Home »National News »Latest News »National» Kailash Vijayvargiy Gave Controversial Comment On Rais And Kabil

દેશની જનતા ‘કાબિલ’ છે, તેનો હક કોઇ ‘રઇસ’ છીનવી ન શકે : વિજયવર્ગીય

divyabhaskar.com | Jan 22, 2017, 18:00 PM IST

  • રઇસ અને કાબિલ ને લઇને કૈલાશની ફેસબુક પોસ્ટ
ઇંદોર: શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઇસ’ અને હૃતિક રોશનની ફિલ્મ ‘કાબિલ’ વિશે બીજેપી જનરલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીયે ફેસબુક પર એક વિવાદાસ્પદ પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, “હવે વારો દેશની ‘કાબિલ’ જનતાનો છે જે પોતે ‘કાબિલ’ છે. તેનો હક કોઇ બેઇમાન ‘રઇસ’ છીનવી ન શકે.” ઉલ્લેખનીય છે કે આ બંને ફિલ્મો 25 જાન્યુઆરીએ એકસાથે જ રીલીઝ થઇ રહી છે. જોકે, બીજેપી નેતાએ કોઇનું નામ લખ્યું નથી. કૈલાશ આ પહેલા પણ શાહરૂખ પર નિશાનો સાધી ચૂક્યાં છે.
 
પોસ્ટની શરૂઆત નોટબંધી સાથે
 
- કૈલાશ વિજયવર્ગીયે શનિવારે પોસ્ટ કરી, “વડાપ્રધાને નોટબંધી કરીને કાળું નાણું ધરાવતા રઇસોને જમીન પર લાવી દીધા છે.”
- તે પછી તેમણે લખ્યું છે- “હવે વારો દેશની ‘કાબિલ’ જનતાનો છે, જે ‘કાબિલ’ છે, તેનો હક કોઇ બેઇમાન ‘રઇસ’ છીનવી ન લે.”
 
અસહિષ્ણુતાના મુદ્દે આમીરને કહેલું-  દંગલમાં મંગલ કરવાનું છે, ધ્યાન રાખજો
 
- કૈલાશ અસહિષ્ણુતાના મુદ્દે આમીર પર પણ નિવેદન આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું- અસહિષ્ણુતાની વાત કરનારાઓનો ઇલાજ કરવો પડે છે. અત્યારે એકનો ઇલાજ થયો છે, બીજો હજુ બાકી છે. દંગલમાં મંગલ કરવાનું છે, ધ્યાન રાખજો.”
- ઉલ્લેખનીય છે કે આમીરે ગયા વર્ષે અસહિષ્ણુતાના મુદ્દે નિવેદન આપ્યું હતું.
- વિજયવર્ગીયે એક વાર ટ્વિટ કરીને કહ્યું હતું કે શાહરૂખ રહે છે ભારતમાં, પરંતુ તેમનું મન પાકિસ્તાનમાં રહે છે. તેમની ફિલ્મો ભારતમાં કરોડો કમાય છે પણ તેમને ભારતમાં અસહિષ્ણુતા દેખાય છે. આ દેશદ્રોહ નથી તો બીજું શું છે?
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Kailash Vijayvargiy gave controversial comment on Rais and Kabil
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext