Home »National News »Latest News »National» SC Judge Asks Man To Treat Woman As Equal Half

સુપ્રીમ કોર્ટના જજે કહ્યું - પત્નીને કમ સે કમ ઈક્વલ હાફ તો બનાવો

divyabhakar.com | Feb 12, 2017, 10:13 AM IST

  • જસ્ટિસ સિક્રી એક જાહેર કાર્યક્રમમાં
નેશનલ ડેસ્ક: ‘આપણે ત્યાં મહિલાઓને બેટર હાફ કહેવાય છે પણ આમ માત્ર કહેવા માટે છે, કારણ કે તેને માનનારા ઘણા ઓછા છે. મોટાભાગના પુરુષ તો પત્નીને બેટર હાફનું ટેગ પણ નથી આપતા. તેવા લોકોને મારી અપીલ છે, પત્નીને બેટર હાફ ના બનાવી શકો તો, ઓછામાં ઓછી તેને ઈક્વલ હાફ તો બનાવો.’ વાત સુપ્રીમ કોર્ટના જજ એકે સિકરીએ કહી છે. તેઓ શનિવારે નવી દિલ્હીમાં એક યુનિવર્સિટીમાં આયોજિત ચર્ચામાં બોલી રહ્યા હતા. તેનો વિષય હતો ‘રિપ્રોડક્ટિવ રાઇટ્સ ઇન ઇન્ડિયન કોર્ટ્સ’. 

સમાજની માનસિકતા સામે નિરાશા વ્યક્ત કરતા જસ્ટિસ સિકરીએ કહ્યું હતું કે ‘આપણા દેશમાં મહિલાઓના રિપ્રોડક્ટિવ રાઇટ્સ સાથે જોડાયેલા નિર્ણયોમાં તેમને નથી પૂછાતું. અધિકાર માત્ર મહિલાઓનો છે, પણ તેના નિર્ણય માત્ર પુરુષ કે તેનો પરિવાર કરે છે. લોકો તેને જણાવે છે કે તેમને ક્યારે સંતાન જોઇએ છે. 
 
કેટલા જોઇએ છે. તે છોકરો હશે કે છોકરી. તેને દુનિયામાં લાવવાનો છે કે એબૉર્ટ કરવાનો છે. જ્યારે બધા નિર્ણયનો હક માત્ર તે મહિલાને છે જે સંતાનને જન્મ આપવાની છે. તે તેના શરીર સાથે જોડાયેલ છે. તેથી પસંદગી પણ તેની હોવી જોઇએ. તેમાં કોઇ હસ્તક્ષેપ કરી શકે તો તેનો પતિ છે. 
 
તેમ છતાં અંતિમ નિર્ણય મહિલાનો રહેશે. મને આશ્ચર્ય થાય છે કે 21મી સદી છે. આપણે ટેક્નોલોજીમાં એડવાન્સ થઇ રહ્યા છીએ. સતત સ્પેસમાં જઇ રહ્યા છીએ. પણ મહિલાઓ સાથે માનવતા નથી દાખવી રહ્યા. આપણા સમાજનું કટુ સત્ય છે. તેની પાછળ પુરુષોની તે માનસિકતા છે જે હંમેશા મહિલાઓ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માગે છે. તે આપણા સમાજના મૂળમાં વસેલી છે, જેને જલ્દી સંપૂર્ણપણે ઉખાડી ફેંકવાની જરૂર છે. જસ્ટિસ સીકરીએ પ્રસિદ્ધ નૉવલ ‘એક ચાદર મૈલી સી’નું ઉદાહરણ આપતા કહ્યું,‘જન્મ થી માડી મૃત્યૂ સુધી, ક્યારેય પણ મહિલાના શરીર પર કોઇ અન્ય હક જમાવી શકતુ નથી. ક્યાંય તેમ થઇ રહ્યું હોય, તો તેઓ આમ કહે કે અમારે ત્યાં મહિલાઓ સ્વતંત્ર છે. કારણ કે કોઇ મહિલા ત્યાં સુધી સ્વતંત્ર ના કહી શકાય ત્યાં સુધી તેના શરીર પર માત્ર તેનો અધિકાર ના હોય.’ 

લાચારી અનુભવું છું, કાયદો તો બની જાય છે, લોકોની વિચારધારા કઇ રીતે બદલું 
મહિલાઓ પ્રત્યે સમાજની માનસિકતા અંગે જસ્ટીસ સીકરીએ કહ્યું,‘મને લાચારી અનુભવાય છે. કુરીતિઓ દૂર કરવા માટે ઘણા કાયદા બને છે, પણ તેમ થઇ નથી શકતું. કોર્ટમાં આવનારા તમામ મુદ્દાઓને અમે ઉકેલી નાખીએ છીએ પણ લોકોની માનસિકતાને કઇ રીતે બદલીએ. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: SC judge asks man to treat woman as equal half
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext