Home »National News »Latest News »National» Kejriwal Attacks On Modi Via Tweet For Sisodiyas Cbi Probe

મોદીજી, લાંચ તમે લો અને કેસ અમારા પરઃ CBI તપાસ પર બોલ્યાં કેજરીવાલ

divyabhaskar.com | Jan 19, 2017, 16:06 PM IST

  • કેજરીવાલના ટોક ટૂ AK કેમ્પેઈનમાં ગોટાળાની ફરિયાદ કરવામાં આવી હતી. ફાઈલ
નવી દિલ્હી. સીબીઆઈએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે પ્રિલિમનરી ઈન્કવાયરી (પ્રારંભિક તપાસ) શરૂ કરી છે. તેમના પર અરવિંદ કેજરીવાલના સોશિયલ મીડિયા કેમ્પેઈન ‘ટોક ટુ AK’ સાથે સંકળાયેલી ગડબડીનો આરોપ છે. વિજિલન્સ ડિપાર્ટમેન્ટની ફરિયાદ પર આ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈનની દીકરી સૌમ્યાને મોહલ્લા ક્લિનિક પ્રોજેક્ટમાં સરકારનો કન્સલટન્ટ એપોઈન્ટ કરવાની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોતાની સરકાર સામે શરૂ કરવામાં આવેલી કાર્યવાહીથી નારાજ સીએમ કેજરીવાલે ટ્વિટ કર્યું, ‘વાહ રે મોદીજી! લાંચ ખાવ ખુદ અને કેસ કરો અમારા પર. ચોરી અને સીનાજોરી.’
 
સિસોદિયાએ શું કહ્યું
 
-સિસોદિયાએ બુધવારે ટ્વિટ કરીને કહ્યું, સ્વાગત છે મોદીજી. આવો મેદાનમાં. સવારે તમારી સીબીઆઈની મારા ઘર અને ઓફિસમાં રાહ જોઈશ.
- દિલ્હી સરકારે ટોક ટૂ AKને પ્રોત્સાહન આપવા માટે એક જાણીતી પીઆર કંપનીને કન્સલટન્ટની જવાબદારી સોંપી હોવાનો આરોપ છે. આ માટે દોઢ કરોડ રૂપિયાની એક પ્રપોઝલ તૈયાર કરવાનો આરોપ છે.
- દિલ્હીના ચીફ સેક્રેટરીની ના હોવા છતાં સરકારે પ્રપોઝલને આગળ વધારી અને કન્સલટન્ટ રકમ ખર્ચ કરી. સીબીઆઈએ આ આરોપો અને તેમાં સિસોદિયા તથા અન્યની કથિત ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે.
 
કેજરીવાલે શું કહ્યું
 
- સીએમએ કહ્યું, ‘વાહ રે મોદીજી. લાંચ ખાવ ખુદ અને કેસ કરો અમારા પર. ચોરી અને સીનાજોરી. મોદીજી, આ માટે હું તમને કાયર કહું છું. ગોવા અને પંજાબમાં હારી રહ્યા છો તો સીબીઆઈની ગેમ શરૂ કરી દીધી?’
- એવું લાગે છે કે મોદીજી પૂરી રીતે ગભરાઈ ગયા છે. દેશના પીએ પાસે બસ આ એક જ કામ બાકી રહ્યું છે. હાથ ધોઈને પાછળ પડી ગયા છે.
-કેજરીવાલે એવી પણ ટ્વિટ કરી, ‘આજે મનીષ CBIની રાહ જોતા રહ્યા, સીબીઆઈ ન આવી. અત્યાર સુધી લોકો સીબીઆઈથી ડરતા હતા. પહેલીવાર સીબીઆઈ કોઈથી ડરી રહી છે.’
 
સત્યેંદ્ર જૈનની દીકરીની એપોઈન્ટમેન્ટની પણ તપાસ
 
- હેલ્થ મિનિસ્ટરની દીકરી સૌમ્યા જૈનને મોહલ્લા ક્લિનિક પ્રોજેક્ટમાં દિલ્હી સરકારના કન્સલટન્ટ બનાવવા અંગે સીબીઆઈએ તપાસ શરૂ કરી છે.
- આ માટે LG ઓફિસે સીબીઆઈ તપાસની સરકારને ભલામણ કરી હતી, જે બાદ ડિસેમ્બરમાં કેજરી સરકારે સીબીઆઈને લેટર લખ્યો હતો.
- ઉપરાંત સત્યેન્દ્ર જૈને ભેદભાવનો આરોપ નકારી કાઢ્યો અને જણાવ્યું કે કન્સલટન્સી માટે સૌમ્યાને એક પણ રૂપિયો નથી આપવામાં આવ્યો.
- ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારમાં પરિવારવાદનો આરોપ લાગ્યા બાદ ગત વર્ષે જુલાઈમાં સૌમ્યે તેના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kejriwal attacks on modi via tweet for sisodiyas cbi probe
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended