Home »National News »Photo Feature» Dead Body Of 21 Year Old Boy Identified By His Family After 9 Days

માલિકની પત્ની સાથે કલાકો સુધી ફોન પર વાત કરતો નોકર, આમ મળી સજા

divyabhaskar.com | Jan 21, 2017, 10:00 AM IST

  • 10 દિવસ પહેલા જંગલમાંથી મળી હતી યુવકની લાશ.
ઈન્દોરઃમધ્ય પ્રદેશના ધરમપુરીના જંગલમાં 10 દિવસ અગાઉ મળેલા મૃતદેહની ઓળખ થઈ ગઈ છે. આ મૃતદેહ ચંદન નગરના 21 વર્ષીય સલમાનનું હોવાનું સામે આવ્યું છે. હત્યા કરનારા આરોપીઓએ મૃતક મુસ્લિમ છે તે છુપાવવા તેનું પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખ્યું હતું અને ગળામાં તુલસી માળા પહેરાવી દીધી હતી. 3 આરોપીઓમાંથી એકની પત્ની સાથે મૃતકના આડા સંબંધો હોવાનું સામે આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી.
પત્નીની કલાકો સુધી કરતો હતો વાતો...

- મૃતકના પર્સમાંતી પોલીસે એક યુવક અને યુવતીની તસવીર મળી હતી.
- મૃતક સલમાન 8 દિવસથી ગુમ હતો અને તેના પરિવારજનોએ આ મામલે મિસિંગ રિપોર્ટ નોંધાવી હતી.
- પોલીસ તપાસમાં મૃતક સલમાન તેના માલિક રઉફની પત્ની સાથે ઘણા લાંબા સમય સુધી વાતચીત કરતો હોવાનું સામે આવ્યું હતું.
- રઉફને પત્ની અને સલમાનાન સંબંધોની જાણ થતા જ તેણે હત્યાની યોજના બનાવી હતી. તેણે પત્ની પાસે ફોન કરાવી સલમાનને ધરમપુરી બોલાવ્યો હતો.
- જ્યાં નદી પાસે રઉફ અને તેના ભત્રીજા જફર તથા સદ્દામે ગળું દબાવી સલમાનની હત્યા કરી હતી. તે પછી તેનું મોઢાને પથ્થરથી કચડી બગાડી નાંખ્યું જેથી કોઈ મૃતદેહની ઓળખ ન કરી શકે.
- હત્યાનો માસ્ટર માઈન્ડ રઉફ ઘણી ક્રાઈમ સિરિયલ્સ જોતો હોવાથી તેણે પોતાના મોબાઈલ નંબરો બદલી નાંખ્યા હતા, જેથી કોઈ તેના સુધી પહોંચી શકે નહીં.
- આરોપી રઉફ પેન્ટિંગનો બિઝનેસ કરે છે અને સદ્દામ ડ્રાઈવર છે. જ્યારે ત્રીજો આરોપી જાવેદ રઉફનો મિત્ર છે.
- રઉફની પત્નીની પણ પોલીસે ધરપકડ કરી હતી.
- હત્યારાઓએ સલમાનના કપડા પણ બદલી નાંખ્યા હતા, જે તેણે તેની હત્યાના દિવસે પહેર્યા હતા. આ ઉપરાંત તપાસને ગેરમાર્ગે દોરવા મૃતકના પર્સમાં તસવીરો, વીંટી અને તંબાકૂના પાઉચ મૂક્યા હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.................) 
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dead Body Of 21 Year Old Boy Identified By His Family After 9 Days
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended