Home »National News »Latest News »National» Kejriwal Is Accused Of Staying At Home Of Former Terrorist In Punjab

કેજરીવાલ પર ગંભીર આરોપ, પંજાબમાં પૂર્વ આતંકવાદીના ઘરે રોકાયા હતા

Harbindar Bhupal/Navdeep Singla | Jan 30, 2017, 13:31 PM IST

  • કેજરીવાલ પર આરોપ છે કે પંજાબના મોગા પ્રવાસમાં એક ભૂતપૂર્વ આતંકવાદીના ઘરે રોકાયા હતા. (ફાઇલ)
ચંદીગઢ/મોગા: ચૂંટણીને લઇને અરવિંદ કેજરીવાલ પંજાબમાં ખૂબ ફરી રહ્યા છે. તેમના પર એક ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. મોગામાં શનિવારે ભગવંત માનની રેલી હતી. પરંતુ, કેજરીવાલ ન તો આ રેલીમાં પહોંચ્યા અને ન તેઓ સરકારી ગેસ્ટહાઉસમાં રોકાયા. તેઓ જેમના ઘરે રોકાયા તે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના ભૂતપૂર્વ આતંકવાદી ગુરિંદર સિંહનું હતું. અત્યારે આ કોઠીમાં પંજાબ પોલીસના એક ટીઆઇ (એસએચઓ) અને નગર નિગમના જોઇન્ટ કમિશનર રહે છે. ગુરિન્દર હમણા ઇંગલેન્ડમાં છે. તેના વિરુદ્ધ અનેક જિલ્લાઓમાં કેસ પણ નોંધાયેલા છે.
 
બબ્બર ખાલસા સાથે જોડાયેલી સંસ્થા સાથે બ્રેકફાસ્ટ કરવાનો પણ આરોપ
 
- પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખબીર બાદલે રવિવારે નરેન્દ્ર મોદીની રેલીમાં કેજરીવાલ પર ભૂતપૂર્વ આતંકવાદીના ઘરમાં રહેવાનો આક્ષેપ લગાવ્યો હતો.
- આ બાબતે દિવ્ય ભાસ્કરે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ આક્ષેપ સાચો છે.
- સુખબીરે કહ્યું, “આ પહેલીવાર નથી બન્યું કે કેજરીવાલે ગરમ મિજાજી લોકો સાથે મુલાકાત કરી હોય. આ પહેલા પણ તેઓ બબ્બર ખાલસા સાથે જોડાયેલી સંસ્થા અખંડ કીર્તની જૂથના આરપી સિંહ સાથે બ્રેકફાસ્ટ કરી ચૂક્યા છે.”
- કોઠીના રસોઇયા રવિ વિશાલે આ વાતની પુષ્ટિ કરી છે કે કેજરીવાલ શનિવારની રાતે ગુરિન્દર સિંહના એક સંબંધી સાથે અહીંયા રોકાવા આવ્યા હતા.
 
ઘણા કેસ નોંધાયા છે ગુરિન્દર પર, પાછળથી છૂટી પણ ગયા
 
- ગુરિન્દર વિરુદ્ધ આતંકવાદના સમય દરમિયાન હત્યા અને આર્મ્સ એક્ટના કેસ નોંધાયેલા હતા.
- કસ્બા બાઘાપુરાના વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ કરવાના આરોપમાં કેસ નોંધાયો હતો. તેને અદાલતે 7 જાન્યુઆરી, 2003 ના રોજ ભાગેડુ જાહેર કર્યો હતો.
- તેના થોડાક સમય પછી ગુરિન્દરે સરન્ડર કર્યું હતું. પરંતુ, આ મામલે તે કોર્ટમાંથી છૂટી ગયો હતો.
- આ ઉપરાંત, મોગામાં પણ તેના પર એક કેસ નોંધાયો હતો. અમૃતસરમાં પણ એક કેસ નોંધાયો હતો.
- 20 ડિસેમ્બર, 2011 ના રોજ ગુરિન્દર પર બોમ્બ બ્લાસ્ટના આરોપમાં કેસ દાખલ થયો. પરંતુ, તે બધા જ કેસમાં છૂટી ગયો.
 
અઢી મહિના પહેલા જ ગયો ઇંગલેન્ડ
 
- ગુરિન્દર ઘણા સમયથી ધર્મકોટના ગામ ધર્મસિંહ વાલાને છોડીને મોગાની નેસ્લે કોલોનીની નજીક આવીને રહેવા લાગ્યો.
- પાંચ વર્ષ પહેલા તેણે ટીચર કોલોની દશમેશ નગરમાં 7 નંબરની ગલીમાં કોઠી ખરીદી. ત્યારથી તે ત્યાં જ રહેતો હતો. અઢી મહિના પહેલા જ તે ઇંગલેન્ડ જતો રહ્યો.
 
શું બોલી પોલીસ?
 
- ડીએસપી અજયરાજ સિંહના જણાવ્યા પ્રમાણે, “કેજરીવાલને શનિવારે પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. તેમને એસ્કોર્ટે ટીચર કોલોની સુધી છોડ્યા હતા.”
 
આપ બોલ્યું-અકાલી દળમાં તો ઘણા આતંકવાદીઓ છે
 
- આપના પંજાબ ઇન્ચાર્જ સંજય સિંહે કહ્યું કે, અકાલી દળમાં તો ઘણા આતંકવાદીઓ છે. જેઓ આતંકવાદના યુગમાં દેશની વિરુદ્ધ લડતા રહ્યા.
- કેજરીવાલના ભૂતપૂર્વ આતંકવાદીના ઘરે રહેવા પર સિંહે જણાવ્યું કે આ વાતમાં કોઇ સચ્ચાઇ નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kejriwal is accused of staying at home of former terrorist in Punjab
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended