Home »National News »Latest News »National» Kapil Mishra Anashan Day 5 Update

કેજરીવાલ ભ્રષ્ટ, રાજીનામું નહીં આપે તો ઘસડીને જેલ લઈ જઈશઃ કપિલ

divyabhaskar.com | May 14, 2017, 14:51 PM IST

  • કપિલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલે દેશ સાથે દગો કર્યો છે.
નવી દિલ્હી. આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા મંત્રી કપિલ મિશ્રા અરવિંદ કેજરીવાલ વિશે મોટો ખુલાસો કર્યા પછી અચાનક બેભાન થઇને ઢળી પડ્યાં હતા. તેમની  ભૂખ હડતાળનો આજે 5મો દિવસ હતો અને તેમની તબિયત સતત બગડી રહી હતી. બેભાન થતાં પહેલા તેમણે કહ્યું હતું કે, "હવે એ વાત સ્પષ્ટ છે, કેજરીવાલ ભ્રષ્ટ છે.  જો સાંજ સુધીમાં તે રાજીનામુ નહીં આપે તો  કોલર પકડી  ઘસડીને તિહાડ જેલમાં લઇ જઇશ. 
 
કપિલે શું ખુલાસો કર્યો પ્રેસ કોન્ફરન્સમાં
 
કપિલે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરતાં જણાવ્યું કે, કેજરીવાલ અને તેના સાથીઓએ હવાલા, નક્લી કંપનીઓને બનાવવી, લોકોને દગો આપવો, બ્લેકમનીને વ્હાઈટ કરવા, મહોલ્લા ક્લિનિકમાં ગોટાળો જેવા અનેક કૌભાંડ કર્યા છે. ઉપરાંત આઈટીને પણ ખોટી માહિતી આપવામાં આવી છે. કપિલે ગૃહમંત્રી અને ઉપરાજ્યપાલને અપીલ કરીને અનશન જબરદસ્તીથી ન તોડાવવામાં આવે તેવી અપીલ કરી હતી.
 
બીજું શું કહ્યું કપિલ મિશ્રાએ
 
- આજે દેશની સામે કેટલુંક એવું સત્ય દસ્તાવેજો સાથે રજૂ કરવા જઈ રહ્યો છું તે જાણીને આંચકો લાગશે. દેશને દગો આપવામાં આવ્યો છે. ઈશ્વર શક્તિ આપે. 
- હવાલા, નક્લી કંપનીઓને બનાવવી, લોકોને દગો આપવો, બ્લેકમનીને વ્હાઈટ કરવા, મહોલ્લા ક્લિનિકમાં ગોટાળો જેવા અનેક કૌભાંડ કર્યા છે. 
- આઈટીને પણ ખોટી માહિતી આપવામાં આવી છે.આ તમામ બાબતોના મારી પાસે પુરાવા છે.  આ દસ્તાવેજો લઈને કાલે સીબીઆઈમાં જઈશ.
-  અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પાસે રૂપિયાની તંગી ન હોવા છતાં લોકો પાસેથી 10-10 રૂપિયાનો ફાળો માંગીને દેશની જનતાનો દગો આપ્યો છે.
- 2013-14માં 45 કરોડની રકમ બેન્કમાં જમા હતી અને વેબસાઈટ પર માત્ર 19 કરોડ દર્શાવવામાં આવ્યા. 25 કરોડની સચ્ચાઈ કાર્યકર્તાઓથી છુપાવવામાં આવી. ઈન્કમ ટેક્સે નોટિસ મોકલી તો 30 કરોડ કહ્યું. ઈલેક્શન કમીશનને 9 કરોડ 42 લાખની માહિતી આપવામાં આવી.
- કેજરીવાલના ધારાસભ્યોએ નકલી કંપનીઓ ખોલીને ફન્ડની હેરફેરી કરી. કેજરીવાલની જાણમાં જ આ કૌભાંડ આચરવામાં આવ્યું.
 
પ્રતિક્રિયા
 
નીલ ભાજપનો આદમી છેઃ સંજીવ ઝા
 
આપના ધારાસભ્ય સંજીવ ઝાએ કહ્યું કે નીલે કપિલ મિશ્રા માટે પુરાવા એકઠા કર્યાં. તે ભાજપનો આદમી છે. શનિવારે સંજીવ ઝા કપિલ મિશ્રાની સામે અનશન પર બેસવાના હતા પરંતુ તે પહેલાં જ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી.
 
આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું કાવતરું
 
આમ આદમી પાર્ટી અને કેજરીવાલ પર લગાવવામાં આવેલા આરોપનો જવાબમાં આપના પ્રવક્તા સંજય સિંહે કહ્યું કે, બીજેપી ખુદ ભ્રષ્ટાચારમાં ડુબેલી છે.  આપની માન્યતા રદ કરી તેને રાજકીય રીતે ખતમ કરવાનું કાવતરું બીજેપી કરી રહી છે. કપિલ બીજેપીની ભાષા બોલી રહ્યો છે.
 
કપિલના ખુલાસાથી હેરાની નથી થઈ
 
બીજેપીની શાઝિયા ઈલ્મીએ કહ્યું કે, રાતે 12 વાગે તમામ નકલી કંપનીઓ એક સાથે આપને ફન્ડ આપતી હતી. આ હવાલો છે. મોટ ભાગની નક્લી કંપનીઓને સીએ એક જ છે. કપિલના ખુલાસાથી મને હેરાની થઈ નથી.
 
કેજરીવાલના એનજીઓ માટે ફન્ડ ક્યાંથી આવે છે?
 
કોંગ્રેસના શકીલ અહમેદ કહ્યું, અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટ છે. તેના એનજીઓમાં ક્યાંથી ફન્ડ આવે છે તે બધાને ખબર છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે કપિલ મિશ્રાને હટાવામાં આવ્યા બાદ તે શું બોલી રહ્યા છે. તેમની આંતરિક લડાઈ બાદ આ વાત સામે આવી રહી છે.
 
શનિવારે રાતે જતો રહ્યો ઘરમાં
 
ડોક્ટરોની એક ટીમે તેને હોસ્પિટલમાં દાખલ થવાનું કહ્યું હતું, પરંતુ કપિલ આ માટે તૈયાર નહોતો  દિલ્હી પોલીસની એક ટીમ પણ સતત ત્યાં હાજર હતી અને કપિલને હોસ્પિટલ જવા કહી રહી હતી. શનિવાર રાતે  કપિલ ઘરમાં જતો રહ્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, કપિલે શનિવારે લેટરમાં શું લખ્યું હતું...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kapil mishra anashan day 5 update
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended