Home »National News »Latest News »National» 2 Terrorist Encountered At Ganderbal District By Security Forces

J&K: ગાંદરબલમાં બે આતંકવાદી ઠાર, સરહદ પરથી પાકિસ્તાની ઝડપાયો

Agency | Jan 25, 2017, 01:59 AM IST

  • આ અથડામણ ગાંદરબલ જિલ્લાના હદૂરા વિસ્તારમાં થઈ રહી છે
શ્રીનગર. જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે ગંદરબાલના હદૂરામાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની માહિતી બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન લશ્કર-એ-તોઇબાના 2 આતંકી ઠાર મરાયા હતા. તેમની પાસેથી 2 AK 47  મળી આવી હતી. બીજી તરફ રાજૌરી જિલ્લામાં સુન્દ્રબની સેક્ટરમાં પણ એક આતંકી માર્યો ગયો.. અન્ય એક ઘટનામાં સરહદ પરથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો હતો. તેમની પાસેથી બે એકે રાઇફલ, મેગઝીન સહિત શસ્ત્રો અને દારૂગોળાનો જંગી જથ્થો કબજે કરાયો હતો. ગાંદરબલમાં માર્યા ગયેલા બંને આતંકી પ્રજાસત્તાક દિને હુમલાની ફિરાકમાં હતા.
 
ફાયરિંગ શરૂ કરતાં સામસામે ગોળીબાર સાથે ભીષણ અથડામણ
 
સવારે સુરક્ષા દળોને બાતમી મળી કે ગાંદરબલના હદુરા ગામે બે આતંકી છુપાયા છે. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરતાં સામસામે ગોળીબાર સાથે ભીષણ અથડામણ થઇ. થોડી વારમાં જ બંને આતંકી ઠાર મરાયા, જેઓ અબુ અનસ અને અબુ ખાલિદ તરીકે ઓળખાયા છે. તેઓ ઘણા સમય પહેલા ઘૂસણખોરી કરીને કાશ્મીરમાં આવ્યા હતા અને ત્યારથી ત્યાં જ સક્રિય હતા. બીજી તરફ રાજૌરી જિલ્લાના સુન્દ્રબની સેક્ટરમાં જવાનોએ આતંકીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. એક આતંકી ઠાર મરાયો હતો જ્યારે બે આતંકી પીઓકે તરફ નાસી છૂટ્યા હતા.
આતંકી પાસેથી મળી AK 47
 
- ઓપરેશનમાં 2 આતંકી ઠાર થયા છે. તેમની પાસેથી 2 AK 47 મળી આવી છે.
- પોલીસ દ્વારા હજુ પણ આ વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાયા હોવાની શક્યતાને લઈ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. 
 
આતંકીઓએ ઘરમાંથી કર્યું ફાયરિંગ
 
- સુરક્ષાદળના જવાનોને આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતા જ હદૂરા વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 
-જવાબમાં એક ઘરની અંદર છૂપાયેલા આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
 
રાજોરીના સુંદરબનીમાં ઘુસણખોરીનો પ્રયાસ
 
ગાંદરબલના હદૂરામાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે ત્યારે જ રાજોરી જિલ્લાના સુંદરબનીમાં ઘુસણખોરીની કોશિશ નિષ્ફળ બનાવવામાં આવ્યો. જેમાં એક ઘુસણખોર ઠાર મારવામાં આવ્યો છે.
 
એક પાકિસ્તાની ઝડપાયો 

બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF)એ જમ્મુ અને કાશ્મીરના આર.એસ. પુરા સેક્ટરમાંથી એક પાકિસ્તાની શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સની સ્થાનિક પોલીસને સાથે રાખીને પૂછપરછ હાથ ધરી છે. ભારતમાં કોઈ દેશવિરોધી પ્રવૃત્તિને અંજામ આપવા માંગતો હતો કે ભૂલથી સરહદ પાર કરી હતી. વગેરે જેવા એંગલથી તપાસ હાથ ધરી છે. 
 
અરનિયામાં ઇસ્લામિક સ્ટેટનો ઝંડો મળી આવ્યો

સરહદી વિસ્તાર અરનિયામાં મંગળવારે સવારે રસ્તા પરથી ઇસ્લામિક સ્ટેટનો ઝંડો મળી આવતાં દોડધામ મચી હતી. પોલીસે સ્થળ પર પહોંચી ઝંડો કબજે લીધો હતો. સ્થાનિક લોકોએ સવારે બસ સ્ટેન્ડ નજીક ઝંડો જોતાં પોલીસને જાણ કરી હતી.
 
એરપોર્ટમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની આશંકા આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 2 terrorist encountered at ganderbal district by security forces
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext