Home »National News »Latest News »National» Proposal To Rajasthan Uni, Pratap Won Haldi Ghati

ઈતિહાસનો વધુ એક વિવાદઃ હલ્દીઘાટીના યુદ્ધમાં વિજયી થયા'તા મહારાણા પ્રતાપ!

divyabhaskar.com | Feb 09, 2017, 12:49 PM IST

  • હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપના શૌર્યનું નિરૂપણ કરતું એક ચિત્ર
જયપુર:રાણી પદ્માવતીના ઈતિહાસ અંગેનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં વધુ એક વિવાદ ઊભો થવાની તૈયારીમાં છે. રાજસ્થાન યુનિવર્સિટી સમક્ષ રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ પ્રમાણે, હલ્દીઘાટીના યુદ્ધમાં અકબર સામે મહારાણા પ્રતાપનો વિજય થયો હતો. આ પ્રસ્તાવને રાજસ્થાનના શિક્ષણપ્રધાન, પૂર્વ શિક્ષણપ્રધાન તથા એક ધારાસભ્યનો ટેકો છે. 
 
રાજસ્થાન યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝન મોકલાયો પ્રસ્તાવ 

- એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે, તાજેતરમાં રાજસ્થાન યુનિવર્સિટીની બેઠક મળી હતી. 
- જેમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે, રાજપુત યોદ્ધા મહારાણા પ્રતાપ હલ્દીઘાટીની લડાઈ જીત્યા હતા અને અકબરના સેનાપતિ રાજા માનસિંહની હાર થઈ હતી.
- ઈતિહાસને ફરીથી લખવાના પ્રસ્તાવને રાજસ્થાનના શિક્ષણપ્રધાન વાસુદેવ દેવાનાણી અને પૂર્વ ઉચ્ચ શિક્ષણ પ્રધાન કાલિચરણ શરાફ (હાલમાં આરોગ્યપ્રધાન)એ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.  
- બુધવારે રાજસ્થાનના  ગૃહ નિર્માણ પ્રધાન રાજપાલસિંહ શેખાવતે પણ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. 
- ગત અઠવાડિયે રાજસ્થાનમાં ભાજપના ધારાસભ્ય રાજેશ્વરસિંહે આ મતલબનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 
- કાલિચરણ શરાફના કહેવા પ્રમાણે, "અકબર વિદેશી હુમલાખોર હતો. ખરેખર તો રાણા પ્રતાપ આ યુદ્ધ જીત્યા હતા. આ એક સ્થાપિત સત્ય છે."
- "પેઢીઓથી ખંડિત ઈતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે. મહારાણા પ્રતાપ વીર અને દેશભક્ત શાસક હતા. જો આ ભૂલ સુધારવા માટે કોઈ પ્રસ્તાવ આવે અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે કે ખરેખર તો મહારાણા પ્રતાપ યુદ્ધ જીત્યા હતા. તો તેમાં વાંધો શું છે?"
- શાળા શિક્ષણપ્રધાન વાસુદેવ દેવાણીના કહેવા પ્રમાણે,"આપણા પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યાં છે. પરંતુ આ એક સત્ય છે. હલ્દીઘાટીના યુદ્ધમાં અકબરની સામે મહારાણા પ્રતાપનો વિજય થયો હતો."
- ઈતિહાસકાર તનુજા કોટિયાલના કહેવા પ્રમાણે, "આ પ્રકારની હરકતોથી માત્ર ઈતિહાસ જ નહીં, પરંતુ શિક્ષણ વ્યવસ્થાનું પણ અપમાન થાય છે."

બોર્ડ ઓફ સ્ટડીઝને મોકલાયો પ્રસ્તાવ

- મળતી માહિતી પ્રમાણે, હલ્દીઘાટીનું યુદ્ધ મહારાણા પ્રતાપ જીત્યા હોવાને ઈતિહાસમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રાજસ્થાન યુનિવર્સિટીઝના બોર્ડ ઓફ સ્ટડીને મોકલી દેવામાં આવ્યો છે. 
- યુનિવર્સિટીના કાર્યકારી વાઈસ ચાન્સેલર રાજેશ્વર સિંહના કહેવા પ્રમાણે, યુનિવર્સિટીની બોર્ડ ઓફ સ્ટડીઝને પ્રસ્તાવ મોકલી દીધો છે. 
- કોઈપણ અભ્યાસક્રમમાં સૂચવાયેલા ફેરફારનું મુલ્યાંકન કરીને તેને લાગુ કરવાની જવાબદારી 
 
શું કહે છે ઈતિહાસ? વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Proposal to Rajasthan Uni, Pratap won Haldi Ghati
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended