Home »National News »Desh» Grand Father And Grand Daughter Are Only Living Members Of Family After Accident

એકસાથે થયા બે પરિવારના 5 લોકોના અંતિમ સંસ્કાર, બેભાન થયા સંબંધીઓ

divyabhaskar.com | May 16, 2017, 00:06 AM IST

  • લોકોએ ઘણી મુશ્કેલી બાદ પરિવારમાં બચેલા વડીલ થકી તેમના પુત્રો અને અન્ય પરિવારજનોના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.
ફગવાડા/લુઘિયાણાઃ ફગવાડા-હોશિયારપુર રોડ પર થયેલા અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં 2 પરિવારના 2 બાળકો સહિત કુલ 5 લોકોના મોત થયા હતા. બંને પરિવાર માં ચિતાપૂર્ણીના દર્શન કર્યા બાદ પરત ફર્યા હતા. લોકોએ ઘણી મુશ્કેલી બાદ પરિવારમાં બચેલા વડીલ થકી તેમના પુત્રો અને અન્ય પરિવારજનોના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા. ઘરેથી નીકળેલી અંતિમયાત્રામાં સંબંધી મહિલાઓ એકસાથે 5 અર્થીઓ જોઈ બેભાન થઈ હતી.
 
પરિવારમાં હવે માત્ર દાદા અને 8 મહિનાની પૌત્રી બચી...

- પરિવારમાં દાદા રાજપાલ જ બચ્યા છે. તેમણે રડતા-રડતા કહ્યું કે, જેમને બાળપણમાં વહાલ કર્યું તેમને જ ચિતાને આજે અગ્નિદાહ આપી આવ્યો.
- રાજપાલ પાસે પરિવારમાં હવે પુત્ર વિકાસની 8 મહિનાની એક બાળકી શિવિકા જ રહી ગઈ છે. શિવિકાનો અકસ્માતમાં ચમત્કારિક રીતે બચાવ થયો હતો. 
- ચિંતપૂર્ણી મંદિરથી દર્શન કર્યા બાદ તમામ ક્વિડ કારથી પરત ફરી રહ્યાં હતા. હોશિયાપુર રોડ ખુસરપુરા પાસે પહોંચતા જ લુધિયાણાથી આવી રહેલો ટ્રક તેમની કાર સાથે ટકરાયો હતો.
- કારમાં સવાર વિકાસ (35), તેની પત્ની શિખા (30), સુરિંદર બજાજની પત્ની રીના (32), પુત્ર રાઘવ (10), પુત્ર માનવ (10)નું ઘટના સ્થળે જ મોત થયું હતું.
 
તસવીરોઃવિજય, લુધિયાણા
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો........................)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Grand Father And Grand Daughter Are Only Living Members Of Family After accident
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended