Home »National News »Latest News »National» Wife Of Bsf Constable Tej Bahadur Yadav Said His Retirement Was Also Cancelled Within One Hour

મારા પતિની રિટાયરમેન્ટ અરજી રદ કરી ધરપકડ કરાઇ: BSF જવાનના પત્ની

divyabhaskar.com | Feb 02, 2017, 13:38 PM IST

  • BSF જવાન તેજ બહાદુર યાદવ પત્ની શર્મિલા સાથે (ફાઈલ)
મહેંદ્રગઢ. બીએસએફમાં હલકી ગુણવત્તાના ભોજનની ફરિયાદ કરનારા જવાન તેજ બહાદુર યાદવની પત્નીએ આજે જણાવ્યું હતું કે, મારા પતિને ડરાવીને ટોર્ચર કરવામાં આવી રહ્યો છે. અમે તેની 31 તારીખથી રાહ જોઈ રહ્યા છીએ પરંતુ હજુ સુધી આવ્યા નથી. તેને રિટાયર અંગે પણ પૂછવામાં આવ્યું હતું. તેની રિટાયરમેન્ટ કેન્સલ કરીને ધરપકડ કરવામાં આવી છે. બીજી બાજુ બીએસએફ સૂત્રોના જણાવ્યા મુજબ તેજ બહાદુરની ધરપકડ કરવામાં આવી નથી. બીએસફ જવાન તેજ બહાદુરની VRS અરજી કેન્સલ કરી દેવામાં આવી છે. બીએસએફના કહેવા મુજબ જ્યાં સુધી તપાસ પૂરી ન થઈ જાય ત્યાં સુધી તે બીએસએફ છોડી શકે નહીં.
 
તેજ બહાદુરની પત્નીએ શું કહ્યું
 
- બીએસએફ દ્વારા આપવામાં આવતા હલકી ગુણવત્તાના ભોજનનો વીડિયો અને બાદમાં ઓડિયા વાયરલ કરનારાં જવાન તેજ બહાદુર યાદવની પત્ની શર્મિલાએ કહ્યું હતું કે, અમે તેની 31 તારીખથી રાહ જોઈ રહ્યા છીએ પરંતુ હજુ સુધી આવ્યા નથી.
- તેમને રિટાયર થવાનું કહીને બોલાવવામાં આવ્યા હતા. તેમની રિટાયર માત્ર એક કલાકમાં જ કેન્સલ કરી દેવામાં આવી હોવાનું શર્મિલાએ કહ્યું હતું.
- બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી.
 
બીએસએફે શું કહ્યું
 
- બીએસએફ સૂત્રોના જણાવ્યા મુજબ તેજ બહાદુરની ધરપકડ કરવામાં આવી નથી.
- તપાસમાં તે દોષી જણાયો છે. તેની સામે શિસ્તના પગલાં લેવાની ભલામણ થઈ છે પરંતુ હજુ સુધી મંજૂરી મળી નથી.
- બીએસફ જવાન તેજ બહાદુરની VRS અરજી કેન્સલ કરી દેવામાં આવી છે.
- બીએસએફના કહેવા મુજબ, આ તપાસ પ્રક્રિયાનો મહત્વનો હિસ્સો છે. આ કારણે તેને હાલ વીઆરએસ  આપી શકાય નહીં. જ્યાં સુધી તપાસ પૂરી ન થઈ જાય ત્યાં સુધી તે બીએસએફ છોડી નહીં શકે.
- બીએસએફ વતી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે ક અરજી પર ફેંસલાની જાણકારી 30 જાન્યુઆરીએ આપવામાં આવી હતી.
 
ફ્રિડમ ફાઈટરના ફેમિલીમાંથી આવે છે તેજ બહાદુર
 
- મહેંદ્રગઢના રાતાકલાં ગામના રહેવાસી તેજબહાદુરના પિતા શેર સિંહે જણાવ્યું કે તેઓ ફ્રિડમ ફાઈટર ફેમિલીમાંથી આવે છે. તેમના પિતા ઈશ્વર સિંહ આઝાદ સુભાષ ચંદ્ર બોસ સાથે રહેતા હતા. હરિયાણા સરકારે તેમને તામ્ર પત્ર આપીને સન્માનિત કર્યા હતા.
- શેર સિંહે કહ્યું, તેજ બહાદુર પણ દાદાની જેમ અધિકારોની વાત કરતો હતો. તે ફોર્સમાં પણ જ્યારે અધિકારોની વાત ઉઠાવે છે ત્યારે તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. દીકરો કહેતો હતો કે સરકાર ખાવાનું તો આપે છે પરંતુ અધિકાર ખાઈ જાય છે.
- શેર સિંહને 5 દીકરા છે. તેમાંથી સુભાષ ચંદ ગુજરાત પોલીસમાં, ભીમ સિંહ બીએસએફમાં, કૃષ્ણ દીપ અને હનુમાન ખેતી કરે છે. તેજ બહાદુર સૌથી નાનો છે.
- હનુમાને કહ્યું કે જયારે છેલ્લીવાર તે ગામમાં આવ્યો ત્યારે પણ ખાવાનું સારું મળતું ન હોવાની ફરિયાદ કરી હતી.
 
અગાઉ શર્મિલાએ કહ્યું હતું પોસ્ટિંગ ગમે ત્યાં કરી દો, પરંતુ હેરાન ન કરો
 
- તેજ બહાદુરની પત્ની શર્મિલા રેવાડીની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેનો દીકરો રોહિત આઈઆઈટીની તૈયારી કરી રહ્યો છે.
- શર્મિલાએ અગાઉ કહ્યું હતું કે તેના પતિનું ગમે ત્યાં પોસ્ટિંગ કરી દેવામાં આવે પરંતુ હેરાન ન કરવામાં આવે.
- તેણીએ કહ્યું હતું, તેમણે માત્રા સારું ભોજન અને રોટલી માંગી હતી. તેમણે જે કર્યું તે યોગ્ય જ છે. તેમની મગજની સ્થિતિ બરાબર નથી, આ વાત સાચી નથી.
- દીકરા રોહિતે કહ્યું, જો મારા પિતા આમ ન  કરત તો કેવી રીતે ખબર પડત કે જવાનો સાથે શું થઈ રહ્યું છે? અમે આની યોગ્ય તપાસ થાય તેમ ઈચ્છીએ છીએ.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, બીએસએફ જવાને વીડિયો પોસ્ટ કરીને શું કહ્યું હતું...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Wife of bsf constable tej bahadur yadav said his retirement was also cancelled within one hour
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended