Home »National News »Photo Feature» Cousin Of Namrata Paswan Shared Story About Relationship And Torture

પિરિયડ્સમાં સૌથી વધુ માર મારતો પતિ, બહેને જણાવી પીડિતાની કહાણી

divyabhaskar.com | Feb 23, 2017, 00:05 AM IST

  • દીપરત્ન અને નમ્રતાના લગ્નની તસવીર.
લખનઉઃઅહીં હજરતગંજ સ્થિત ઘેનુમતિ એપાર્ટમેન્ટમાં 15 ફેબ્રુઆરીએ નમ્રતા પાસવાનની મોત પાછળ રહસ્ય હજુ પણ યથાવત છે. આ મામલે મૃતકની માતા કિરણ પાસવાન અને બહેન તૃપ્તા પાસવાને હત્યાનો આરોપ લગાવ્યો છે. મૃતકના પરિવારજનોએ ભાસ્કર સાથે મૃતકા અને તેના પતિના સંબંધોની વાત જણાવી હતી. 
 
લગ્ન માટે તૈયાર નહોતી નમ્રતા

- માતા કિરણે જણાવ્યું કે, નમ્ર્તા આઈએએસ બનવાની તૈયારી કરતી હતી. તે સમયે એક વેબસાઈટથી દીપરતનનું માગુ આવ્યું.
- દીપરતનની માતાને કારણે મોટી બહેન પહેલા નાની બહેન નમ્રતાના લગ્ન કરાવી દીધા. જોકે નમ્રતા આ માટે તૈયાર નહોતી.
- નમ્રતા અભ્યાસ ચાલુ રાખવાની શરતે લગ્ન માટે તૈયાર થઈ હતી.
- નમ્રતાના પરિવારજનોએ જણાવ્યું, મૃત્યુના આગલા દિવસે નમ્રતાએ પતિ દીપ સાથે સારી રીતે વેલેન્ટાઈન ડે ઉજવ્યો હતો. જોકે નમ્રતાના પ્રેમનો દીપ પર કોઈ અસર નહોતો થતો. તે દર વખતે તેને માર મારતો રહેતો હતો.
 
પિરિયડ્સ સમયે મારતો વધુ માર

- નમ્રતાની પિતરાઈ બહેન ચિત્રાએ જણાવ્યું કે, ‘નમ્રતા આત્મહત્યા ન કરી શકે, તે ખુશમિજાજ સ્વભાવની હતી. દીપ સાથે ઘણી ઈમોશનલી જોડાયેલી હતી.’
- ‘ઘણી એવી બાબતો છે જે નમ્રતા મારી સાથે શેર કરતી. નમ્રતાએ કહ્યું હતું કે, પિરિયડ્સ સમયે દીપ તેને સૌથી વધુ માર મારતો હતો.’
- ચિત્રા અનુસાર, પિરિયડ્સ સમયે દીપ જાણી જોઈ પેટ અને પીઠ પર માર મારતો હતો. 
- નમ્રતા ચિત્રા પાસે આવી પેટ અને પીઠ પર માલિશ કરાવતી હતી. તે કહેતી કે, દીપે મને ઘણો માર માર્યો છે, તેથી માલિશ કરી આપ,
- ચિત્રાએ ઘણીવાર દીપથી છૂટાછેડા લેવા નમ્રતાને કહ્યું, જોકે તે આ સંબંધ તોડવા નહોતી માગતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..............)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cousin Of Namrata Paswan Shared Story about Relationship And torture
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended