Home »National News »Photo Feature» Police Arrested One Accused Other One Is Still Out Of Reach

સૈન્ય જવાનની બહેનનું અપહરણ કર્યા બાદ ગેંગરેપ, MMS બનાવી આપી ધમકી

divyabhaskar.com | Jan 30, 2017, 12:42 PM IST

  • પીડિતા જમ્મુ-કાશ્મીરમાં તૈનાત એક સૈન્ય જવાનની બહેન છે.
ગોરખપુરઃ આધારકાર્ડ બનાવડાવી ઘરે પરત ફરી રહેલી સગીરાનું બે યુવકોએ અપહરણ કર્યું હતું. મારી નાંખવાની ધમકી આપી એક બગીચામાં સગીરા પર ગેંગરેપ કર્યો. આરોપીઓએ આ ગેંગરેપનો MMS પણ બનાવ્યો હતો. બંનેએ પીડિતાને મારી નાંખવાનીઅને કોઈને કંઈપણ કહેવા પર MMS વાયરલ કરી દેવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. પીડિતા જમ્મુ-કાશ્મીરમાં તૈનાત એક સૈન્ય જવાનની બહેન છે. પોલીસે બંને આરોપીઓમાંથી એકની ધરપકડ કરી લીધી છે. 
ગળું દાબી મારી નાંખવાનો કર્યો હતો પ્રયાસ...

- પીડિતા 9માં ધોરણની સ્ટુડન્ટ છે. તે આધારકાર્ડ બનાવડાવી ઘરે પરત ફરી રહી હતી.
- ગામ પાસે પહોંચી ત્યારે જ બે યુવકોએ તેનું અપહરણ કર્યું હતું અને એક વેરાન બગીચામાં લઈ ગયા હતા.
- ગેંગરેપ કરતા સમયે આરોપીઓએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. 
- પીડિતાએ જણાવ્યું કે, આરોપીઓએ ગળું દાબી તેની હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે પછી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.
- આ મામલો બહાર આવ્યા બાદ આરોપીઓના સંબંધીઓએ કેસ દબાવવા સમાધાનનો પ્રયાસ કર્યો હતો.
- પીડિતાની માતાએ સમાધાનનો ઈન્કાર કરી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.
- પોલીસે આ મામલે મહદેઈયા ગામના રામપાલ અને તેના એક સાથી વિરુદ્ધ ધારા 363, 376 બી, 504, 506 આઈપીસી અને પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે.
- પોલીસે રામપાલની ધરપકડ કરી લીધી છે, જોકે તેનો સાથી આરોપી હાલ ફરાર છે.
- પોલીસે પીડિતાનું મેડિકલ કરાવ્યા બાદ MMS પ્રકરણની પણ તપાસ હાથ ધરી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..................................................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Police Arrested One Accused Other One is Still Out Of reach
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended