Home »National News »Photo Feature» Mother Want To Live With Her Ex-Boyfriend Who Was Met Her Again On Facebook

ફેસબુક પર પૂર્વ પ્રેમી મળ્યો, સાથે રહેવા પાણીમાં ડુબાડી કરી પુત્રીની હત્યા

Pramod Sahu | Jan 29, 2017, 00:09 AM IST

  • પોલીસકર્મીઓ સાથે મોઢુ ઢાંકીને ઊભી આરોપી મહિલા. ઈનસેટ તસવીરમાં મૃતક બાળકી.
રાયપુરઃઅહીંના હોહાંવ બજરંગ નગરમાં અમુક દિવસ પહેલા થયેલી 4 વર્ષીય બાળકીની હત્યાનો ભેદ ઉકેલાય ગયો છે. બાળકીની માતાએ જ પાણીની ટાંકી ડુબાડી તેની હત્યા કરી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર મહિલા અને તેના પૂર્વ પ્રેમી વચ્ચે બાળકી વિઘ્ન બની રહી હતી, જેથી તેની હત્યા કરવામાં આવી હતી.
 
લગ્ન પહેલા હતું અફેર, હવે ફરી મળ્યો પૂર્વ પ્રેમી...

- આરોપી લક્ષ્મી મહારનું દુર્ગા રાની તરાઈમાં રહેનારા યુવક સાથે લગ્ન પહેલાથી અફેર હતું.
- આ સમયે પરિવારજનોને જાણ થઈ જવાથી લક્ષ્મીના લગ્ન ગોગાંવ બજરંગ નગરમાં ભોલારામ સાથે કરી દેવામાં આવ્યા હતા.
- લગ્ન 7 વર્ષ પહેલા થયા હતા. લક્ષ્મીને હર્ષિકા રૂપે એક પુત્રી છે.
- આ સમયે 6 મહિના પહેલા ફેસબુક પર લક્ષ્મીનો સંપર્ક પૂર્વ પ્રેમી સાથે થયો હતો.
- લક્ષ્મીએ જણાવ્યું કે, પ્રેમી ફરી તેની સાથે રહેવા તૈયાર થયો હતો, જોકે બાળકીના કારણે આમ કરવું મુશ્કેલ હતું.
- 22 જાન્યુઆરીની રાતે પરિવારજનોના સુઈ ગયા બાદ લક્ષ્મીએ હર્ષિકાને ટેરેસ પર આવેલી ટાંકીમાં નાંખી દીધી હતી.
- માતા હોવાછતાં લક્ષ્મીએ પુત્રીને ઠંડા પાણીની ટાંકીમાં ડૂબાડી અને પછી નીચે આવી સુઈ ગઈ હતી. 
- બીજા દિવસે પરિવારજનોએ શોધખોળ હાથ ધરી ત્યારે પાડોશીએ ટાંકીનું ઢાંકળું ખુલ્લુ જોઈ શંકા વ્યક્ત કરી હતી. જે સાચી ઠરી હતી.
- મહિલાએ પોલીસ સામે કબુલ્યું હતું કે, બાળકીના મોત બાદ તે ફરી ચેક કરવા ટાંકી પાસે ગઈ હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.............................................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mother Want To live With Her Ex-Boyfriend Who Was Met Her Again On Facebook
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended