Home »National News »Latest News »National» Kapil Said, Kejariwal Came To Out Home To To Watch Sarkar-3

કેજરીવાલ છેલ્લા એક વર્ષમાં ફક્ત બે જ દિવસ ઓફિસ ગયા: કપિલ મિશ્રા

divyabhaskar.com | May 17, 2017, 14:56 PM IST

  • કપિલ મિશ્રાએ બ્લોગ લખીને કેજરીવાલપર કર્યા પ્રહાર
નવી દિલ્હી: સસ્પેન્ડેડ મંત્રી કપિલ મિશ્રા હવે બ્લોગ લખીને અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, અરવિંદ કેજરીવાલ વર્ષમાં બે વખત જ તેમની ઓફિસ ગયા છે. ઓફિસે ખૂબ ઓછા જતા કેજરીવાલ હવે સરકાર-3 ફિલ્મ જોવા માટે ઘરની બહાર નીકળ્યા છે. મિશ્રાએ કેજરીવાલને ચેલેન્જ આપીને કહ્યું છે કે, તે પોતાની એક પણ વાતને ખોટી સાબિત કરીને બતાવે.
 
સગા-સંબંધીઓ પર દરોડા પડી રહ્યા છે....

- કપિલે તેના બ્લોગમાં લખ્યું છે કે, સગા સંબંધીઓના ઘરે દરોડા પડી રહ્યા છે. ભ્રષ્ટાચારના રોજ નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જનતાથી કટ ઓફ થઈ ગયેલા સીએમ ખૂબ ચુપ છે. ઘણાં દિવસો પછી ઘરેથી નીકળ્યા સરકાર-3 જોવા. જી હાં સરકાર-3 જોવા. હવે આને શું કહેવું- મુંગેરી લાલ કે હસીન સપને.
- હું વિચારતો હતો કે કેજરીવાલ છેલ્લે ઓફિસ ક્યારે ગયા હતા? વિધાનસભાની સીડીઓ ક્યારે ચડી હતી? દિલ્હીવાળાઓને કદાચ અંદાજ પણ નહીં હોય કે તેમના સીએમ છેલ્લા એક વર્ષમાં માત્ર બે જ દિવસ ઓફિસ ગયા હતા.
 
દેશના સૌથી ઓછા જનતાને મળતા સીએમ: મિશ્રા

- કપિલના જણાવ્યા પ્રમાણે, અરવિંદ કેજરીવાલ દેશના સૌથી ઓછા જનતાને મળતા સીએમ, દેશના સૌથી ઓછી વખત ઓફિસ જતા સીએમ, દેશના એકલા સીએમ કે જેમની પાસે કોઈ વિભાગ નથી, દેશના સૌથી ઓછુ કામ કરતા સીએમ. આમ તો તેઓ મોટા ભાગે રજા પર જ હોય છે તેમ છતા તેઓ હકની રજાઓ પણ એટલી જ ભોગવે છે. આમ, દેશમાં સૌથી વધારે રજા લેતા સીએમ પણ કેજરીવાલ જ છે.
- જે પ્રમાણે માહિતીઓ સામે આવી રહી છે તે પ્રમાણે તેઓ ટૂંક સમયમાં જ એવા સીએમ બનવાના છે જેમના પર સૌથી વધારે ભ્રષ્ટાચારના કેસ ચાલતા હશે.
 
બ્લોગમાં બીજુ શું લખ્યું છે કપિલે?

- હવે જ્યારે ચારેય બાજુથી લોકો આવીને મને માહિતી આપી રહ્યા છે ત્યારે એક વાત સમજાઈ રહી છે કે, જે કામમાં ભ્રષ્ટાચાર શક્ય હતો તે કામ ન એલજી રોકી શક્યા ન કેન્દ્ર સરકાર અને જે કામમાં ભ્રષ્ટાચાર નથી થતો તે બધુ એલજી અને કેન્દ્ર સરકારના બહાને ફસાવી દીધું છે. 
- મોહલ્લા ક્લિનિકની જે ડિટેલ્સ સામે આવી છે તેને જોઈને કોઈ ન કહી શકે કે હવે એલજી, કે કેન્દ્ર સરકાર, કે કોર્ટ- કાયદાનો કોઈ ડર આમને રહ્યો છે. દરેક કાયદો તેમણે તોડ્યો છે.
- અરવિંદજી આજે બંધ રૂમમાં તેમના સાથીઓને એક જ વાત કહી રહ્યા છે કે, જનતાથી ન ડરશો, તેઓ 15 દિવસમાં બધુ ભૂલી જાય છે. એટલે જ તેઓ ચૂપ છે કે, જનતા 15-20 દિવસમાં બધુ ભૂલી જશે. શું પોતાનો પરર્ફોમન્સ રિપોર્ટ જનતાની સામે મુકવાની હિંમત છે કેજરીવાલમાં?
- દરેક સવાલનો એક જ જવાબ છે- અરવિંદ કેજરીવાલની ચુપ્પી
- તમે ન બોલશો, બોલવાની તકલીફ લેશો પણ નહીં. કારણકે હવે જનતા બોલશે. જે દિલ્હીવાળાના પૈસા તમે આ રીતે લૂંટાવી દીધા છે, જે દિલ્હીવાળાઓનો વિશ્વાસ તમે તોડ્યો છે, જેમના ખભે ચડીને તમે લાલ કિલ્લાના સપના જોયા છે હવે તે દિલ્હીવાળા બોલશે.
- અને યાદ રાખજો કે, જનતા કદી ભૂલતી નથી, હવે જનતા બોલશે.
 
આગળની સ્લાઈડમાં જુઓ કપિલ મિશ્રાનો બ્લોગ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kapil said, Kejariwal came to out home to To Watch Sarkar-3
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended