Home »National News »Latest News »National» Bhagalpur News Man Constructs Tajmahal Replica In Memory Of Wife

પત્નીની યાદમાં બનાવ્યો ‘તાજમહલ’, કબરની બાજુમાં છોડી પોતાના માટે જગ્યા

Irshad Alam | Feb 12, 2017, 12:22 PM IST

  • હુસ્ન બાનોનો મકબરો
ભાગલપુર. પ્રેમની એક બેમિસાલ કહાની છે. ભાગલપુરના ડૉ. નજીર આલમ અને હુસ્ન બાનો એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. બંનેનાં લગ્ન 57 વર્ષ પહેલાં થયા. 4 વર્ષ અગાઉ બંને હજ પર ગયા હતા. પાછા ફર્યા બાદ નક્કી કર્યું કે જેનું મોત પહેલા થશે તેનો ઘરની આગળ મકબરો બનશે, જે તેમનાં સપનાંનો તાજમહલ હશે. વાત તેમણે મૌખિક વસિયતના રૂપમાં તેમનાં સંતાનોને પણ જણાવી દીધી. બે વર્ષ થયાં હતાં ત્યાં 2015માં હુસ્ન બાનોનું મોત થયું.
 
પત્નીના મોત બાદ પણ વચન ન ભૂલ્યા
 
- પત્નીના વિરહમાં ડૉ. નજીર ભાંગી પડ્યા પણ વચન ભૂલ્યા નહીં અને પ્રેમની નિશાની બનાવડાવવાનો સિલસિલો શરૂ થયો.
- તેનું નિર્માણ બે વર્ષ સુધી ચાલ્યું, જે છેક હવે પૂરું થયું છે. ડૉ. નજીરે તેમાં પોતાની પૂરી કમાણી લગાવી દીધી.
- તેઓ કહે છે કે અમે તો રોજ કમાઇને રોજ ખાનારા છીએ, જેથી મકબરો બનાવવામાં પાઇ-પાઇ ખર્ચી નાખી. સંતાનોએ પણ પૂરો સહકાર આપ્યો.
 
નબળી આર્થિક સ્થિતિમાં 10 સંતાનોને ઉછેર્યા
 
- તાજમહેલ તો બની ગયો પણ ડૉ. નજીરની આર્થિક સ્થિતિ બગડી ચૂકી છે.
- તેઓ હોમિયોપથીના ડૉક્ટર હોવાના કારણે તેમની આવક મર્યાદિત હતી.
-  તદુપરાંત 10 સંતાનોને શિક્ષિત કરવાની સાથે સ્વનિર્ભર બનાવવાની જવાબદારી પણ હતી. - આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તેમણે પાંચ દીકરા અને પાંચ દીકરીઓને ભણાવવામાં કોઇ કસર છોડી.
- 3 દીકરા અને 3 દીકરીઓએ બેચલર ઇન હોમિયો મેડિકલ એન્ડ સર્જરીનો અભ્યાસ કર્યો અને તે બધા હવે હોમિયોપથીના ડૉક્ટર બનીને સ્વનિર્ભર થઇ ચૂક્યા છે.
- બીજા બે દીકરા ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરી શક્યા, જેઓ પોતાનો ધંધો કરે છે.
 
સાંજ પડતાં જ મકબરો ઝગમગી ઉઠે છે
 
- સાંજ પડતાં મકબરામાં સંગેમરમરના ગુંબજ અને મિનારા રોશનીથી ચમકી ઊઠે છે.
- તેને જોવા માટે સવાર-સાંજ આસપાસના લોકોની ભીડ જામે છે.
- સૌના મોઢેથી એક શબ્દો નીકળે છે- પ્રેમનું અદભુત ઉદાહરણ.
- પત્ની હુસ્નબાનોના નિધન બાદ બે મહિનામાં ડૉ. નજીરે તેમની યાદમાં મકબરાનું નિર્માણકાર્ય શરૂ કરાવ્યું હતું.
- મકબરો બનાવવા પાછળ કુલ 35 લાખ રૂ. ખર્ચ થયો છે. મકબરામાં ટાઇલ્સ, માર્બલ, ગ્રેનાઇટ પથ્થર, કાચ, સ્ટીલ અને લાઇટિંગનું જબરદસ્ત કામ કરાયું છે.
 
ચાર મિનારમાં નિર્માણમાં ગુજરાતીનું યોગદાન
 
- મકબરાનો ગુંબજ શાહજંગીના હાફિઝ તૈયબે તૈયાર કર્યો છે જ્યારે ચાર મિનારાના નિર્માણમાં ગુજરાતના કારીગર નૌશાદે સુંદર નકશીકામ કર્યું છે.
- ડૉ. નજીરે કહ્યું કે તેમની ઇચ્છા છે કે પત્નીની મોહબ્બતને લોકોની વચ્ચે છોડીને જાય, જેથી તેમની મોહબ્બત હંમેશા કાયમ રહે.
- તેમની દીકરી ડૉ. સાબરા ખાતુન કહે છે કે માતાના નિધન બાદ પિતાએ પણ કહ્યું છે કે મારા મોત બાદ મને પણ તેની (હુસ્નબાનો) બાજુમાં દફન કરજો. તે માટે તેમણે મકબરાની બાજુમાં જગ્યા પણ છોડી રાખી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bhagalpur news man constructs tajmahal replica in memory of wife
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended