Home »National News »Latest News »National» Know Uttar Pradesh Election From Slogans After Independence

લખનઉ: આઝાદી પછીનાં ચૂંટણીનાં સૂત્રો અને વાક્યોથી સમજો ઉત્તર પ્રદેશનું રાજકારણ

Bhasakr News, Lucknow | Jan 19, 2017, 22:54 PM IST

  • લખનઉ: આઝાદી પછીનાં ચૂંટણીનાં સૂત્રો અને વાક્યોથી સમજો ઉત્તર પ્રદેશનું રાજકારણ,  national news in gujarati
લખનઉ:ચૂંટણીની સિઝનમાં નવા-નવા સૂત્રો અને વાક્યોનો ઉપયોગ વધુ થાય છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ, સપા, કોંગ્રેસ અને બસપાએ વિરોધીઓને ઘેરવા માટે નવા સૂત્રો અને વાક્યોની રચના કરી છે. આ વખતે યુપી વિધાનસભા ચૂંટણીમાં ‘કહો દિલ સે, અખિલેશ ફિર સે’, ‘27 સાલ, યુપી બેહાલ’, ‘આને દો બહનજી કો’ અને ‘અબકી ભાર, ભાજપા સરકાર’ જેવી પંચલાઈન ચાલી રહી છે. કાર્યકર્તાઓ પણ તેનો ખુબ જ ઉપયોગ કરી રહ્યા છે. જોકે, ત્રણ-ચાર દાયકા અગાઉ જ્યારે આજની જેમ સોશિયલ મીડિયા ન હતો ત્યારે ચૂંટણીના નારા જ પક્ષનો સૌથી મોટો હથિયાર કહેવાતા હતા. આજે ચૂંટણીના નારાથી સમજીએ યુપીના રાજકીય મુદ્દાઓને....
 
કોંગ્રેસનું પ્રતીક જ્યારે બે બળદની જોડી હતું ત્યારે જનસંઘે નારો આપ્યો
‘જલી ઝોપડી ભાગે બૈલ, યે દેખો દીપક કા ખેલ’

- જનસંઘનું પ્રતીક ‘સળગતો દીવો’ અને કોંગ્રેસનું ‘બે બળદની જોડી’ હતું જનસંઘે સૂત્ર આપ્યું હતું, ‘જલી ઝોપડી ભાગે બૈલ, યે દેખો દીપક કા ખેલ’.
- જવાબમાં કોંગ્રેસે ‘દીપક મેં તેલ નહીં, તેરા મેરા મેલ નહીં’નું સૂત્ર વહેતંુ કર્યું.
- ઈન્દિરા ગાંધીએ જ્યારે રેશનિંગ પ્રથા લાગુ કરી ત્યારે વિપક્ષે સૂત્ર આપ્યું કે, ‘ખા ગઈ શકર, પી ગઈ તેલ, યે દેખો ઈન્દિરા કા ખેલ’.
- હેમવતીનંદન બહુગુણા યુપીના સીએમ બન્યા.વિપક્ષે સૂત્ર આપ્યું, ‘જબ સે આયે બહુગુણા મંહગાઈ બઢ ગઈ સો ગુના’
 
કોંગ્રેસના ભાગલા પડતાં ઈન્દિરાને પંજાનું પ્રતીક મળ્યું, સૂત્ર આપ્યું
‘જાત પર, ન પાત પર, મુહર લગેગી હાથ પર’

- કોંગ્રેસના બે સૂત્રો ચાલ્યા. ‘પૂરે દેશ સે નાતા હૈ, સરકાર ચલાના આતા હૈ’, આધી રોટી ખાયેંગે, કોંગ્રેસ વાપસ લાયેંગે’
- કોંગ્રેસના ભાગલા બાદ ઇન્દિરાને પંજાનું ચિન્હ મળ્યું. નવું સૂત્ર આવ્યું, ‘જાત પર ન પાત પર, મુહર લગેગી હાથ પર’.
- બસની સમસ્યા આવી. સૂત્ર બન્યું ‘બસ તબ આએગી, ઈન્દિરા જબ જાએગી’.
- બોફોર્સ કૌભાંડમાં જ્યારે રાજીવ ગાંધીની સરકાર ગઈ તો 1989માં વી.પી. સિંહ મોટા નેતા બનીને ઉભર્યા. તેમના માટે કહેવાયું, ‘રાજા નહીં ફકીર હૈ, દેશ કી તકદીર હૈ’.
 
90ના દાયકામાં યુપીમાં અયોધ્યા આંદોલન પર ભાજપનો નારો
‘જો જન્મભૂમિ કે કામ ન આએ વો બેકાર જવાની હૈ’

- અયોધ્યામાં જ્યારે આંદોલન શરૂ થયું, ભાજપે સૂત્ર આપ્યું હતું. ‘અબ ભી જિસકા ખૂન ન ખોલે, ખૂન નહીં વો પાની હૈ, જન્મભૂમિ કે કામ ન આએ વો બેકાર જવાની હૈ.
- ‘રામલલ્લા હમ આએંગે, મંદિર વહીં બનાએંગે’ સૂત્રથી ભાજપને સત્તા મળી.
- અટલ યુગનું સૂત્ર, ‘લાલ કિલે પર કમલ નિશાન, માંગ રહા હૈ હિન્દુસ્તાન’
- નવી સદી આવતાં જ પંચલાઈનનો યુગ આવ્યો, જેમ કે, ‘એક હી ચાહત, પહલે ભારત’, ‘રહે જો અપની બાત પર કાયમ, કહો મુલાયમ- કહો મુલાયમ’.
 
આ વખતે ભાજપે સપા અને બસપાને ઘેરવા માટે બનાવ્યા અલગ-અલગ સૂત્રો
2014ની લોકસભા ચૂંટણીમાં

‘અબ કી બાર મોદી સરકાર’ સૂત્ર દ્વારા ભાજપે જોરદાર પ્રચાર કર્યો હતો. હવે, આ વખતે યુપીમાં તેનો નારો છે, ‘અબ કી બાર, ભાજપા સરકાર’.
 
યુપી સરકાર વિરુદ્ધનું સૂત્ર

- ‘ગુંડાગર્દી કે ઠેકેદાર, નહીં ચાહિએ સપા સરકાર’
- ‘ટ્રાન્સફર પોસ્ટિંગમેં કમાયા અપાર, નહીં ચાહિએ સપા સરકાર’
- ‘યુપી કા કિસાન હૈ બદહાલ, ઉખાડ ફેંકો ઐસી નિઠલ્લી સરકાર’
 
માયાવતી વિરુદ્ધ ભાજપનાં સૂત્રો

- ‘ઘોટાલોં કી ભરમાર,નહીં ચાહિએ બીએસપી સરકાર’
-‘ન ગુંડારાજ, ન ભ્રષ્ટાચાર, અબ કી બાર ભાજપા સરકાર’
 ‘પંજા, સાઈકિલ ઔર હાથી, સબ ભ્રષ્ટાચાર કે સાથી. કમલ ખિલાએં, યુપી બચાએં’
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Know Uttar Pradesh election from Slogans after Independence
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext