Home »National News »Photo Feature» Lovers Found In A Bathroom And Parents Killed The Bf

બાથરૂમમાં એક સાથે હતા પ્રેમી-પ્રેમિકા, મા-બાપે દીકરીના BFને આપી આ સજા

divyabhaskar.com | Feb 01, 2017, 00:05 AM IST

  • ગુરમીતની લાશને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવી છે. (ઇનસેટમાં છોકરીનો હત્યારો બાપ)
પાણીપત (હરિયાણા): ભાદડ ગામમાં આઠ દિવસ પહેલા 18 વર્ષના ગુરમીતની ક્રૂરતાથી ગળું દબાવીને હત્યા કર્યા બાદ આરોપીઓએ તેની લાશને ઠેકાણે પાડવા માટે પૂરી વ્યવસ્થાઓ કરી હતી. પ્લાસ્ટિકના બંડલમાં પહેલા તેની લાશને બાંધી અને સાથે પથ્થરો પણ નાખી દીધા. જેથી લાશ નહેરમાં ઉપર ન આવે. ત્યારબાદ બંડલને બિંઝોલ પાસે નહેરમાં ફેંકી દીધું.
 
જાણો કેવી રીતે થયો હત્યાનો ખુલાસો
 
- 22 જાન્યુઆરીની રાતે ગુરમીત રહસ્યમય રીતે ગાયબ થઇ ગયો. બીજા દિવસે પરિવારના લોકોએ ઇસરાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.
- પછી પરિવારજનોને જાણ થઇ કે ગુરમીત મહેન્દ્રની દીકરી અંશુલને મળવા માટે ગયો હતો. 25 જાન્યુઆરીએ અંશુલનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું.
- અંશુલનું ઓડિયો રેકોર્ડિંગ પણ સામે આવ્યું હતું. 27 જાન્યુઆરીએ પરિવારજનો એસપીને મળવા આવ્યા અને ગુરમીતની હત્યાની શંકા દર્શાવીને આ તપાસ સીઆઇએને આપવાની માંગ કરી હતી.
- 29 જાન્યુઆરીએ મહેન્દ્રની ધરપકડ અને ગુરમીતની હત્યાનો ખુલાસો થઇ ગયો. દીકરીના મૃત્યુ પર હજુ પણ શંકા છે.
- પોલીસ તેના મૃત્યુને આત્મહત્યા જ માની રહી છે. પોલીસને આશા છે કે આરોપીની પૂછપરછ પછી મામલો સ્પષ્ટ થઇ જશે.
 
22 જાન્યુઆરીની રાતે ગુરમીત ઘરે આવ્યો હતો
 
- ડીએસપી દેશરાજે જણાવ્યું કે આરોપી મહેન્દ્રએ પૂછપરછમાં જણાવ્યું કે 22 જાન્યુઆરીની રાતે ગુરમીત તેની દીકરીને મળવા ઘરે આવ્યો હતો. બંને બાથરૂમમાં હતા.
- આ દરમિયાન પેશાબ કરવા માટે મહેન્દ્ર જાગી ગયો. બાથરૂમની સાંકળ અંદરથી બંધ હતી. પૂછવા પર અંદરથી દીકરીએ જવાબ આપ્યો.
- થોડીવાર પછી જ્યારે તે બહાર ન નીકળી તો તેણે ફરીથી દરવાજો ખખડાવ્યો. ત્યારે છોકરીએ કહ્યું તે મારી તબિયત ખરાબ છે, મા ને બોલાવો.
- ત્યારે તેની માને બોલાવવામાં આવી. માના આવતાની સાથે જ દીકરી પ્રેમી ગુરમીત સાથે બાથરૂમમાંથી બહાર આવી ગઇ. ગુરમીતને જોઇને જ મહેન્દ્ર ભડકી ગયો અને તેને મારવાનું શરૂ  કરી દીધું.
- ગુરમીતને મારતા-મારતા મહેન્દ્ર તેને રૂમમાં લઇ ગયો અને દીકરીને મા બીજા રૂમમાં પકડીને લઇ ગઇ.
- મહેન્દ્રએ કપડાથી ગળું ઘોંટીને ગુરમીતની હત્યા કરી નાખી. આ ઘટનામાં મહેન્દ્રની પત્ની પણ સામેલ હતી.
 
સાહેબ, એક માણસ લાશને ન લઇ જઇ શકે
 
- ગુરમીતની લાશની તલાશી દરમિયાન ગામના લોકો ડીએસપી દેશરાજ તેમજ સીઆઇએ-2 ઇન્ચાર્જને ઘેરી વળ્યા.
- ગુરમીતના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે પોલીસ પરિવારજનો સાથે મળેલી છે.
- એકલો મહેન્દ્ર લાશને ગામડાથી બિંઝોલ સુધી ન લાવી શકે.
- ડીએસપીએ ખાતરી આપી કે કોઇપણ આરોપીને આ કેસમાં છોડવામાં આવશે નહી. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, કેસ સાથે જોડાયેલી તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Lovers found in a bathroom and parents killed the bf
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext