Home »National News »Latest News »National» Lokdal President Says Mulayam Is Under House Arrest By Akhilesh

‘અખિલેશે મુલાયમને કર્યા છે નજરકેદ’, પૂર્વ રાજ્યમંત્રીનો આક્ષેપ

divysbhaskar.com | Jan 24, 2017, 13:23 PM IST

  • લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનીલ સિંહે એવો આરોપ લગાવ્યો છે કે અખિલેશે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી મુલાયમને નજરકેદ રાખ્યા છે.
લખનઉ: લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનીલ સિંહે એવો આક્ષેપ મુક્યો છે કે અખિલેશે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી મુલાયમને ઘરે નજરકેદ રાખ્યા છે. તેમને કોઇને મળવા દેવામાં આવતા નથી. સાથે એવો પણ આક્ષેપ મુક્યો છે કે મુલાયમના અતિશય નજીક એવા ભૂતપૂર્વ રાજ્યમંત્રી મધુકર જેટલીને અખિલેશના જૂથ તરફથી ધમકીઓ આપવામાં આવી રહી છે.
 
શું કહ્યું સુનીલ સિંહે?
 
- સુનીલે કહ્યું કે, મુલાયમને કોઇને મળવા દેવામાં આવતા નથી. તેમને ઘરે જ નજરબંધ કરવામાં આવ્યા છે.
- તેમને મળવા આવનારા લોકો પર નજર રાખવામાં આવે છે. સાથે જ ઘણા લોકોને તેમને મળવા દેવામાં આવતા નથી.
- આ ઉપરાંત એવો પણ આક્ષેપ મુક્યો છે કે મુલાયમના નજીકના નેતાઓને ધમકીઓ આપવામાં આવી રહી છે.
 
અખિલેશે મને ધમકાવ્યો:મધુકર જેટલી
 
- આ મામલે મધુકર જેટલીએ divyabhaskar.com ને કહ્યું- “હું કાલે લોકદળના અધ્યક્ષ સુનીલ સિંહ સાથે બેઠો હતો, ત્યારે જ મને અખિલેશનો ફોન આવ્યો અને તેમણે મને ધમકાવ્યો.”
- “આ બાબતે સુનીલસિંહે ચૂંટણીપંચને એક પત્ર લખ્યો છે. જોકે આ તો હવે જૂની વાત થઇ, હું આ બાબતે વાત કરવા માંગતો નથી.”
 
આ બકવાસ છે-કિરણમય નંદા
 
- આ વિવાદ પર જ્યારે સપા ઉપાધ્યક્ષ કિરણમય નંદા સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું, આ એકદમ બકવાસ વાત છે. સુનીલ સિંહ એવો કોઇ મહત્વનો માણસ નથી કે તેની વાતો પર ધ્યાન આપવામાં આવે.
 
અખિલેશની છાપ ખરાબ કરવાનો પ્રયાસ- નાવેદ સિદ્દિકી
 
- મુલાયમને નજરકેદ રાખ્યા હોવાની ખબરો વિશે સપાના પ્રવક્તા જણાવે છે કે, સુનીલ સિંહ એક નંબરનો જૂઠ્ઠો માણસ છે. જ્યારે પોતે કશું કરી ના શક્યા એટલે તેઓ હવે અખિલેશ યાદવની છાપ ખરાબ કરવા માટે આ પ્રકારના આક્ષેપો મુકી રહ્યા છે.
- એવું પણ હોઇ શકે કે કેટલાક લોકોના કહેવા પર સુનીલ સિંહ આવા નિવેદનો આપી રહ્યા હોય.
 
ઘોષણાપત્ર જાહેર કરવા નહોતા આવ્યા મુલાયમ
 
- સમાજવાદી પાર્ટીએ જ્યારે રવિવારે તેમનો ઘોષણાપત્ર જાહેર કર્યો ત્યારે ઘણી રાહ જોયા પછી પણ મુલાયમસિંહ આવ્યા ન હતા.
- કાર્યક્રમ સમાપ્ત થયા પછી તેઓ આઝમ ખાન સાથે પાર્ટીની ઑફિસે પહોંચ્યા હતા, જ્યાં તેઓ બહુ વાર સુધી રોકાયા ન હતા.
- મોડી રાતે અખિલેશે એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં મુલાયમ એક ખુરશી પર બેઠા હતા અને પાર્ટીનો મેનિફેસ્ટો તેમના હાથમાં હતો.
- આ ફોટામાં આઝમ ખાન, સીએમ અખિલેશ અને તેમની સાંસદ પત્ની ડિમ્પલ પણ જોવા મળ્યા હતા.
 
મુલાયમની પ્રેસ કોન્ફરન્સ રદ થઇ હતી
 
- ઉલ્લેખનીય છે કે મેનિફેસ્ટો જાહેર થયા પછી મુલાયમ જ્યારે પોતાના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે ત્યાં તેમને મળવા માટે લોકદળના અધ્યક્ષ સુનીલ સિંહ પહોંચ્યા હતા.
- ત્યારબાદ મીડિયામાં મુલાયમની પ્રેસ કોન્ફરન્સની સૂચના આપવામાં આવી, પરંતુ થોડાક સમય પછી તેને રદ કરવામાં આવી.
- આ સાથે મુલાયમે અત્યાર સુધી તેમનો કોઇ પ્રચાર કાર્યક્રમ જાહેર કર્યો નથી અને કોઇ સાર્વજનિક અપીલ પણ કરી નથી.
 
મુલાયમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે આપ્યું હતું આમંત્રણ
 
- લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૌધરી સુનીલ સિંહે સપાના વિવાદની વચ્ચે મુલાયમને લોકદળના અધ્યક્ષ બનવા માટેનું આમંત્રણ આપ્યું હતું.
- સુનીલ સિંહે તે સમયે divysbhaskar.com ને જણાવ્યું હતું કે 1 જાન્યુઆરીએ જ્યારે અખિલેશ અને રામગોપાલે વિશેષ અધિવેશન આયોજિત કર્યું તે જ દિવસે અમરસિંહ સાથે તેમની વાત થઇ હતી.
- ત્યારબાદ તેમણે પહેલ કરીને મુલાયમસિંહ સાથે મુલાકાત કરી. જ્યાં શિવપાલ યાદવ સાથે પણ મુલાકાત થઇ હતી.
- સુનીલે જણાવ્યું હતું કે અમરસિંહની હાજરીમાં ઘણા સેશન્સની મીટિંગ પછી આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય પ્રમાણે જો ચૂંટણીપંચ ચિહ્નને ફ્રીઝ કરે તો મુલાયમ લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે અને તેમનું જૂથ લોકદળથી જ ચૂંટણી લડશે.
- આ માટે લોકદળના વરિષ્ઠ નેતા તૈયાર પણ છે.
 
લોકદળથી થઇ મુલાયમના રાજકીય જીવનની શરૂઆત
 
- મુલાયમના રાજકીય જીવનની શરૂઆત લોકદળથી થઇ હતી.
- મુલાયમને 1982 માં લોકદળના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેઓ પોતાને લોકદળના સંસ્થાપક ચૌધરી ચરણસિંહના સાચા વારસ પણ કહી ચૂક્યા છે.
- 1985 માં મુલાયમે યુપીમાં લોકદળને 85 બેઠકો પર જીત પણ અપાવી હતી. ત્યારબાદ જ તેમને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lokdal president says Mulayam is under house arrest by Akhilesh
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended