Home »National News »Photo Feature» Shred CEO Arvin Lal Promotes His Company Products And Model On Instagram

કરોડપતિ NRIની વૈભવી લાઈફસ્ટાઈલ, સોશિયલ મીડિયા પર શેર કરે છે આવી તસવીરો

divyabhaskar.com | Jan 21, 2017, 15:23 PM IST

  • ઈન્સ્ટાગ્રામ પર 9 લાખ જેટલા લોકો અરવિનને ફોલો કરે છે.
નવી દિલ્હીઃફિટનેસ પ્રોડક્ટ બનાવનારી કંપની શ્રેડ્સના સીઈઓ અરવિન લાલ પોતાની લક્ઝરી લાઈફને કારણે સોશિયલ મીડિયામાં ઘણા લોકપ્રિય છે. ઈન્સ્ટાગ્રામ પર 9 લાખ જેટલા લોકો અરવિનને ફોલો કરે છે. અરવિન સોશિયલ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરે છે, આ તસવીરોથી અરવિનની લક્ઝુરિયસ લાઈફનો અંદાજ લગાવી શકાય છે.
 
કંપનીએ 10 મહિનામાં કરી 20 કરોડની કમાણી......

- ભારતીય મૂળના અરવિનની કંપનીએ 10 જ મહિનામાં 20 કરોડથી વધુની કમાણી કરી છે.
- અરવિન પોતે એક ફિટનેસ હેડ રહી ચૂક્યા છે.
- ન્યૂયોર્કમાં રહેતા અરવિન 2012માં એક જીમમાં ફિટનેસ હેડ હતા. તેમને એક મિત્રએ એક હર્બલ વેટલોસ પ્રોડક્ટ આપી હતી. 
- અરવિને આ પ્રોડક્ટ વાપરી અને તે ઘણી સારી હતી. જે પછી અરવિને પોતાની કંપની ખોલવાનો નિર્ણય લીધો.
- અરવિને 5000 ડૉલરની સેવિંગ્સ સાથે કંપની ખોલી. 2013માં અરવિને શ્રેડ્સ સપ્લીમેંટને માર્કેટમાં લોન્ચ કર્યું.
- અરવિન ઈન્સ્ટાગ્રામ પર માર્કેટિંગ કરવા લાગ્યા, ઘણા મોડલ્સની શ્રેડ્સ સાથેની તસવીરો પોસ્ટ કરતા. આ માર્કેટિંગ સ્ટ્રેટેજી કામ કરી ગઈ.
- કંપનીએ સોશિયલ મીડિયા થકી 10 મહિનામાં 10 કરોડથી વધુનો બિઝનેસ જનરેટ કરી લીધો હતો.
- અરવિનની કંપનીમાં કોઈ બોર્ડ ઓફ ડિરેક્ટર નથી. 30 જેટલા લોકોની ટીમ ક્રિએટીવ અંદાજમાં કંપનીનું કામ સંભાળે છે.
- અરવિને જણાવ્યું કે, તેઓ રોજ 18 કલાક જેટલો સમય કામ કરે છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........................................................) 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Shred CEO Arvin Lal Promotes His Company Products And Model on Instagram
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext