Home »National News »Latest News »National» Sonia Gandhi, Mamta And Mayavati Will Attend This Rally

BJP, RSS સાંભળી લે, લાલુ તેમને દિલ્હીની સત્તા પરથી હટાવશેઃ લાલુ

divyabhaskar.com | May 19, 2017, 13:22 PM IST

  • પટણાની રેલીમાં પાંચ લાખ લોકો સામેલ થવાની શક્યતા
નવી દિલ્હી: આરોપોથી ઘેરાયેલા આરજેડી અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે આજે બીજેપી સમક્ષ આક્રોશ ઠાલવ્યો છે. તેમણે કહ્યું છે કે, બીજેપી સરકાર હવે કદી તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો નહીં કરી શકે. બીજેપીના ઈશારે જ મારા અને મારા પરિવારને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મોદી પર પ્રહાર કરતા લાલુએ કહ્યું છે કે, મોદી સરકાર જુઠ્ઠું બોલવામાં હોશિયાર છે. અમે 27 ઓગસ્ટે પટનામાં રેલી કરીશું. આ 'રેલી મોદી ભગાઓ, દેશ બચાઓ' રેલી હશે. આ ઉપરાંત તેમણે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા બીજેપી અને આરએસએસને પડકાર ફેંકતા કહ્યું છે કે, તેઓ દિલ્હીમાં તેમની સીટ હલાવી દેશે.
 
રેલીમાં 5 લાખ લોકો સામેલ થવાની શક્યતા
 
કોંગ્રેસ અધ્યશ્ર સોનિયા ગાંધીએ કહ્યું છે કે, તેઓ પટનામાં આયોજિત આ રેલીમાં સામેલ થશે. જ્યારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ પણ આ રેલીમાં આવવા માટે સહમતી આપી છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે હવે બસપા સુપ્રીમો માયાવતીએ પણ આ રેલીમાં હાજર રહેવાનું આમંત્રણ સ્વીકારી લીધુ છે. જોકે આ રેલી માટે હજુ લાલુએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો સંપર્ક કર્યો નથી. જ્યારે બિહારના સીએમ નીતીશ કુમારે પણ આ રેલીનું જાહેરમાં સમર્થન કર્યું નથી. 
 
BJPએ કહ્યું- 'ત્યારે તો તમે જેલમાં હશો'

લાલુની રેલી વિશે બીજેપીના અગ્રણી નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું છે કે, આ રેલીની યોજના નિશ્ચિત નથી. આ એક અપરિપકવ રેલી છે. તેમનું કહેવું છે કે, આ રેલી 27 ઓગસ્ટે રાખવામાં આવી છે અને ત્યાં સુધી તો લાલુ જેલમાં હશે. 
 
લાલુના 22 ઠેકાણે ITની રેડ
 
નોંધનીય છે કે બુધવારે બેનામી સંપત્તિ મુદ્દે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJD નેતા લાલુ પ્રસાદ યાદવના દિલ્હી-એનસીઆરમાં આવેલા 22 સ્થળો પર ઈન્કમ ટેક્સે રેડ કરી હતી. લાલુ પર 1000 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ હોવાનો આરોપ છે. આ અંગે પ્રતિક્રિયા આપતા લાલુએ જણાવ્યું હતું કે, 'લાલુ પ્રસાદ નમવાનો કે ડરવાનો નથી. જ્યાં સુધી છેલ્લા શ્વાસ ચાલશે ત્યાં સુધી લડતો રહીશ'.
 
લાલુને અવાજ દબાવશો તો દેશમાં અનેક લાલુ ઉભા થશે
 
ઈન્કમ ટેક્સના દરોડા બાદ પ્રતિક્રિયા આપતા લાલુએ કહ્યું હતું કે, ‘બીજેપીને નવા એલાયન્સ પાર્ટનરના અભિનંદન. લાલુ પ્રસાદ નમવાનો કે ડરવાનો નથી. જ્યાં સુધી છેલ્લા શ્વાસ ચાલશે ત્યાં સુધી લડતો રહીશ. લાલુનો અવાજ દબાવી શકાય તેટલી બીજેપીમાં હિંમત નથી. લાલુના અવાજને દબાવશો તો દેશભરમાં કરોડો લાલુ ઉભા થઈ જશે.’
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sonia Gandhi, Mamta and Mayavati will attend this Rally
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended