Home »National News »Photo Feature» Mob Film Video Instead Of Helping Accident Victim Dies

કર્ણાટક: 25 મિનિટ સુધી તરફડતો રહ્યો યુવક, લોકો વીડિયો ઉતારતા રહ્યાં, મોત

divyabhaskar.com | Feb 02, 2017, 13:41 PM IST

  • રસ્તામાં તરફડીને મદદ માંગી રહેલો અનવર અલી
કોપ્પાલ: કર્ણાટકના કોપાલમાં ભીડની ઉપેક્ષાને કારણે 18 વર્ષીય યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ટોળાએ મૃતકને મદદ કરવાના બદલે 25 મિનિટ સુધી તેની તસવીરો લેવામાં તેમજ વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતા. જેના કારણે, ટીન-એજરનું લોહી વહી ગયું હતું અને મૃત્યુ થયું હતું. 

શું છે ઘટના?

18 વર્ષનો અનવર અલી નામનો ટીન-એજર નિત્ક્રમ પ્રમાણે, સાઈકલ પર નોકરીએ જવા નીકળ્યો હતો. રસ્તામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ તેની ઉપર ફરી વળી હતી. અનવર અલી ત્યાં બેસીને તરફડતો રહ્યો, પરંતુ કોઈએ તેને હોસ્પિટલે પહોંચાડવાની તસ્દી લીધી ન હતી. જેના કારણે અનવર અલીનું મોત થઈ ગયું. 

મારાભાઈની કોઈએ મદદ ન કરી: મૃતકનો ભાઈ

મૃતક અનવર અલીના ભાઈ રિયાઝના કહેવા પ્રમાણે, "લગભગ 20-25 મિનિટ સુધી મારો ભાઈ ત્યાં પડ્યો તરફડતો રહ્યો. લોકોએ તેનો વીડિયો બનાવ્યો અને તસવીરો લીધી, પરંતુ કોઈએ તેને હોસ્પિટલ લઈ જવાની તસ્દી ન લીધી. જેના કારણે મારા ભાઈનું લોહી વહી ગયું અને તેને બચાવી ન શકાયો."

વાયરલ થયેલા વીડિયોમાંથી એકમાં જોઈ શકાય છે કે કોઈ સ્થાનિકે તેને પાણી પીવડાવ્યું હતું. લોહીના ખાબોચિયામાં તરફડતો અનવર અલી મદદ માટે કરગરતો અને રડતો જણાય છે. 

પોલીસે તપાસ હાથ ધરી 

એક પ્રત્યક્ષદર્શીના નિવેદનના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે, "મૃતક લોહીમાં તરફડતો મદદ માંગતો હતો. આજુબાજુના લોકો આઘાતમાં હતા, તેમને ખબર નહોતી પડતી કે શું કરવું?

થોડા દિવસો અગાઉ સમયસર મદદ ન મળવાથી એક પોલીસ અધિકારીનું થયું હતું મોત. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
 
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mob film video instead of helping accident victim dies
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended