Home »National News »Latest News »National» Kapil Mishra S New Allegation On Arvind

મારા હાથમાં કેજરીવાલનો કોલર છે, સીધા જ તિહાર જેલમાં જશેઃ કપિલ મિશ્રા

divyabhaskar.com | May 19, 2017, 15:57 PM IST

  • કપિલ મિશ્રા કેજરીવાલ સામે એક પછી એક નવા આરો લગાવી રહ્યા છે. ફાઇલ
નવી દિલ્હી. આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા કપિલ મિશ્રાએ આજે(શુક્રવારે) પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલ સામે નવા આક્ષેપ લગાવ્યો હતો. કપિલે કહ્યું કે, 'આમ આદમી પાર્ટીમાં હવાલા કંપનીઓના રૂપિયા છે. કેજરીવાલ પર આટલા આરોપ લાગ્યા હોવા છતાં તેઓ ચૂપ બેઠા છે. મારા હાથમાં કેજરીવાલનો કોલર છે, પકડીને સીધા જ તિહાર જેલમાં લઈ જઈશ.'
 
એક વ્યક્તિએ આપને 2 કરોડનું ફંડ આપ્યું
 
- કેજરીવાલે મેં મીડિયા સમક્ષ રજૂ કરેલા પુરાવાનો જવાબ આપ્યો નથી. માત્ર એટલું જ કહેતા રહ્યા છે કપિલ બીજેપીનો એજન્ટ છે.
- આમ આદમી પાર્ટીએ કહ્યું કે એક વ્યક્તિએ 2 કરોડનું ફન્ડ આપ્યું છે. કપિલે કહ્યું કે કેજરીવાલ સોશિયલ મીડિયા પર ખોટો વીડિયો શેર કરી રહ્યા છે.
- પ્રેસ કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન દર્શાવી તેમણે કહ્યું કે, એક સાથે રાતે 12 વાગે ચાર કંપનીઓ દ્વારા 50 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા. આ પ્રક્રિયામાં જે લેટર હેડ બનાવવામાં આવ્યું તે નકલી છે. કંપનીઓના લેટર હેડમાં મુકેશ કુમારની સાઈન છે.
 
મુકેશ કુમારને બલિનો બકરો બનાવાયો
 
- આપને ડોનેશન આપનારા મુકેશ ચાલુ વર્ષે જ આ કંપનીઓમાં ડાયરેક્ટર બન્યા છે. જ્યારે તેમણે ડોનેશન 2014માં આપ્યું હતું.  તેમણે એમસીડી ચૂંટણીના એક દિવસ પહેલા જ ડાયરેક્ટર બનાવ્યા હતા.  2012માં તેમણે બે કંપનીઓ છોડી દીધી હતી તો 2014માં કેવી રીતે ડોનેશન આપી શકે?
- મુકેશ કુમારને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. કેજરીવાલ આજકાલ ખોટા સમાચાર ચલાવી રહ્યા છે. મીડિયાએ પણ મુકેશ કુમારની વિગતો બહાર લાવવી જોઈએ.
 
કેજરીવાલ ખુરશી છોડે અને આક્ષેપના જવાબ આપે
 
- લોકો મને પૂછે છે કે તમે કેજરીવાલનો કોલર પકડીને તેને ઢસડીને જેલમાં લઈ જવાના હતા તેનું શું થયું? હું ફરીવાર કહેવા માંગુ છું કે મારા હાથમાં કેજરીવાલનો કોલર છે, પકડીને સીધો જ તિહાર જેલમાં લઈ જઈશ.
- અરવિંદ કેજરીવાલ મોટો માફિયા છે, હવાલા સાથે તેનો સીધો સંબંધ છે. કેજરીવાલે વિદેશ ભાગવું પડશે, ખુરશી છોડીને તપાસનો સામનો કરવા તૈયાર રહે.
- કેજરીવાલ સામે ખુલાસા બાદ મારી હત્યા કરવામાં આવી શકે છે.
 
સત્યેન્દ્ર જૈને કપિલ સામે કર્યો માનહાનિનો કેસ
 
દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈને કપિલ મિશ્રા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેણે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં કપિલ અને બીજેપી-શિરોમણિ અકાલી દળના ધારાસભ્ય મનજિંદર સિરસા સામે કેસ દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કપિલે ઉપવાસ પર બેસતા પહેલા આરોપ લગાવ્યો હતો કે સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મારી સામે કેજરીવાલને 2 કરોડ રૂપિયા આપ્યા હતા. 
 
ગુરુવારે કર્યું હતું ટ્વિટ
 
કપિલ મિશ્રાએ ગુરુવારે સાંજે ટ્વિટ કરીને કહ્યું કે, તેમનો ખુલાસો અરવિંદ કેજરીવાલ અને હવાલા ઓપરેટર્સના નેટવર્કને સાબિત કરી દેશે.  કપિલ મિશ્રાએ તેના ટ્વિટમાં અરવિંદ કેજરીવાલે શેર કરેલા વીડિયો પર આ ટિપ્પણ કરી હતી.
 
કેજરીવાલે વીડિયો કર્યો હતો શેર
 
કેજરીવાલે ગુરુવારે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો ખાનગી ચેનલના મુકેશ શર્મા સાથે વાતચીત પર આધારિત હતો. વીડિયોમાં મુકેશ શર્મા નામનો વ્યક્તિ આમ આદમી પાર્ટીને 2 કરોડનું ફન્ડ આપ્યું હોવાનો દાવો કરી રહ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kapil mishra s new allegation on arvind
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended