Home »National News »Latest News »National» Kejriwal Calrifies That He Is Not Cm Candidate For Punjab

કેજરીવાલની સ્પષ્ટતાઃ હું નહીં બનું પંજાબનો CM, સ્થાનિક જ બનશે મુખ્યમંત્રી

divyabhaskar.com | Jan 11, 2017, 17:08 PM IST

  • અરવિંદ કેજરીવાલે કહ્યું કે મને દિલ્હીની જવાબદારી સોંપવામાં આવી છે અને હું દિલ્હીનો મુખ્યમંત્રી છું.
નવી દિલ્હી. પંજાબના મોહાલીમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા પંજાબમાં મુખ્યમંત્રી માટે અરવિંદ કેજરીવાલનું લીધા બાદ આજે ખુદ કેજરીવાલે આ અંગે સ્પષ્ટતા કરી હતી. પંજાબના પટિયાલામાં ચૂંટણી સભાને સંબોધતા તેમણે કહ્યું કે, તે દિલ્હીના મુખ્યમંત્રી છે અને પંજાબનો મુખ્યમંત્રી રાજ્યમાંથી જ હશે.
 
શું કહ્યું કેજરીવાલે
 
- અરવિંદ કેજરીવાલે કહ્યું કે મને દિલ્હીની જવાબદારી સોંપવામાં આવી છે અને હું દિલ્હીનો મુખ્યમંત્રી છું.
- હું પંજાબનો મુખ્યમંત્રી નહીં બનું, રાજ્યનો મુખ્યમંત્રી પંજાબમાંથી જ હશે.
- પરંતુ પંજાબના લોકોને કરવામાં આવેલા વચનો પૂરા કરવાની જવાબદારી મારી હશે.
 
આ કારણે વિવાદ અટકાવવો જરૂરી હતો
 
- આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ સિસોદિયાના નિવેદનનો મીડિયા દ્વારા ખોટો અર્થ કાઢીને પ્રચાર કરવામાં આવતા પાર્ટીને પંજાબમાં નુકસાન થવાની શક્યતા હતી.
- આ કારણે પંજાબમાં લડાઈ ક્યાંય પંજાબી અને બહારનો વ્યક્તિ ન બની જાય તે  માટે વિવાદ અટકાવવો જરૂરી હતો.
 
કેજરીવાલ અગાઉ પણ દિલ્હી નહીં છોડવાની કરી ચૂક્યા છે જાહેરાત
 
- અરવિંદ કેજરીવાલ આ પહેલાં પણ અનેકવાર કહી ચૂક્યા છે તે દિલ્હી છોડીને બહાર નહીં જાય.
-આ સ્થિતિમાં જો તેઓ પંજાબનો માર્ગ અપનાવે તો તેમની રાજકીય પરિપકવતા અને દિલ્હીને આપવામાં આવેલા વચનો પર ગંભીર સવાલ ઉઠી શકે છે.
-જે પાર્ટી માટે ભવિષ્યમાં ખતરો સાબિત થઈ શકે છે.
 
મનીષ સિસોદિયાએ શું કહ્યું હતું
 
- ગઈકાલે મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે પંજાબના  લોકો એમ સમજીને વોટ આપે કે કેજરીવાલ જ  સીએમ હશે.
- સીએમ કોઈ પણ હોઈ પરંતુ કામ કરવાની જવાબદારી અરવિંદ કેજરીવાલની હશે.
 
નિવેદન બાદ અકાલી દળ અને કોંગ્રસે કર્યો હતો આપ પર પ્રહાર
 
- સિસોદિયાના નિવેદન બાદ કોંગ્રેસ અને અકાલી દળે આમ આદમી પાર્ટીને ઘેરી હતી.
- અકાલી દળે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ હરિયાણી છે અને પંજાબ કોઈ બાહરના વ્યક્તિને સાંખી લેશે નહીં.
- કોંગ્રેસના નેતા કેપ્ટન અમરિંદરે પણ આમ આદમી પાર્ટીને આડે હાથ લેતાં કહ્યું હતું કે, કેજરીવાલની મહત્વકાંક્ષા સામે આવી ગઈ છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Kejriwal calrifies that he is not cm candidate for Punjab
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext