Home »National News »Latest News »National» Rahul Akhilesh Rajnath Singh Uma Bharti To Address Rally For 1st Phase

UP ચૂંટણીઃ પ્રથમ તબક્કાના પ્રચાર માટે છેલ્લો દિવસ, રેલીઓનો રહેશે ધમધમાટ

divyabhaskar.com | Feb 09, 2017, 10:44 AM IST

  • ચૂંટણી સભાને સંબોધતા રાહુલ ગાંધી. ફાઈલ
લખનઉ. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં  પશ્ચિમ ઉત્તર પ્રદેશના 15 જિલ્લાની 73 સીટો માટે પ્રચાર પડઘમ આજે સાંજથી બંધ થઈ જશે. આ સીટો પર 11 ફેબ્રુઆરીએ વોટિંગ થવાનું છે અને આ માટે તમામ પાર્ટીઓ આજે જોરદાર રેલી કરશે.
 
કોણ ક્યાં કરશે રેલી
 
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે અલીગઢમાં રેલી કરશે. હાથરસમાં અખિલેશ યાદવ અને રાજનાથ સિંહની રેલી છે. ઉમા ભારતી મેનપુરીમાં અને યોગી આદિત્યનાથ શાહજહાંપુર તથા જલાલાબાદમાં વોટરોને બીજેપી માટે મતદાન કરવાની અપીલ સાથે સભા સંબોધશે. આ ઉપરાંત કાનપુરમાં અખિલેશ યાદવ તથા રાહુલ ગાંધીને સંયુક્ત રેલીની યોજના છે. જેમાં ડિમ્પલ યાદવ અને જયા બચ્ચન સામેલ થઈ શકે છે.
 
મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારમાં રમખાણની અસર
 
મુસ્લિમ બહુમતિવાળો આ વિસ્તાર રમખાણનો સામનો કરી ચૂક્યો છે. ત્રણ વર્ષ પહેલાં મુઝફ્ફરનગર અને શામલી વિસ્તારમાં થયેલા રમખાણોની અસર 2014 લોકસભા ચૂંટણીમાં જોવા મળી હતી. 2012 વિધાનસભા ચૂંટણીમાં 73 સીટમાંથી 11 સીટ ભાજપે જીતી હતી.
 
SCAMના પોત-પોતાના અર્થ
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  SCAM અર્થાત S-સપા, C-કોંગ્રેસ, A-અખિલેશ અને M-માયાવતીથી મુક્ત કરાવવાની અપીલ કરીને મતદાતાઓને બીજેપીના વિકાસના એજન્ડા માટે વોટ આપવાની અપીલ કરી હતી. વડાપ્રધાનના સ્કેમ મુદ્દે વળતો પ્રહાર કરતા  સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે કહ્યું કે સ્કેમનો અસલી અર્થ સેવ ધ કન્ટ્રી ફ્રોમ અમિત શાહ એન્ડ મોદી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ તેમની રીતે સ્કેમનો અર્થ કરતાં કહ્યું કે એસ અર્થાત સર્વિસ (સેવા), સી અર્થાત કરેજ (સાહસ), એ અર્થાત એબિલિટી (યોગ્યતા) અને એમ અર્થાત માડેસ્ટી (વિનમ્રતા).
 
2.5 કરોડ મતદાતા કરશે ઉમેદવારોના ભાવિનો ફેંસલો
 
ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં પશ્ચિમ ઉત્તર પ્રદેશની 73 સીટો માટે 2.5 કરોડ મતદાતા છે. જેમાંથી 1.17 કરોડ મહિલાઓ છે. યુવા વર્ગમાં 18 થી 19 વર્ષ વચ્ચેના મતદાતાઓની સંખ્યા 24 લાખથી વધારે છે.
 
આગળની સ્લાઈડ્સમાં ઈન્ફોગ્રાફિક્સ દ્વારા જાણો યુપી પ્રથમ તબક્કાનું ચૂંટણી ચિત્ર...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Rahul akhilesh rajnath singh uma bharti to address rally for 1st phase
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext