Home »National News »Latest News »National» Kapil File Complain Against Arvind Kejriwal In CBI, CBDT

કેજરીવાલ પાણી વગરની માછલીની જેમ તડપે છે, હવે કરીશ નવો કેસ: કપિલ

divyabhaskar.com | May 16, 2017, 12:26 PM IST

  • કપિલ આજે સીબીઆઈ, સીબીડીટીમાં કેજરીવાલ સામે કરશે ફરિયાદ
નવી દિલ્હી: પૂર્વમંત્રી કપિલ મિશ્રા મંગળવારે સીએમ અરવિંદ કેજરીવાલ સામે સીબીઆઈ અને સીબીડીટીમાં ફરિયાદ દાખલ કરાવશે. કપિલે ટ્વિટ કરીને કહ્યું છે કે, કેજરીવાલ પાણી વગરની માછલીની જેમ તડપી રહ્યા છે. ક્યારેક ધારાસભ્યો અને ક્યારેક પત્નીને આગળ કરીને તેઓ મારી પાસેથી વિગતો મેળવવા માગે છે. તેમની આ રમત જૂની છે. સોમવારે કેજરીવાલની પત્ની સુનીતાએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવવાના કારણે કપિલને વિશ્વાસઘાતી ગણાવ્યા હતા. આના જવાબમાં કપિલે ટ્વિટ કરી હતી. કેજરીવાલ અને આપમાં ભ્રષ્ટ્રાચાર-કૌભાંડના વિરોધમાં કપિલે 6 દિવસ સુધી ભૂખ હડતાળ પણ કરી હતી.
 
હોસ્પિટલમાં તોડી હડતાળ

- કપિલે રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીએ ફંડિગમાં કૌભાંડ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારપછી તેઓ બેભાન થઈ ગયા હતા અને આરએમએલ હોસ્પિટલમાં તેમને એડ્મિટ કરવામાં આવ્યા છે. 
- સોમવારે તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ડોક્ટરે કહ્યું છે કે, જ્યાં સુધી હું લિક્વિડ લેવાનું શરૂ નહીં કરુ ત્યાં સુધી તેઓ મને રજા નહીં આપે. કેજરીવાલ સામે ફરિયાદ કરવા માટે સીબીઆઈ અને સીબીડીટી જવુ છે. તેથી મે લિક્વિડ લેવાનું શરૂ કર્યું છે.
- આ પહેલાં તેમણે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, હોસ્પિટલમાંથી જ્યારે ડિસચાર્જ થઈશ ત્યારે લેખિતમાં ફરિયાદ બનાવીને હવાલા, બ્લેકમની અને મની લોન્ડરિંગ મામલે સીબીઆઈ અને સીબીડીટીમાં કેજરીવાલ સામે ફરિયાદ દાખલ કરીશ.
- હવે તેમનું ખોટુ પકડાઈ ગયું છે અને તેથી તેઓ ચાર દિવાલની અંદર છુપાઈને બેસી ગયા છે. બ્લેકમની વાળાઓને હવે સત્ય વાત નથી સમજાતી.
- આપના 5 નેતાઓની વિદેશ યાત્રાની માહિતી જાહેર કરવાના મામલે કપિલ ભૂખ હડતાળ પર હતા.
 
કેજરીવાલની પત્નીએ શું કહ્યું હતું?

- સુનિતાએ કપિલ મિશ્રાને ટેગ કરીને ટ્વિટ કર્યું હતું. તેમાં લખ્યું હતું કે, કુદરતનો ન્યાય ક્યારેય ખોટો ન હોઈ શકે. કપિલે વિશ્વાસઘાત અને ખોટા આરોપના બીજ વાવ્યા છે, હવે તેઓ એજ મેળવશે.
- સુનીતાના ટ્વિટમાં કપિલ બે ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો. કપિલે લખ્યું હતું કે, સુનીતા કેજરીવાલ તેમના પતિમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે. તેમને ખબર પણ નથી કે તેમના જ ઘરમાં કેવા કેવા કાવતરાં ઘડવામાં આવે છે. તેઓ તેમનો ધર્મ નિભાવી રહ્યા છે.બીજા ટ્વિટમાં કપિલે લખ્યું હતું કે, સુનીતા કેજરીવાલ સત્યથી અજાણ છે. તેઓ તેમના પતિની ખરાબ સ્થિતિથી પરેશાન છે. તેથી તેઓ જે કહેશે તે માથા પર. તેમના વિરુદ્ધ ક્યારેય કઈ નહીં કહું.
 
AAPએ કરોડોનું ફંડ બ્લેકમની સ્વરૂપે લીધુ છે: કપિલ

- કપિલનું કહેવું છે કે, ફર્જી કંપનીઓ દ્વારા કેજરીવાલે કરોડોનું ફંડ બ્લેકમની તરીકે લીધું છે. અને ત્યારપછી એક બેન્ક સાથે મળીને તેને વ્હાઈટ કર્યું છે. પાર્ટી તરફથી ઈલેક્શન કમિશન અને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને ફંડની ખોટી માહિતી આપી છે. 
- કપિલે કહ્યું હતું કે, કેજરીવાલ ભ્રષ્ટ છે. કસમ ખઈને કહું છું કે હું તેમને કોલર પકડીને, ઘસેડીને તિહાડ જેલમાં લઈ જઈશ.
 
શું છે ઘટના?
- આમ આદમી પાર્ટીએ 6 મેના રોજ કુમાર વિશ્વાસના નજીકના કપિલ મિશ્રાને જલમંત્રી પદ પરથી હટાવ્યા હતા.
- કરાવલ નગરથી ધારાસભ્યએ આ પછી કેજરીવાલ પર સત્યેન્દ્ર જૈનના હાથે રૂ. બે કરોડ લીધા હોવાનો આરોપ લગાવ્યો હતો.
- તેણે કેજરીવાલ પર તેના સંબંધીઓ માટે 50 કરોડની લેન્ડ ડિલનો પણ આરોપ લગાવ્યો છે.
- આ આરોપોના કારણે 8મેના રોજ કેજરીવાલે કપિલને તેની પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો હતો. આ કાર્યવાહી પછી કપિલ 10મેથી ભૂખ હડતાળ પર બેઠા હતા.
- કપિલે આપ નેતા સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા, આશિષ ખેતાન, સત્યેન્દ્ર જૈન અને દુર્ગેશ પાઠકની વિદેશ યાત્રાની માહિતી માગવા માટે હડતાળ શરૂ કરી હતી. 
 
આગળની સ્લાઈડમાં જુઓ વધુ તસવીરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kapil file complain against Arvind Kejriwal in CBI, CBDT
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended