Home »National News »Photo Feature» Trolley Was Left Alone By Workers On Track Of Koderma Barkakana Passenger Train

ડ્રાઈવરની ટ્રેક પર નજર પડતા ગઈ શંકા, ટ્રેન રોકતા ટળી ગઈ મોટી દુર્ઘટના

divyabhaskar.com | Feb 17, 2017, 11:08 AM IST

  • કોડરમા-બરકાકાના પેસેન્જર ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થતા થતા બચી હતી.
કોડરમાઃઅહીં ચરહી અને બેઝ રેલવે સ્ટેશન વચ્ચે કોડરમા-બરકાકાના પેસેન્જર ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થતા થતા બચી હતી. ટ્રેન રોકી લોકો પાયલોટે ટ્રેક પર કંઈ રાખ્યું હોવાની શંકાએ નીચે ઉતરી જોયું તો તેના હોશ ઊડી ગયા હતા. ટ્રેક પર એક ટ્રોલી મુકવામાં આવી હતી. જો ટ્રેન ટ્રોલીથી ટકરાતી તો દુર્ઘટના થઈ શક્તી હતી. 
 
ડ્રાઈવરની સૂજબૂજે બચાવ્યાં પેસેન્જર્સના જીવ..

- લોકો પાયલટે એકે વિદ્યાર્થીના જણાવ્યાં અનુસાર, સવારે તેઓ કોડરમા-બરકાકાના પેસેન્જર ટ્રેન લઈ જઈ રહ્યાં હતા.
- આ ટ્રેન ચરહી અને બેઝ સ્ટેશન વચ્ચે પહોંચી ત્યારે તેમને ટ્રેક પર કંઈ મુકેલુ હોવાની શંકા થઈ.
- તેમણે ઈમરજન્સી બ્રેક લગાવી તાત્કાલિક ટ્રેન રોકી અને નીચે ઉતરી ટ્રેક પર જોવા ગયા.
- રેલવે ટ્રેક પર કોઈએ ટ્રોલી મુકી દીધી હતી. લોકો પાયલટે અમુક મુસાફરોની મદદથી ટ્રોલીને ટ્રેક પરથી ઉતારી અને પછી ટ્રેન આગળ ધપાવી હતી.
- એવું માનવામાં આવી રહ્યું કે, રેલખંડ પર કંસ્ટ્રક્શનનું કંઈ કામ ચાલી રહ્યું છે. બની શકે છે કે કોઈ મજૂર ટ્રોલીથી સામાન લાવવા-લઈ જવાનું કામ કર્યા બાદ ટ્રોલીને ટ્રેક પર મુકી દીધી હોય.
- જ્યાં ટ્રોલી રાખવામાં આવી હતી તે સ્થળે આસપાસ કોઈ વસ્તી પણ નથી.
 
(આગળની સ્લાઈ઼્ડસમાં જુઓ સંબંધિત તસવીરો....................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Trolley Was Left Alone By Workers On Track Of Koderma Barkakana Passenger Train
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended