Home »National News »Latest News »National» Know About Aparna Yadav And Dimple Yadav

યુપી ચૂંટણીમાં દેરાણી-જેઠાણી: જ્વેલરીથી કાર-બંગલા સુધી, જાણો કોણ છે કોના પર હાવી

Monika Saxena, Lucknow | Feb 02, 2017, 23:28 PM IST

  • યુપી ચૂંટણીમાં દેરાણી-જેઠાણી: જ્વેલરીથી કાર-બંગલા સુધી, જાણો કોણ છે કોના પર હાવી,  national news in gujarati
લખનઉ: મુલાયમ પરિવારની બંને વહુઓ ચૂંટણી મેદાનમાં છે. અપર્ણા મુલાયમસિંહ યાદવના નાના પુત્ર પ્રતિક યાદવની પત્ની છે. મુલાયમના મોટા પુત્ર અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ કન્નોજની સાંસદ છે. બંને આ વખતે ચૂંટણીમાં મહત્ત્વના ચહેરા છે. નાની વહુ અપર્ણા યાદવ લખનઉ કેન્ટથી ભાજપનાં રીટા બહુગુણાને ટક્કર આપી રહી છે ત્યારે જેઠાણી ડિંપલ સપાના કેન્પેનમાં લાગેલી છે.
 
દેરાણી-જેઠાણી વચ્ચે જ્વેલરીથી માંડીને આવક સુધીની હરિફાઈ જોવા મળતી હોય છે. મોટી વહુ ડિંપલ 5 વર્ષના પોલિટિકલ કરિયર બાદ પણ અપર્ણાથી ઘણી બાબતોમાં પાછળ છે. કુલ સંપત્તિમાં તો ડિમ્પલ હાવી છે પણ મહિલાઓની પહેલી પસંદગી જ્વેલરીમાં અપર્ણા બાજી મારી ગઈ છે.તેની સંપત્તિની વાત કરીએ તો તેમના પતિઓના ખાતાનો પણ ઉલ્લેખ થઈ જ જાય છે. તેમના પૈસા અને મિલકત પર એક રિપોર્ટ.
 
અપર્ણા  યાદવ
 
- અપર્ણા યાદવ પહેલી વખત ચૂંટણી લડી રહી છે.
- અપર્ણા યાદવે 2017ના યુપી ચૂંટણી માટે આપેલા સોગંધનામામાં રૂ. 1.88 કરોડની જ્વેલરી દર્શાવી છે.
- અપર્ણાની જ્વેલરી ડિંપલથી ત્રણ ગણી વધુ છે.
- પોતાના 2 ખેતર છે, જે 12.5 લાખ રૂપિયા છે. 2015-16માં મહોબામાં ખરીદ્યાં હતાં. પતિ પાસે 45 લાખના 2 ખેતર છે.
- 3.41 કરોડ જે 6 કંપનીઓમાં છે. પતિ પ્રતીકે મ્યૂચ્યુઅલ ફંડ્સ અને શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. 2 લાખ રૂપિયા બાવરી ફાઉન્ડેશનમાં છે.
- 5.8 કરોડ 5 બેન્ક ખાતામાં, બેન્ક ઓફ બરોડામાં 22 લાખની એફડી છે અને 33 લાખ બચત છે. પતિના ખાતામાં 4.58 કરોડ.
- લેમ્બોર્ગિની (5.2 કરોડ), અપર્ણાએ પતિની કાર સોગંધનામામાં બતાવી છે. 5.25 કરોડની આ કાર પ્રતીકે ડિસેમ્બર 2016માં ખરીદી હતી.
- વાર્ષિક આવક 30 લાખ (2015-16)
- કુલ સંપત્તિ 23 કરોડ
- 56 કરોડની કોમર્શિયલ બિલ્ડિંગ, અપર્ણાની પોતાની કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ નથી. તેણે પતિની બે બેલ્ડિંગની વિગતો ર્દશાવી છે. એકની કિંમત 2.5 કરોડ છે, બીજી અંડર કેન્સ્ટ્રક્શન છે જેની  કિંમત 3.1 કરોડ છે.
10 લાખ રૂપિયાનો બંગલો, પ્રતીક યાદવનો મહાત્મા ગાંધી માર્ગ પર 10 લાખ રૂપિયાનો બંગલો છે.
 
ડિંપલ યાદવ
 
- ડિંપલે પહેલી વખત 2012માં ચૂંટણી લડી હતી.
- ડિંપલે 2014ની લોકસભા ચૂંટણી માટે આપેલા સોગંધનામામાં રૂ. 1.88 કરોડની જ્વેલરી દર્શાવી હતી.
- ડિંપલ પ્રોર્પટીની બાબતમાં અપર્ણાથી આગળ છે.
- ડિંપલ પાસે પોતાનું ખેતર નથી. સોગંધનામા મુજહ પતિ અખિલેશના ખેતર દર્શાવાયાં છે.  અખિલેશના ઈચાવામાં 7.9 કરોડના ખેતર છે.
- 4.4 લાખ શેરમાં  રોકાણ કર્યું છે. અનુરાગ ઓટોના 40 લાખ 40 હજાર શેર છે. પતિની પાસે આ જ કંપનીના 2.62 લાખના શેર છે.
- 2.4 કરોડ, 12 બેન્ક ખાતા, 41 લાખ આઈસીઆઈસીઆઈમાં જમા.અખિલેશના દસ ખાતાં છે જેમાં અફડી અણ્ને બચત છે.
- પજેરો (20 લાખ), ડિંપલે સોગંધનામામાં માત્ર એક પજેરો કાર દર્શાવી છે. જેની કિંમત 20 લાખ રૂપિયા છે. જે તેના પતિના નામે છે.
- વાર્ષિક આવક 24 લાખ (2012-13)
- કુલ સંપત્તિ 28 કરોડ
- 6.8 કરોડની કોર્મશિયલ બિલ્ડિંગ, ડિંપલે પતિ સાથે ભાગીદારીમાં ડિસેમ્બર 1999માં લખનઉના દિલકુશા એમજી રોડ પર બિલ્ડિંગ ખરીદી હતી. 2014ના સોગંધનામામાં તેની કુલ કિંમત 6.8 કરોડ દર્શાવાઈ હતી.
6.9 કરોડનો બંગલો, ડિંપલે અખિલ્શ સાથે 2005માં લખનઉમાં વિક્રમાદિત્ય માર્ગ પર 6.9 કરોડનો બંગલો ખરીદ્યો હતો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Know About Aparna yadav and Dimple yadav
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext