુ દબાવી હત્યા કરી અને પછી તેના મૃતદેહ સાથે રેપ કર્યો હતો.
- આ ઘટનાને છુપાવવા તેણે ડેડ બોડીને તેના બેડ સાથે જલાવવાનો પ્રયાસ કર્યો હતો. 
- સવારે 4 વાગે પાડશીઓએ યુવતીના માતા-પિતાને ઘરમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ કરી હતી. યુવતીની લાશ સેમી ન્યૂડ હતી અને અમુક ભાગ બળી ગયા હતા. ગળામાં જીન્સ લપેટાયેલી હતી.
- આરોપી ઘટના બાદ યુવતીના અમુક ઘરેણાં લઈને ફરાર થઈ ગયો હતો.આ જ કારણે પ્રારંભ પોલીસને લૂંટનો મામલો લાગ્યો હતો. 
 
આમ પકડાયો આરોપી..

- પોલીસે આ મામલે મૃતક યુવતીના મિત્રો સહિત 200 લોકોની પૂછપરછ કરી હતી.
- પોલીસે 300 કલાકના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. એક બેંકની બહાર લાગેલા કેમેરામાં આરોપી મહિલાના ઘરમાં  કંઈક જોતો જોવા મળ્યો હતો.
- પોલીસે વીડિયો આસપાસના લોકોને દેખાડતા આરોપીની ઓળખ થઈ. 
- ઘટના બાદ આરોપી કોલકાતા ભાગી ગયો હતો. મોબાઈલ લોકેશનને ટ્રેક કરી પોલીસે તેને કોલકાતાથી પકડી પાડ્યો હતો.
- યુવતીએ અમુક સમય પહેલા જ ફિઝિયોથેરાપિસ્ટનો કોર્સ પૂર્ણ કર્યો હતો અને છેલ્લા 1 વર્ષથી પ્રેક્ટિસ કરી રહી હતી.
- યુવતી પોતાનું ક્લિનિક પણ ચલાવતી હતી, જ્યાં ઘણા સ્ટ્રગલિંગ એક્ટર્સ અને સ્પોર્ટ્સમેન આવતા હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.........................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Man Raped The Dead Body Of Physiotherapist After Killing Her
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended