Home »National News »Latest News »National» Khawar Qureshi Charged 5 Crore To Defend Pak In ICJ, Savle Took Only 1 Re

1 રૂપિયો ફી લઈને સાલ્વે જીત્યા, 7 કરોડ ફી આપી છતા પાકિસ્તાન હાર્યું!

divyabhaskar.com | May 19, 2017, 14:35 PM IST

  • પાકિસ્તાની જજે જાધવ કેસ લડવાના પાંચ કરોડ ચાર્જ લીધો પણ માત્ર 1 રૂપિયો ટોકન ફી લેનારા હરીશ સાલ્વે સામે ટકી ન શક્યા.
નેશનલ ડેસ્ક. કુલભૂષણ જાધવના મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટે ભારતના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો છે. જોકે, પાકિસ્તાને ICJના ચુકાદાને માનવાનો ઇન્કાર કર્યો છે. પરંતુ સુનાવણી દરમિયાન ભારત દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો પાકિસ્તાન પર ભારે પડી છે. એક તરફ ભારતના વકીલ હરીશ સાલ્વેએ કુલભૂષણ જાધવને બચાવવાનું બીડું ઝડપતા માત્ર 1 રૂપિયાની ટોકન ફી લીધી હતી. જેની સામે પાકિસ્તાનના વકીલ ખવાલ કુરેશીએ કોઈ તૈયારી વગર ICJમાં ઉપસ્થિત થયા હતા અને તે પણ સાત કરોડ રૂપિયા ફી વસૂલીને.
 
અમારા વકીલો ભારતના તર્કોનો જવાબ નથી આપી શક્યા
 
ભારતના પૂર્વ સૈનિક કુલભૂષણ જાધવના મોતની સજા રોકવા આંતરરાષ્ટ્રીય અદાલત (આઈસીજે)ના ચુકાદા બાદ પાકિસ્તાનમાં હતાશાનો માહોલ છે. રાજદ્વારીઓથી લઈને સૈન્ય એક્સપર્ટ પણ તેને પોતાની સરકારની નિષ્ફળતા ગણી રહ્યા છે. તેઓ કહે છે કે પાકિસ્તાની વકીલોએ નબળી દલીલો આપી. પાકિસ્તાનના નિવૃત્ત જજ શેખ ઉસ્માનીએ ન્યૂઝ વેબસાઈટ ધ ડોનને કહ્યું કે આઈસીજેનો નિર્ણય ચિંતાજનક છે. તેની પાસે મામલે નિર્ણય આપવાનો અધિકાર નહોતો.
 
40 મિનિટ આડી-અવળી વાતોમાં સમય વેડફ્યો
 
લંડનમાં રહેતા પાક. મૂળના વકીલ રાશિદ આલમે પણ કહ્યું કે પાકિસ્તાન નબળી તૈયારી સાથે આઈસીજેમાં ગયો હતો. તેને પક્ષ રજૂ કરવા 90 મિનિટ મળી તેમ છતાં તેના વકીલ ખાવર કુરૈશી ભારતના તર્કોનો જવાબ આપી શક્યા. તેમણે 40 મિનિટ આડી-અવળી વાતો કરવામાં વેડફી નાખી.
 
સાત કરોડ ફી પેટે ચુકવાયા
 
સૈન્ય વિશ્લેષક જાહિદ હુસૈને કહ્યું કે આઈસીજેના નિર્ણય માટે બંધાયેલા નથી પરંતુ આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ આવા નિર્ણયોથી જવાબદારી તો બની જાય છે. વિપક્ષી દળ પણ નવાઝ શરીફ સામે નિશાનો સાધી રહ્યાં હતાં. પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના નેતા શયરી રહેમાને કહ્યું કે વકીલો પર કરોડો ખર્ચીને પણ સરકારી પોતાની વાત રજૂ કરી શકી. જોકે અમારો પક્ષ મજબૂત છે. ટીવી ચેનલો પર પણ વકીલોની ફીની ચર્ચા થાય છે. કેટલાક વિશેષજ્ઞોએ દાવો કર્યો કે વકીલોની પેનલને સાત કરોડ રૂ. ફી પેટે ચૂકવાયા છે.

સાલ્વેએ શું કહ્યું?

એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતા હરીશ સાલ્વેએ કહ્યું કે, પાકિસ્તાન ફક્ત પાસપોર્ટ અને ફોટો પર જ ભાર આપતું રહ્યું હતું. એમણે એ ન જોયું કે કેસનું મેરિટ શું છે. એક રૂપિયો ફી લેવા પર તેમણે કહ્યું કે એન્વાયરનમેન્ટ જેવા કેસ લડવા માટે પણ હું એક રૂપિયો જ ફી લઉં છું.
 
નવાઝ શરીફની મુશ્કેલી વધી
 
નવાઝ શરીફ પાસે વિદેશ મંત્રાલયનો પણ ચાર્જ છે. વિપક્ષ કહી રહ્યો છે કે જે દિવસે સજ્જન જિંદાલ શરીફને મળવા માટે પહોંચ્યા હતા ત્યારથી જ તેઓ કેસ હારી ગયા હતા. તેઓ જાહેર કેમ નથી કરતા કે જિંદાલ સાથે તેમને શું વાતચીત થઈ હતી. 
  પાકિસ્તાનમાં કેવા પ્રકારના રિએક્શન?
 
- પાકિસ્તાની ICJમાં થયેલી સુનાવણી બાદથી જ મામલાને લઈને ઘણી ચર્ચા થઈ રહી હતી.
- 'દુનિયા ટીવી' પર પાકિસ્તાનના એક પૂર્વ ડિપ્લોમેટે કહ્યું- ભારત આ કેસ પર ત્યારથી કામ કરી રહ્યું હતું જ્યારથી તે પબ્લિક ડોમેનમાં આવ્યું. પરંતુ અમારી પાસે કોઈ તૈયારી નહોતી. ત્રણ-ચાર દિવસમાં પેપર એકત્ર કર્યા અને પહોંચી ગયા ICJ. શું એવું નથી લાગતું કે આપણે તેને મિલિટ્રી કોર્ટમાં સજા સંભળાવીને જ બધું મેળવી લીધું. એવું ન વિચાર્યું કે ભારત સરકાર શું કરી શકે છે?
- આ ડિપ્લોમેટે આગળ કહ્યું- જો સુષમા સ્વરાજ સંસદમાં ઊભા રહીને તેને દેશનો દીકરો કહે છે અને એવું કહે છે કે જાધવને કોઈ પણ કિંમતે બચાવવામાં આવશે તો શું આપણે તેની વાત ન સમજી શક્યા. કે પછી આપણે ખુશ હતા કે ભારત પ્રેશરમાં આવી જશે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, 60 લાખથી1કરોડ ચાર્જ કરતા સાલ્વેએ જાધવને બચાવવા લીધી માત્ર1 રૂપિયો ફી! જાધવ મુદ્દે ICJમાં ફેંસલો સંભળાવનારા જજ રોની અબ્રાહમ કોણ છે?
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Khawar Qureshi charged 5 crore to defend Pak in ICJ, Savle took only 1 Re
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended