Home »National News »Latest News »National» Lt Aparna Nair Leads Navy Contingent Of 144 Young Soldiers

લેફ. અપર્ણાએ 144 નેવી જવાનોને કર્યા લીડ, રાજપથ પર ફરી દેખાઈ નારી શક્તિ

divyabhaskar.com | Jan 26, 2017, 17:27 PM IST

  • નેવીની ટુકડીના તમામ 144 જવાન 2015 બેચના છે, જેમને 2500 જવાનોમાંથી પસંદ કરવામાં આવ્યા.
નવી દિલ્હી. 68th પ્રજાસત્તાક દિવસે રાજપથ પર નારી શક્તિ પણ નજરે પડી. પરેડમાં સામેલ નેવીની ટુકડીને લેફ્ટેનન્ટ અપર્ણા નાયરે લીડ કરી. 144 જવાનો તેમાં સામેલ હતા જેઓએ નેવી બેન્ડની જય ભારતની ધુન પર માર્ચ પાસ્ટ કર્યું. ખાસ વાત એ રહી કે ટુકડીમાં સામેલ તમામ જવાનો ગયા વર્ષે જ નેવીમાં જોડાયા છે. તમામને 2500 ટ્રેનીઓ વચ્ચેથી પરેડ માટે પસંદ કરવામાં આવ્યા.
 
નેવીમાં સૌ માટે સરખી તક - અપર્ણા
 
- અપર્ણાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું, અમને અહીં પુરુષોથી અલગ કંઈ અનુભવાતું નથી. તમામ લોકો આગળ વધવા માટે કામ કરે છે. નેવીમાં સમાન તકો મળે છે.
- લેફ્ટેનન્ટ મંદર કુલકર્ણી અને લેફ્ટેનન્ટ વાસુ યાદવ માર્ચ પાસ્ટના પ્લાટૂન કમાન્ડર હતા.
 
2 મહિનાથી દરરોજ 21 કિમી માર્ચ પાસ્ટ
 
- અપર્ણા જણાવે છે કે, નેવી ટુકડીમાં સામેલ તમામ જવાન 2015 બેચના છે. અને અમે લોકો છેલ્લા બે મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
- ભુવનેશ્વરના આઈએનએસ ચિલકા પર દોઢ મહિના સુધી રોજ 21 કિમી પ્રેક્ટિસ કરતા હતા.
- 2 જાન્યુઆરીના રોજ ફાઈનલ રિહર્સલ માટે દિલ્હી આવ્યા. તેના માટે સવારે 5 વાગે રાજપથ પર પરેડ શરૂ થતી હતી.
- અમારી પાસે ઉત્તમ નેવી બેન્ડ છે, જેની અલગ-અલગ ધુનો પર માર્ચ પાસ્ટ કરવું ખૂબ જ સારું લાગે છે.
 
નેવીની ઝાંખીમાં શું રહ્યું ખાસ?
 
- આ વખતે નેવીની ઝાંખીમાં સબમરીન કાલવરી અને ખંડેરી, ગાઇડેડ મિસાઇલ, P-81 પેટ્રોલિંગ એરક્રાફ્ટ મોડલ અને એલીટ કમાન્ડલ જોવા મળ્યા.
- તેની થીમ ઈન્ડિયન નેવી પ્રોફેશનલ ફોર્સ – એન્કરિંગ સ્ટેબિલિટી, સિક્યુરિટી એન્ડ નેશનલ પ્રોસ્પેરિટી રાખવામાં આવી હતી.
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Lt Aparna Nair Leads Navy Contingent Of 144 Young Soldiers
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext