Home »National News »Latest News »National» Kashmir Situation Will More Exacerbates After My Arrest Said Hafiz Saeed

હાફીઝ સઇદે નજરબંધી બાદ ઝેર ઓક્યું: 'મારી ધરપકડથી કાશ્મીર ભડકે બળશે'

Agency, Lahore | Feb 01, 2017, 01:10 AM IST

  • હાફીઝ સઇદે નજરબંધી બાદ ઝેર ઓક્યું: 'મારી ધરપકડથી કાશ્મીર ભડકે બળશે',  national news in gujarati
લાહોર:મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ અને જેયુડીનો વડો હાફિઝ સઇદ 90 દિવસની નજરકેદમાં છે. તેને નજરકેદમાં રાખતાં જ તેણે ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે અને જણાવ્યું છે કે તેની ધરપકડને કારણે કાશ્મીરની ભારત વિરુદ્ધની લડાઈ નવેસરથી વેગ પકડશે. ઉલ્લેખનીય છે કે સોમવારે સઇદને લાહોરના જેયુડીના વડામથક ખાતે નજરકેદ રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ તેને જૌહર શહેરમાં લઈ જવામાં આવ્યો હતો અને તેના ત્યાંના નિવાસસ્થાને નજરકેદ રાખવામાં આવ્યો છે આ જગ્યાને પંજાબ સરકારે સબ જેલ ગણાવી છે.
 
પાકિસ્તાનેે સઇદ અને જેયુડી તેમજ ફલાહા-ઇ-ઇન્સેનિયત (એફઆઈએફ)ના ચાર અન્ય લોકોને પકડીને 90 દિવસ માટેની નજરકેદમાં રાખ્યા છે. તેઓ 30 જાન્યુઆરીથી 90 દિવસની નજરકેદમાં રહેશે અને જરૂર પડશે તો તેમની આ નજરકેદમાં વધારો પણ કરવામાં આવી શકે છે. તેમ મંત્રાલયના આંતરિક સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું. અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સરકાર જેયુડી અને તેને સંલગ્ન અન્ય સંસ્થાઓ સામે વધુ પગલાં લે તેવી પણ શક્યતાઓ છે.
 
સઇદને નજરકેદ રાખતાં પાકિસ્તાનમાં દેખાવો શરૂ

જમાત ઉદ દાવા (જેયુડી)ના વડાને પાકિસ્તાન સરકારે નજરકેદ રાખ્યો હોવાને કારણે તેના વિરોધમાં પાકિસ્તાનમાં દેખાવો શરૂ થઈ ગયા છે. પાક.-પંજાબમાં દેખાવો યોજાયા હતા તો બીજી તરફ સરકારે ઠેરઠેર લગાવવામાં આવેલાં જેયુડીનાં પોસ્ટરો પણ હટાવાયા હતાં. લાહોર, મુલતાન, ફૈઝલાબાદ, ગુજરાંવાલા, સિયાલકોટ, કરાચી, પેશાવર અને ક્વેટા ખાતે પણ દેખાવો યોજાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kashmir Situation will more Exacerbates after my Arrest said Hafiz Saeed
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended