Home »National News »Latest News »National» Jat Reservation Agitation From Today Alert In Haryana

અનામત સહિત 6 માંગ સાથે જાટોનું આંદોલન, હરિયાણાના 19 જિલ્લામાં ધરણા

divyabhaskar.com | Jan 30, 2017, 07:57 AM IST

  • જસિયામાં ધરણામાં હજારો લોકો પહોંચી ગયા છે. ધીમે ધીમે લોકોની સંખ્યા વધી રહી છે.
પાનીપત. અનામત સહિત 6 માંગને લઈ રવિવારથી હરિયાણાના 19 જિલ્લામાં જાટ આંદોલન શરૂ થઈ ગયું છે. જાટ આરક્ષણ સંઘર્ષ સમિતિના નેતા યશપાલ મલિક દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે થયેલા જાટ આંદોલનમાં આશરે 30 લોકોના મોત થયા હતા અને હજારો-કરોડો રૂપિયાની પ્રોપર્ટીને નુકસાન થયું હતું. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં સિક્યુરિટી ટાઈટ કરી દેવામાં આવી છે. ફતેહબાગમાં ફ્લેગ માર્ચમાં ગેરહાજર રહેવા બદલ 5 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ ફ્લેગ માર્ચ જાટ આંદોલનને ધ્યાનમાં રાખી કરવામાં આવી હતી.
 
આ જિલ્લામાં થઈ રહ્યું છે આંદોલન
 
- હરિયાણાના 22માંથી 19 જિલ્લામાં આંદોલન થઈ રહ્યું છે. તેમાં અમ્બાલા, કરનાલ, કુરુક્ષેત્ર, કેથલ, ઝીંદ, ઈજ્જર, પાનીપત, ફતેહાબાદ, ફરીદાબાદ, ભિવાની, મહેંદ્રગઢ, યમુનાનગર, રેવાડી, રોહતક, સિરસા, સોનીપત, હિસાર, પલવલ, દાદરીનો સમાવેશ થાય છે.
- ગુડગાંવ, મેવાત અને પંચકૂલા જિલ્લામાં હજુ આંદોલન શરૂ થયું નથી. અહીંયા અને દિલ્હીમાં 3 ફેબ્રુઆરીથી આંદોલન ચાલુ થશે.
 
આ 6 માંગ છે જાટ સમુદાયની
 
1. કેન્દ્ર અને રાજ્યમાં જાટને અનામત આપવામાં આવે
2. ફેબ્રુઆરી 2016માં આંદોલન દરમિયાન માર્યા ગયેલા લોકોના પરિવારજનો તથા ઘાયલોને વળતર આપવામાં આવે. માર્યા ગયેલા લોકોના આશ્રિતોને નોકરી આપવામાં આવે.
3. લોકો પર નોંધવામાં આવેલા કેસ પરત લેવામાં આવે.
4. દોષી ઓફિસરો પર કાર્યવાહી કરવામાં આવે.
5. સાંસદ રાજકુમાર સૌનીની સ્પીચની તપાસ કર્યા બાદ તેની સંસદમાં મેમ્બરશિપ રદ કરવામાં આવે.
6. આંદોલન દરમિયાન જેલ મોકલવામાં આવેલા જાટને મુક્ત કરવામાં આવે.
 
5 પોલીસ કર્મચારી સસ્પેન્ડ
 
- આંદોલનની વોર્નિંગના કારણે શનિવારે ફતેહાબાદમાં ફલેગ માર્ચ કરવામાં આવનારી હતી.
- ફ્લેગ માર્ચમાં ગેરહાજર રહેવા બદલ 5 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
- જેમાં એએસઆઈ સુચ્ચા સિંહ, હેડ કોન્સ્ટેબલ નરેશ કુમાર, હેડ કોન્સ્ટેબલ સુભાષ ચંદ્ર, હેડ કોન્સ્ટેબલ કુલદીપ સિંહ અને હેડ કોન્સ્ટેબલ સુરજીત સિંહનો પણ સમાવેશ થાય છે.
શું કહેવું છે એડિશનલ મુખ્ય સચિવનું
 
- હરિયાણાના એડિશનલ મુખ્ય સચિવ (ગૃહ) રામ નિવાસે કહ્યું કે, અમે સ્થિતિનો સામનો કરવા પૂરી રીતે તૈયાર છીએ.
- વિવિધ આંદોલનકારી સંગઠનોના નેતાઓ દ્વાર શાંતિપૂર્વક ધરણાનો વાયદો કરવામા આવ્યો છે, પરંતુ તેમ છતાં તંત્ર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તૈયાર છે.
 
જાટ આરક્ષણ સંઘર્ષ સમિતિએ શું કહ્યું
 
જાટ આરક્ષણ સંઘર્ષ સમિતિના પ્રમુખ જય સિંહએ અનામત આંદોલન પહેલા નરવાનામાં સમાજના નેતાઓ સાથે બેઠક કરી હતી. તેમણે બેઠક બાદ કહ્યું, જ્યાં સુધી સરકાર અમને અનામત અંગે લેખિતમાં કોઈ આશ્વાસન નહીં આપે ત્યાં સુધી અમે અમારું આંદોલન ત્યાં સુધી ચાલુ રાખીશું 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jat reservation agitation from today alert in Haryana
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended