Home »National News »Latest News »National» Jallikattu Will Be Organized In Tamilnadu

જલિકટ્ટુ મુદ્દે કાયદો લાવશે તામિલનાડુ સરકાર, સુપ્રીમમાં દાખલ કરી કૅવિએટ

divyabhaskar.com | Jan 22, 2017, 13:38 PM IST

  • જલિકટ્ટુના આયોજનની ગડમથલ વચ્ચે રાજ્ય મંત્રી એસપી વેલુમણીએ કોઈમ્બતુરમાં રેકલા (બળદ) રેસને ફ્લેગ ઓફ કરાવી હતી.
નવી દિલ્હી/ચેન્નઈ : જલિકટ્ટુ (આખલાને કાબૂમાં કરવો) ની રમત આજે તમિલનાડુના અલંગાનલ્લુરમાં યોજાવાની હતી. તમિલનાડુના મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમ તેનું ઉદઘાટન કરવાના હતા, પરંતુ પ્રદર્શનકર્તાઓએ આ મુદ્દાનું કાયમી નિવારણ એવી તેવી માંગ સાથે વિરોધ કરતાં તેમણે અહીંયાથી પરત ફરવું પડ્યું હતું. આ દરમિયાન તામિલનાડુના વકીલ આર રમને સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરીને કહ્યું છે કે, જો જલિકટ્ટુના આયોજન સામે કોઈ અરજી દાખલ થઈ હોય તો ફેંસલો આપતાં પહેલાં રાજ્ય સરકારનો પક્ષ જરૂર સાંભળવામાં આવે. જલિકટ્ટુના આયોજનની ગડમથલ વચ્ચે રાજ્ય મંત્રી એસપી વેલુમણીએ કોઈમ્બતુરમાં રેકલા (બળદ) રેસને ફ્લેગ ઓફ કરાવી હતી.  
 
પન્નીરસેલ્વમે શું કહ્યું
 
- પન્નીરસેલ્વમે કહ્યું કે, જલિકટ્ટુ પર અમે તામિલનાડુ વિધાનસભામાં એક બિલ લાવીશું.
-જલિક્ટ્ટને ધ્યાનમાં રાખીને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
- સમગ્ર રાજ્યમાં સફળતાપૂર્વક તેનું આયોજન થઈ રહ્યું છે.
- જલિકટ્ટુ માટે કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે સ્થાનિકોએ અલ્લાનાગલુર તરફ આવતાં-જતાં રસ્તા બ્લોક કર્યા હતા. 
- ડીએમકેનો આરોપ છે કે, રાજ્ય તથા કેન્દ્ર સરકારે પ્રદર્શનકારીઓની ભાવનાઓની ઉપેક્ષા કરી છે. 
 
વટહુકમ જાહેર કર્યો હતો સરકારે
 
તમિલનાડુ સરકારે રાજ્યમાં જલિકટ્ટુના આયોજન માટે વટહુકમ જાહેર કર્યો હતો. AIADMK ના ઑફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શનિવારે ટ્વીટ કરવામાં આવ્યું કે ગવર્નર વિદ્યાસાગર રાવે તાત્કાલિક વટહુકમ માટે મંજૂરી આપી દીધી છે, પરંતુ તે પછી ટ્વીટને ડીલીટ કરી નાખવામાં આવી. વટહુકમ પર કેન્દ્રની મંજૂરી પછી હવે રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોવાય છે.
 
રાજ્યભરમાં યોજાશે જલિકટ્ટુ
 
- રાજ્યમાં જલિકટ્ટુનો મુખ્ય કાર્યક્રમ અલ્લાનાગલુર ખાતે યોજાશે.
- વહેલી સવારથી જ લોકો અલ્લાનાગલુરના 'વાદી વસલ' વિસ્તારમાં એકઠા થયા હતા. અહીંથી સાંઢોને છોડવામાં આવે છે.
- આ સાંઢોને ઉત્સાહિત યુવાનો નાથે છે.
- સ્થાનિકોના કહેવા પ્રમાણે, જલિકટ્ટુ માટેનો વટહુકમ હંગામી વ્યવસ્થા છે. અમને કાયમી ઉકેલ જોઈએ છે.
 
જલ્લિકટ્ટુની સાથે-સાથે
 
- એક્ટર સૂર્યાએ બિનસરકારી સંસ્થા PETAને નોટિસ ફટકારી છે.
- પેટાએ દાવો કર્યો હતો કે, સૂર્યાની ફિલ્મ 'સિંઘમ 3' રજૂ થઈ રહી છે, એટલે પ્રસિદ્ધિ ખાટવા માટે સૂર્યા આમ કરી રહ્યો છે.
- તામિલનાડુના તમામ જિલ્લાઓમાં જલિકટ્ટુ કાર્યક્રમો યોજાશે. જેનું નેતૃત્વ રાજ્ય સરકારના પ્રધાનો કરશે.
 
AIADMKસાંસદ રાષ્ટ્રપતિને મળ્યા
 
- ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, AIADMK ના સાંસદોના એક ડેલિગેશને શનિવારે રાષ્ટ્રપતિની મુલાકાત કરીને તેમને વટહુકમ પર તાત્કાલિક મંજૂરીની મહોર મારવાની અરજી કરી, જેથી રમત પર લાગેલો પ્રતિબંધ દૂર કરી શકાય.
- AIADMK સાંસદોએ લોકસભાના ડેપ્યુટી સ્પીકર એમ થમ્બીદુરઇની અધ્યક્ષતામાં પ્રણવ મુખર્જીની મુલાકાત કરી હતી. AIADMK એ કેન્દ્ર સરકારને ચેતવણી પણ આપી છે.
- તેમણે કહ્યું છે કે, “જો રાજ્યના હિતો અને લોકોની ઇચ્છાઓને અવગણવામાં આવશે તો તેના ઘણા ખતરનાક પરિણામો આવી શકે છે.”
- ઉલ્લેખનીય છે કે આ આખો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. કોર્ટ કેન્દ્ર સરકારની અપીલ પર એક અઠવાડિયા સુધી કોઇપણ વચગાળાનો આદેશ નહી આપવા માટે સહમત થઇ ગઇ છે. તમિલનાડુમાં જલિકટ્ટુ પર 2014 થી પ્રતિબંધ છે.
 
PETAપર લાગી શકે છે પ્રતિબંધ
 
- સાઉથના પ્રખ્યાત એક્ટર સૂર્યાએ જાનવરોના અધિકારો માટે કામ કરતી સંસ્થા પેટાને બિનશરતી માફી માંગવા માટે જણાવ્યું. સૂર્યાએ પેટા ઇન્ડિયાના સીઇઓને લીગલ નોટિસ મોકલી છે.
- હકીકતમાં સંસ્થાએ દાવો કર્યો હતો કે એક્ટરે તેની ફિલ્મ Si3 ને પ્રમોટ કરવા માટે જલિકટ્ટુને સપોર્ટ કર્યો છે.
- આ બાબતે સૂર્યાએ કહ્યું કે, “પેટા માનસિક દબાવ હેઠળ છે, તેઓ માફી માંગે નહી તો કાનૂની કાર્યવાહીઓનો સામનો કરે.”
- બીજી બાજુ આંદોલનકારીઓની પણ માંગ છે કે રમત પરથી પ્રતિબંધ હટાવીને પેટા પર લગાવવામાં આવે.
- પરિણામે ચર્ચાઓ છે કે તમિલનાડુ સરકાર હવે પેટા પર પ્રતિબંધ લાગુ કરવા માટેના કાયદાકીય રસ્તાઓ શોધી રહી છે.
 
મોદીએ પણ કર્યું ટ્વિટ
 
- રમતના સપોર્ટમાં નરેન્દ્ર મોદીએ પણ શનિવારે ટ્વિટ કર્યું.
- તેમણે લખ્યું, ‘અમને તામિલનાડુની સમૃદ્ધ સંસ્કૃતિ પર ખૂબ ગર્વ છે, લોકોની સાંસ્કૃતિક ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.’
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, કઈ સેલિબ્રિટીઝે જલિકટ્ટુને કર્યો સપોર્ટ...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jallikattu will be organized in Tamilnadu
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended