Home »National News »Latest News »National» Salman & Other Film Stars To Record Statements In Black Buck Case

શિકાર કેસ: સલમાને કોર્ટમાં કહ્યું, 'મને ફસાવાયો, ઘટના સમયે હું હોટલમાં હતો'

Sunil Chaudhari | Jan 27, 2017, 15:11 PM IST

  • કાળિયાર શિકાર મુદ્દે સલમાન અને બાકી આરોપીઓને 28 સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપ સંભળાવવામાં આવ્યા.
જોધપુર:ચિંકારા શિકાર કેસમાં પોતાનું નિવેદન નોંધવવા માટે શુક્રવારે સલમાન જોધપુર કોર્ટ પહોંચ્યો હતો. સલમાનને 28 સાક્ષીના નિવેદન સંભળાવવામાં આવ્યા હતા. સલમાનને કોર્ટમાં 65 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. રિપોર્ટ પ્રમાણે સલમાને કોર્ટમાં કહ્યું હતું કે, હું નિર્દોષ છું. વન વિભાગે પબ્લિસિટી માટે મને ફસાવ્યો છે. ચિંકારાનું મોત કુદરતી થયું હતું. કહેવાતા શિકાર સમયે હું હોટલમાં હતો. સૈફે પણ કહ્યું હતું કે તે ઘટના સમયે હોટલમાં હતો.
 
 
સૈફ, તબ્બુ, નીલમ, સોનાલી ગેટથી ચાલીને જ કોર્ટરૂમ પહોંચ્યા
 
શુક્રવારે સલમાન ઉપરાંત સૈફઅલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ અને તબ્બુ પણ કોર્ટમાં પહોંચ્યા હતા. સલમાન પર આરોપ છે કે તેણે 1 ઓક્ટોમ્બર 1998ના રોજ રાત્રે બે ચિંકારાનો શિકાર કર્યો હતો. આ સમયે તેમની સાથે જીપ્સીમાં સૈફઅલીખાન, નીલમ, તબ્બુ અને સોનાલી પણ હતા. આ લોકોએ સલમાનને શિકાર કરવા માટે ઉશ્કેર્યો હતો. 
 
- સલમાન તરફથી તેની બહેન અલવીરા વકીલ સાથે કોર્ટ પહોંચી હતી.
- થોડા સમય પછી સલમાન પણ કોર્ટમાં પહોંચ્યો હતો. તેની કારને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરમાં એન્ટ્રી આપવામાં આવી હતી.
- ત્યાર બાદ સૈફ, નીલમ, સોનાલી અને તબ્બુ એક કારમાં કોર્ટ પહોંચ્યા હતા. તેમની કારને મુખ્ય દરવાજા પાસે જ રોકી દેવામાં આવી હતી.
- મુખ્ય ગેટથી તમામ ચાલતા જ કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા.
- નિવેદન નોંધાવ્યા બાદ સલમાન સૌથી પહેલા કોર્ટમાંથી રવાના થઈ ગયો હતો.
- નિવેદનમાં સલમાને આરોપ મૂક્યો હતો કે, વન વિભાગે પ્રસિદ્ધિ મેળવવા માટે તેને ખોટી રીતે ફસાવ્યો હતો. 
- ઘટના સમયે હું હોટલમાં હતો. શિકાર અંગે મને કાંઈ ખબર નથી.
 
આરોપોને નકારી દેતા હોય છે આરોપી
 
- ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ(જોધપુર જિલ્લા)ની કોર્ટમાં સલમાન સહિત સ્ટાર્સ હાજર થયા છે.
- 18 વર્ષ ચાલેલી સુનાવણી બાદ કોર્ટ તરફથી સલમાન, સૈફ, સોનાલી, તબ્બુ, નીલમ પર લગાવવામાં આવેલા આરોપો તમામને સંભળાવવામાં આવશે.
- સામાન્ય રીતે કોર્ટ દ્વારા આરોપ મૂકવામાં આવ્યા બાદ લોકો તેને નકારી દેતા હોય છે.
- એવામાં કોર્ટ દ્વારા તેમને પૂછવામાં આવશે કે તેઓ નિર્દોષ છે તેના બચાવમાં તેમની પાસે કોઈ પુરાવા છે?
- ત્યાર બાદ તમામ લોકો કોર્ટમાં પુરાવા રજૂ કરવા માટે સમય માંગતા હોય છે. બાદમાં તેમના દ્વારા રજૂ કરવામાં આવતા સાક્ષી કે પુરાવાની ક્રોસ-તપાસ કરવામાં આવે છે.
- કોર્ટ ત્યારબાદ નિર્ણય સંભળાવતી હોય છે.
 
ગુરૂવારે સાંજે જોધપુર પહોંચ્યા ફિલ્મ સ્ટાર્સ 

- ફિલ્મ સ્ટાર્સ સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે, ગુરૂવારે સાંજે જોધપુર પહોંચી ગયા હતા. 
- ફિલ્મ સ્ટાર્સ શુક્રવારે સવારે પહોંચશે તેવી અટકળો હોવાથી જ્યારે સ્ટાર્સ આવ્યા, ત્યારે એરપોર્ટ પર સામાન્ય અવર-જવર રહી અને કોઈ ભીડ જામી ન હતી. 

બુધવારે થઈ હતી સુનાવણી 

- ગત સુનાવણી દરમિયાન બુધવારે કોર્ટે તમામ આરોપીઓને શુક્રવારે કોર્ટમાં હાજર રહી નિવેદન આપવા નિર્દેશ આપ્યા હતા. 
- આ કેસમાં પ્રોસિક્યુશન પક્ષે તેના સાક્ષીઓના નિવેદન નોંધાવી લીધા છે. શુક્રવારે સલમાન તથા અન્ય ફિલ્મ સ્ટાર્સ તેમના નિવેદનો નોંધાવશે. 
- ફિલ્મ સ્ટાર્સની સાથે સ્થાનિક આરોપીને દુષ્યન્તસિંહને પણ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. 
- વર્ષ 1998માં સુરજ બરજાત્યાની ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'નું જોધપુરમાં શૂટિંગ ચાલી રહ્યું હતું. ત્યારે કનકાની ગામ ખાતે બે કાળિયારનો શિકાર થયો હતો. 
- સલમાન ઉપર આરોપ છે કે, તેઓ અન્ય ફિલ્મ સ્ટાર્સ સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ અને તબ્બુને લઈને શિકાર પર ગયો હતો.  

અનેક કેસોમાં ફસાયેલો છે સલમાન ખાન. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Salman & other film stars to record statements in black buck case
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended