Home »National News »Photo Feature» Lover Killed Her Due To Relations With Other Men Says Police

પત્ની-પ્રેમી અને વોઃ પ્રેમિકાના અન્ય પ્રેમીઓ હોવાની જાણ થતા કરી હત્યા

Subodh Khandelwal | Feb 05, 2017, 00:05 AM IST

  • ધરમપુરીમાં અર્ધનગ્ન સ્થિતિમાં રિતુની લાશ મળી હતી.
ઈન્દોરઃ એક અઠવાડિયા અગાઉ ઈન્દોરના ધરમપુરીમાં અર્ધનગ્ન સ્થિતિમાં મહિલાની લાશ મળી હતી. આ મહિલાની ઓળખ થવાની સાથે હત્યારાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલાની હત્યા તેના પ્રેમીએ કરી હોવાનું સામે આવ્યું છે.
 
પ્રેમી માટે પતિ અને 3 બાળકોને છોડ્યા...

- લાશ પાસે એક કાગળનો ટૂકડો અને ફાટેલા કપડા મળી આવ્યા હતા.
- મૃતક મહિલાની ઓળખ ખાલઘાટ રોડ સુંદરેલની રિતુ તરીકે થઈ છે.
- મૃતકાના ભાઈએ પોલીસને જણાવ્યું કે, રિતુ પોતાના પતિથી અલગ થઈ ચુરી હતી.
- મૃતકા છેલ્લા ઘણા સમયથી હતનવારના રાકેશ સિંહ સાથે રહેતી હતી.
- પ્રેમી રાકેશે રિતુને ઈન્દોરમાં એક મકાન અપાવ્યું હતું.  ઘટનાના બે દિવસ અગાઉ અમુક લોકોએ રિતુ અને રાકેશને સાથે જોયા હતા.
- પોલીસે રાકેશની પૂછપરછ કરતા તેણે પહેલા હત્યાનો ઈન્કાર કર્યો. જોકે કડકાઈથી પૂછપરછ હાથ ધરાતા તેણે ગુનો કબુલી લીધો હતો.
 
ઘણા પુરુષો સાથે હતા રિતુના સંબંધો...

- એસપી વીરેન્દ્ર સિંહે જણાવ્યું કે, મૃતક રિતુની જેમ રાકેશ પણ પરણિત વ્યક્તિ છે. તેના બે બાળકો છે. 
- રિતુના પિયરમાં રાકેશની અવર-જવર રહેતી હતી. આ સમયે બંને વચ્ચે સંબંધો સ્થપાયા. જે પછી પ્રેમી માટે રિતુએ પતિ અને 3 બાળકોને છોડી દીધા.
- રાકેશ રિતુને ઈન્દોરમાં એક ઘર અપાવી દીધું. 
- રાકેશ ટ્રક ડ્રાઈવર છે. એકવાર તે રિતુના ઘરે પહોંચ્યો ત્યારે તેને અન્ય પુરુષ સાથે જોયો હતો.
- આ ઘટના બાદ રાકેશ રિતુથી દુર થઈ ગયો. જોકે રિતુએ ઘણીવાર બોલાવ્યા બાદ તે ફરી તેની પાસે ગયો હતો. 
- રિતુ સાથે ફરી સંબંધો રાખવા પર રાકેશને પ્રેમિકાના અન્ય પ્રેમીઓ સાથે સંબંધો હોવાની જાણ થઈ હતી. જેથી બંને વચ્ચે વિવાદ થયો.
- રિતુ રાકેશથી અલગ ન થવા માંગતા તેણે પ્રેમીને તેના ઘરે લઈ જવા કહ્યું. રાકેશ પરણિત હોવાથી પ્રેમિકાને સાથે લઈ જવા માગતો નહોતો.
- અંતે રાકેશ ખાલઘાટ લઈ જવાના બહાને રિતુને સાથે લઈ નીકળ્યો. રસ્તામાં એક ખેતરમાં ઘુસ્યા, અહીં રાકેશે રિતુનું દુપટ્ટાથી ગળુ દબાવી હત્યા કરી હતી.
- પોલીસને ગેરમાર્ગે દોરવા તેના કપડા ફાડી કુર્તો નદીમાં ફેંકી દીધો હતો અને અન્ય કપડા ખેતરમાં જ ફેંક્યા હતા.
 
તસવીરોઃ સંજય સોની
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..............................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lover Killed Her Due To Relations With Other Men Says Police
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended