Home »National News »Desh» Wife Used Her Office Power For Corruption And Fake Cases Against Me Says Bachitar

‘મને મારી પત્નીથી બચાવો’, લવમેરેજ બાદ SDM પત્ની પર પતિએ લગાવ્યા આરોપ

divyabhaskar.com | Mar 21, 2017, 00:06 AM IST

  • બચિત્ર અને અનુપ્રીત કૌરના લવમેરેજ 21 નવેમ્બર 2014ના થયા હતા.
તરનતારનઃ જામીન પર બહાર આવેલા કબડ્ડી સ્પર્ધામાં ભારતીય ટીમના કેપ્ટન રહેલા બચિત્રસિંઘ ઢિલ્લોંએ પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે. બચિત્રસિંઘે કહ્યું કે,‘મને મારી પત્નીથી બચાવી લો, મે તેને ભ્રષ્ટાચાર કરતા અટકાવી તો તેણે એસડીએમ પદનો દુરુપયોગ કરી મને બે કેસમાં ફસાવી દીધો. પ્રથમ દેહજ અને હત્યાના પ્રયાસનો છે અને બીજો ડ્રગ્સ વેચવાનો.’
 
પોલીસે એસડીએમને સાથ આપ્યો...

- બચિત્ર સિંઘે જણાવ્યું કે, તંત્ર અને પોલીસ અધિકારીઓ પત્ની ડો. અનુપ્રીત કૌરનો સાથ આપી રહ્યાં છે. તેની પર લાગેલા આરોપ મામલે કોઈ પુરાવા આપવામાં નથી આવ્યા.
- બચિત્ર અને અનુપ્રીત કૌરના લવમેરેજ 21 નવેમ્બર 2014ના થયા હતા. 
- બચિત્ર અનુસાર જ્યારે એસડીએમ પત્નીને તેણે ભ્રષ્ટાચાર કરવાથી અટકાવી તો તેણે કહ્યું કે, ભ્રષ્ટાચાર તેની નોકરીનો એક ભાગ છે.
- આ ઉપરાંત અનુપ્રીતે તેની પર બે કેસ પણ નોંધાવી દીધા હતા. તેના યોગ્ય કામને મંજૂરી અપાવવા ગયો તો તેને ગેરકાયદે ઠેરવી દીધું.
- પતિના આરોપ પર પત્ની અનુપ્રીતે જણાવ્યું કે, બચિત્રએ લગાવેલા આરોપો ખોટા છે. તેની પરના આરોપોને કોર્ટે  કારણે કોર્ટે તેને દોષિત માન્યો છે. નશાની ટેવને કારણે જ તેને ટીમની બહાર કરાયો હતો.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Wife Used Her Office Power For corruption And Fake cases Against me Says bachitar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended