Home »National News »Latest News »National» HC Rejects Rabhia Khan Petition For SIT Monitored Probe

જીયા મોત: SIT દ્વારા તપાસ કરાવવાની માતા રાબિયાની માંગ HCએ ફગાવી

divyabhaskar.com | Feb 09, 2017, 12:01 PM IST

  • મૃત જીયા ખાન
મુંબઈ:અભિનેત્રી જીયાખાનના મોતની તપાસ SIT દ્વારા કરાવવાની માતા રાબિયા ખાનની અરજીને બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે. 

સીબીઆઈની ચાર્જશીટ સામે રાબિયાએ અરજી દાખલ કરી હતી. ચાર્જશીટ પ્રમાણે, ઝીયાએ આત્મહત્યા કરી હતી અને તે હત્યા ન હતી. રાબિયાએ પોતાની અરજીમાં જીયાખાનના બોયફ્રન્ડ સૂરજ પંચોલી પર હત્યાનો આરોપ મૂક્યો હતો. રાબિયાએ હાઈકોર્ટની દેખરેખમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ કરાવવાની દાદ માંગી હતી.    
 
જીયા ખાનનું મોત 

તા. 3 જૂન 2013ના જીયા ખાનનું મોત થયું હતું. રાબિયા ખાનનો આરોપ છે કે, જીયાના બોયફ્રેન્ડ સૂરજે તેની હત્યા કરી. બોલિવૂડના અભિનેતા આદિત્ય પંચોલી સૂરજના પિતા છે. સૂરજના કહેવા પ્રમાણે, જીયાનું કષ્ટદાયક બાળપણ, અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ, વગેરે જેવી મહત્વપૂર્ણ માહિતી રાબિયા ખાને છૂપાવી હતી. સૂરજ પર જીયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. વર્ષ 2014માં હાઈકોર્ટના ચુકાદા બાદ આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 

રાબિયાના વકીલનો દાવો છે કે, ફોરેન્સિક પુરાવા એ વાતનો નિર્દેશ કરે છેકે જીયા ખાનની હત્યા કરવામાં આવી હતી. જોકે, સીબીઆઈના કહેવા પ્રમાણે, મુંબઈ પોલીસે તમામ એંગલથી યોગ્ય રીતે તપાસ કરી હતી. જેને બ્યુરો દ્વારા બે વખત ચકાસવામાં આવી છે. જેના આધારે એવું ફલિત થયું છેકે, જીયા ખાને આત્મહત્યા કરી હતી. 
 
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: HC rejects Rabhia khan petition for SIT monitored probe
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext