Home »National News »Latest News »National» Kamal Hasan Says I Will Come In Politics With Guns

ભડકાવશો નહીં, નહીતર બંદૂક લઇને રાજનીતિમાં આવીશ: કમલ હસન

divyabhaskar.com | Feb 11, 2017, 12:50 PM IST

  • કમલ હસને તમિલનાડુની રાજનીતિની પ્રવર્તમાન પરિસ્થિતિ પર જબરદસ્ત નારાજગી દર્શાવી છે. (ફાઇલ)
નવી દિલ્હી: તમિલનાડુના રાજકારણમાં સત્તા માટે મચેલા ઘમસાણથી અભિનેતા કમલ હસન ઘણા નારાજ છે. તેમણે રાજ્યના રાજકારણીઓને ચેતવણી આપી છે કે તેમને ભડકાવવામાં ન આવે, નહીં તો તે અને તેમના માણસો બંદૂક લઇને રાજનીતિમાં આવશે. તેમના કહેવા પ્રમાણએ પન્નીરસેલ્વમને તક મળવી જોઇએ.
 
ઇન્ડિયા ટુડેના ઇન્ટરવ્યુમાં કમલ હસને તમિલનાડુની રાજનીતિની પ્રવર્તમાન પરિસ્થિતિ પર પૂછવામાં આવેલા ઘણા સવાલોના જવાબ આપ્યા
 
- કમલ હસને જણાવ્યું કે, ઓ. પન્નીરસેલ્વમ નાકાબિલ નથી. તેમને એક તક આપવી જોઇએ. તેઓ પોતાની કાબેલિયત સાબિત ન કરી શકે તો લોકો તેમને બહાર કાઢી શકે છે. શશિકલાએ પણ પોતાની ઇચ્છાઓને તમિલનાડુના લોકો પર થોપવાને બદલે તેમની ઇચ્છાનું સન્માન કરવું જોઇએ. હું ખોટો સાબિત થઇ શકું છું, પણ હવે મારે બોલવું જ પડશે.
- તેમણે કહ્યું કે તમિલનાડુના લોકોને 60 વર્ષોથી તમિલનાડુના રાજનેતાઓ પાસેથી બેસ્ટ સર્વિસો મળી નથી. શરૂઆતના 10 વર્ષો શાનદાર હતા, પરંતુ કોંગ્રેસના કામરાજજી, રાજાજી આ બધા બેજવાબદાર રહ્યા. પછી દ્રવિડિયન પાર્ટીઓ આવી અને તેમણે પણ વચનો પાળ્યા નહી.
- ફિલ્મસ્ટારથી પોલિટિશિયન બનાવવાવાળા એમજીઆર, એનટીઆર ની યાદીમાં કમલ હસનનું નામ પણ ઉમેરી દો, તેવા સવાલના જવાબમાં કમલ હસને જણાવ્યું કે હું આ વિશે વધુ નથી વિચારતો. જો તમે પ્રાર્થનાઓમાં વિશ્વાસ રાખો છો તો ભલે, મને કોઇ વિશ્વાસ નથી. હું અને મારા માણસો ખૂબ ગુસ્સામાં છીએ. અમે રાજનીતિમાં આવીશું તો બંદૂક લઇને જ આવીશું. અમે તેવું નથી ઇચ્છતા. આ એક દેશ છે જેણે શાંતિ અને અહિંસાની પરંપરાને જાળવી રાખી છે. મહેરબાની કરીને તેને બદલો નહી. હું એ જોવા માટે જીવતો રહેવા નથી માંગતો. લોકોને તેમનાથી દૂર ન કરો. ઇન્કલાબ થઇ જશે.
 
કમલ હસન ગુરુવારે આવેલા પન્નીરસેલ્વમના સપોર્ટમાં
 
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં ચાલુ રાજકીય ઉથલ-પાથલ વચ્ચે એક્ટર કમલ હસને ગુરુવારે પન્નીરસેલ્વમને ખુલીને સપોર્ટ કર્યો. તેણે કહ્યું કે હજુ સુધી મને મુખ્યમંત્રીમાં કોઈ નબળાઈ નજરે નથી પડી. તે અપેક્ષા પર ખરા ઉતરી રહ્યા છે, તેમને થોડો સમય આપવો જોઈએ. શશિકલા સીએમ પોસ્ટ માટે યોગ્ય નથી. હસન આ પહેલા પણ સોશિયલ અને પોલિટિકલ મુદ્દે તેમનો મત રાખતા આવ્યા છે.
 
પન્નીર ન મારો મિત્ર ન મારો દુશ્મનઃ કમલ હસન
 
મીડિયા રિપોર્ટ મુજબ હસને કહ્યું, શશિકલા મુખ્યમંત્રી બનવા શક્ય તમામ કોશિશ કરી રહી છે. જયલલિતાની બહેનપણી હોવાના કારણે તેને રાજ્યની ટોપ પોસ્ટ પર બેસવાનો પાસ ન મળી શકે. કોઈ સાથે લાંબો સમય સુધી રહેવાથી તમે તે પોસ્ટ માટે ક્વોલિફાઈડ થઈ શકતા નથી. હું એક વકીલનો દીકરો છું, પરંતુ કોર્ટમાં જઈને કેસ નથી લડતો. હસને સ્પષ્ટ કહ્યું કે પન્નીરસેલ્વમ ન તો મારો મિત્ર છે કે ન મારો દુશ્મન. મુખ્યમંત્રીએ મારી અપેક્ષા પૂરી કરી છે અને તેમનો લોકો પર કન્ટ્રોલ હોવો જોઈએ. આ ઉપરાંત તેણે આર. માધવનને પણ તામિલનાડુના રાજકીય સંકટ પર ચર્ચા કરવાની અપીલ કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kamal Hasan says I will come in politics with guns
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended