Home »National News »Latest News »National» Karti Facing Probe Of CBI For Corruption And Bribery Charges

ધરપકડની આશંકા વચ્ચે લંડન ગયા કાર્તિ ચિદમ્બરમ, ED પણ કરશે તપાસ

divyabhaskar.com | May 19, 2017, 11:31 AM IST

  • કાર્તિ સુરક્ષા એજન્સીની જાણ બહાર લંડન જતા રહ્યા
નવી દિલ્હી: લલિત મોદી અને વિજય માલ્યા પછી હવે પૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાનના દીકરા કાર્તિ ચિદમ્બરમ ભારત છોડીને લંડન જતા રહ્યા છે. ભ્ષ્ટાચાર અને લાંચ લેવાના આરોપમાં સીબીઆઈ કાર્તિની તપાસ કરી રહી છે ત્યારે તેઓ ક્યારે લંડન જતા રહ્યા તેની ખબર સુરક્ષા એજન્સીઓને પણ થઈ નથી. 
 
EDએ પણ શરૂ કરી તપાસની તૈયારી

- કાર્તિ લંડન રવાના થઈ ગયા છે તે વાત સામે આવતા જ ઈડીએ પણ તેની સામે મનિ લોન્ડરિંગની તપાસ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. 
- માનવામાં આવે છે કે, ધરપકડથી બચવા માટે કાર્તિ લંડન જતા રહ્યા છે.
- જ્યારે અગ્રણી કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમનું કહેવું છે કે, કાર્તિનું લંડન જવાનું પહેલેથી જ નક્કી હતું.
- તે થોડા દિવસમાં ભારત પરત આવી જશે.
- તેની વિદેશ યાત્રા ઉપર કોઈ પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી.
 
સીબીઆઈએ કાર્તિની ઓફિસ અને ઘરે પાડ્યા હતા દરોડા

- આ પહેલાં મંગળવારે સીબીઆઈએ ચાર શહેરોમાં કાર્તિ ચિદમ્બરમના ઘરે અને ઓફિસમાં દરોડા પાડ્યા હતા.
- આ દરોડા INX મીડિયાને આપવામાં આવેલી મંજૂરી અંતર્ગત કરવામાં આવ્યા હતા..
- કાર્તિ પર પીટર મુખરજી અને ઈન્દ્રાણી મુખરજીની કંપની INX મીડિયાને ટેક્સ મામલે થતી તપાસમાંથી બચાવવા માટે લાંચ લીધી હોવાનો આરોપ છે.
- નોંધનીય છે કે, પીટર અને ઈન્દ્રાણી શીના બોરા મર્ડર કેસમાં પણ આરોપી છે. 
 
કાર્તિએ નકાર્યા આરોપ

- કાર્તિ ચિદમ્બરે આ આરોપોને નકારી દીધા છે. 
- સીબીઆઈએ કાર્તિ ચિદમ્બરમ, પીટર મુખરજી અને ઈન્દ્રાણી મુખરજી સામે કાવતરુ ઘડવાનું અને દગાખોરીના આરોપમાં ફરિયાદ દાખલ કરી દીધી છે.
- કાર્તિ પર INX મીડિયા પાસેથી લાંચ લેવાનો આરોપ છે.
 
મારો અવાજ દબાવવા માંગે છે સરકારઃપી. ચિદમ્બરમ
 
પી. ચિદમ્બરમે કહ્યું કે, ‘સીબીઆઈ અને અન્ય એજન્સીઓનો ઉપયોગ કરીને સરકાર મારા પુત્ર અને તેના મિત્રોને નિશાન બનાવી રહી છે. સરકાર મારો અવાજ દબાવવા માંગે છે. સરકાર મને લખતો રોકવા માંગે છે. તેણે વિરોધ પક્ષના ઘણા નેતાઓ, પત્રકારો, લેખકો, એનજીઓ સાથે આમ કર્યું છે. તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.’ કોંગ્રેસના પ્રવક્તા ટોમ વડક્કને સરકાર પર નિશાન સાધતા કહ્યું, લોકોનું ધ્યાન ખેંચવા આમ કરવામાં આવ્યું છે.
 
રાજકીય કિન્નાખોરીથી રેડ પાડવામાં આવીઃ કાર્તિ
 
રેડ પાડવામાં આવ્યા બાદ કાર્તિક ચિદમ્બરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, માત્રને માત્ર રાજકીય કિન્નાખોરીથી રેડ પાડવામાં આવી છે. અમે કંઈ ખોટું કર્યું નથી. તેઓ અમારી સામે આક્ષેપ પુરવાર કરી શક્યા નથી. અમારો અવાજ દબાવવા માંગે છે. 
 
આગળની સ્લાઈડમાં જુઓ સીબીઆઈ રેડ દરમિયાનની તસવીરો
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Karti facing probe of CBI for corruption and bribery charges
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended