Home »National News »Latest News »National» King Of Bhadavar Had Done Defection 6 Times

સોગઠાબાજી: કોઈએ છ વખત પક્ષપલટો કર્યો તો ક્યાંક રાજા-રાણી અને રાજકુમાર પણ મેદાનમાં

Bhaskar News Network, Lucknow | Jan 22, 2017, 22:56 PM IST

  • સોગઠાબાજી: કોઈએ છ વખત પક્ષપલટો કર્યો તો ક્યાંક રાજા-રાણી અને રાજકુમાર પણ મેદાનમાં,  national news in gujarati
લખનઉ:ઉ.પ્ર.માં રજવાડા અને રાજકારણની જુગલબંદી ઘણી જૂની છે. એક સમયે અલાહાબાદ અને પ્રતાપગઢના રજવાડામાં થઈ દેશને વડા પ્રધાન, વિદેશમંત્રી અને રાજ્યપાલ સુધી મળ્યા છે. માંડા રજવાડાના વી.પી. સિંહ દેશના વડા પ્રધાન બન્યા હતા. રાજા ભૈયાના દાદા અને સ્વતંત્રતા સેનાની રાજા બજરંગ બહાદુર સિંહ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બન્યા. વર્તમાન ચૂંટણીમાં પણ રાજ ઘરાણાનો રાજકારણ પ્રત્યેનો પ્રેમ યથાવત છે. આગરાના ભદાવરના રાજા 6 વખત પક્ષપલટો કરીને ધારાસભ્ય-મંત્રી રહી ચૂક્યા છે. જ્યારે અમેઠી રાજ પરિવારના બે સભ્ય અલગ-અલગ મોટા પક્ષમાંથી ટિકિટ મેળવીને વિધાનસભામાં પહોંચવાની તૈયારી કરી રહ્યા છે...
 
અમેઠી રાજ પરિવાર : માતા-પિતા કોંગ્રેસમાં, પુત્ર ભાજપની ટિકિટ લઈને ચૂંટણી લડવાની તૈયારીમાં

અમેઠી રાજપરિવાર આ વખત ચૂંટણીમાં કુંવર રાઘવેન્દ્ર પ્રતાપ સિંહને મેદાનમાં ઉતારવા તૈયાર છે. જોકે, હજુ તેમની ટિકિટ ફાઈનલ થઈ નથી, પરંતુ ભાજપ તેમને ટિકિટ આપશે. રાઘવેન્દ્રના પિતા સંજય સિંહ કોંગ્રેસમાં છે અને રાજ્યસભાના સભ્ય છે. સંજયનાં બીજા પત્ની અમીતા સિંહ કોંગ્રેસની ટિકિટપર લખનઉ કેન્ટમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. રાણી અમિતા સિંહ આગઉ પણ 2002, 2004 અને 2007માં ધારાસભ્ય રહી ચૂક્યા છે.
 
આગરાનો ભદાવર રાજ પરિવાર : 6 વખત પક્ષ બદલીને ધારાસભ્ય અને મંત્રી બન્યા, ફરી એ જ માર્ગે

આગરાના ભદાવર રાજ પરિવારના મહેન્દ્ર અરિદમન સિંહ ત્રણ વખત જનતા દળ અને બે વખત ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. છેલ્લે સપાની ટિકિટ પર જીતીને આવ્યા અને અખિલેશ યાદવ સરકારમાં મંત્રી રહ્યા. તાજેતરમાં સપા છોડીને ભાજપમાં જોડાયા છે. રાજા અરદિમન સિંહ ઉપરાંત પત્ની પક્ષાલિકા સિંહ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. અરિદમન પોતાની અગાઉની સીટ પત્નીને આપીને બીજી સીટ પર ચૂંટણી લડી રહ્યા છે.
 
પ્રતાપગઢ રાજ પરિવાર : રાજા ભૈયા દરેક સરકારમાં રાજા રહ્યા, આ વખતે સપા-ભાજપમાં જશે!

પ્રતાપગઢ રાજ પરિવારની કુંડા સીટ પરથી રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા 1993થી 2012 સુધી અપક્ષ જીતીને મંત્રી બનતા રહ્યા છે. પછી તે કલ્યાણ સિંહ, રાજનાથ સિંહ કે રામ પ્રકાશ ગુપ્તાના નેતૃત્વવાળી ભાજપની સરકાર હોય કે મુલાયમ-અખિલેશની સમાજવાદી સરકાર. જોકે, માયાવતી સરકાર દરમિયાન તેમને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું છે. અત્યારે તેઓ સપા અથવા ભાજપમાં જોડાય એવી શક્યતા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: King of Bhadavar had done Defection 6 times
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended