Home »National News »Photo Feature» Prince Of Abu Dhabi Will Be The Chief Guest Of Republic Day Parade

ઘણા કિલોમીટર દુરથી જ દુશ્મનને ઠાર કરે છે આ જવાનો, સિક્રેટ હોય છે લોકેશન

divyabhaskar.com | Jan 24, 2017, 09:53 AM IST

  • સ્નાઈપર્સ 2-2.5 કિલોમીટર દુર સુધીના અચૂક નિશાન માટે જાણીતા હોય છે.
મુંબઈઃગતવર્ષે પઠાનકોટ એરબેઝ પરના હુમલા દરમિયાન એસપીજી સાથે સ્નાઈપર્સે પણ આતંકવાદીઓ સામે મોરચો સંભાળ્યો હતો. સ્નાઈપર્સ 2-2.5 કિલોમીટર દુર સુધીના અચૂક નિશાન માટે જાણીતા હોય છે. ભારતીય આર્મી, નેવી અને એરફોર્સમાં સ્નાઈપર્સની વિશેષ ટીમો હોય છે. ભારતીય સ્નાઈપર્સ ઘણા શક્તિશાળી દેશોના સ્નાઈપર્સથી કોઈ કક્ષાએ ઓછા પડે એમ નથી. ભારતીય સૈન્યને આગામી સમયમાં ઘણા મોર્ડનાઈઝ હથિયાર મળશે ત્યારે સ્નાઈપર્સની ક્ષમતામાં અનેક ગણો વધારો થશે. 26મી જાન્યુઆરીએ થનારી પ્રજાસત્તાક દિવસની પરેડની સુરક્ષામાં સ્નાઈપર્સને પણ તૈનાત કરવામાં આવ્યા છે.આ વર્ષે અબુધાબીના પ્રિન્સ પ્રજાસત્તાક દિવસની પરેડના ચીફ ગેસ્ટ હશે.
સ્નાઈપર્સ દરેક સ્થિતિમાં પોતાના ઢાળે છે

- સ્નાઈપર્સ શૂટિંગ સ્પેશ્યાલિસ્ટ હોય છે. તેઓેને એક ગન શોટમાં જ દુશ્મનોને ઠાર મારવા તૈયાર કરવામાં આવે છે. 
- સ્નાઈપર્સ એકલા, જોડીમાં કે ટીમ સાથે ઓપરેશનને પાર પાડે છે.
- ભારતીય સ્નાઈપર્સની લોકેશન સિક્રેટ રાખવામાં આવે છે. મોટાભાગે વિશ્વના તમામ દેશો પાસે સ્નાઈપર્સની ટીમ છે.
- એવુ માનવામાં આવે છે કે 1770માં બ્રિટિશ સૈન્યએ સૌથી પહેલા સ્નાઈપર્સની ભરતી કરી હતી.
 
ભારતીય સ્નાઈપર્સ રાખે છે આ વિશેષ ગન

1. Heckler & Koch PSG1ની સ્નાઈપર રાઈફલ ભારતે જર્મની પાસેથી ખરીદી હતી.
2. Mauser SP66ની સ્નાઈપર રાઈફલ પણ ભારતે જર્મની પાસેથી ખરીદી હતી.
3. IMI Galil 7.62 સ્નાઈપર રાઈફલ ભારતે ઈઝરાયેલ પાસેથી ખરીદી હતી.
4. Dragunov SVD59 સ્નાઈપર રાઈફલ ભારતે રશિયા પાસેથી ખરીદી હતી. 
 
સૌથી લાંબા અંતરે દુશ્મનને ઠાર મારવાનો રેકોર્ડ

સ્નાઈપર્સને અન્ય જવાનોની જેમ મશીન ગન અથવા એકે 47 રાઈફલ નથી આપવામાં આવતી. તેઓ પાસે વિશેષ સ્નાઈપર ગન જ હોય છે. બ્રિટિશ આર્મીના ક્રેગ હેરિસનનાં નામે સ્નાઈપર રાઈફલથી સૌથી લાંબા અતંરે દુશ્મનને ઠાર મારવાનો રેકોર્ડ છે.  તેણે 2,475 મિટરના અંતરે અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓને ઠાર માર્યા હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Prince of Abu Dhabi will be the Chief Guest of Republic Day Parade
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended